પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 3 નવેમ્બરે ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા બેઠક કરશે
प्रविष्टि तिथि:
31 OCT 2021 1:38PM by PIB Ahmedabad
જી20 શિખર મંત્રણા અને સીઓપી-26માં સામેલ થઈને ભારત પરત આવ્યા પછી તરત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓની સાથે 3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથઈ સમીક્ષા બેઠક કરશે.
બેઠકમાં પ્રથમ ડોઝના 50 ટકાથી ઓછા કવરેજ અને કોવિડ વેક્સિનના બીજા ડોઝના ઓછા કવરેજવાળા જિલ્લાઓને સામેલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓનાં 40થી વધુ જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક વખતે આ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1768100)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam