પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મંગળવારે, 28મી ડિસેમ્બર 2021ના રોજ IIT, કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે
પ્રધાનમંત્રીના ભાષણ માટે IIT-કાનપુરના વિદ્યાર્થીઓ, અન્ય IITs અને IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિચારો શેર કરવા આહ્વાન
Posted On:
22 DEC 2021 10:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી ડિસેમ્બર 2021, મંગળવારના રોજ IIT, કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે. શ્રી મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું દીક્ષાંત સમારોહને સંબોધવા માટે આ મહિનાની 28મી તારીખે @IITKanpur ખાતે આવવા માટે આતુર છું. આ એક વાઇબ્રન્ટ સંસ્થા છે, જેણે વિજ્ઞાન અને નવીનતા તરફ અગ્રેસર યોગદાન આપ્યું છે.
હું દરેકને સૂચનો શેર કરવા આમંત્રિત કરું છું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1784099)
Visitor Counter : 202
Read this release in:
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam