પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સામાજિક કાર્યકર્તા તેમજ પદ્મ પુરસ્કારથી સન્માનિત શાંતિ દેવીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
17 JAN 2022 5:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા તેમજ પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી શાંતિ દેવીજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
પોતાના એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યુંઃ
“શાતિ દેવીજીને ગરીબો અને વંચિતોના એક અવાજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે કષ્ટો દૂર કરવા અને એક સ્વસ્થ તેમજ ન્યાયપૂર્ણ સમાજ બનાવવા માટે નિઃસ્વાર્થ ભાવથી કામ કર્યુ. તેમના નિધનથી દુઃખ થયું. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને અગણિત પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964