નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાકીય તંગી અનુભવતી લોન અસ્કયામતો માટે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડે ઇશ્યૂ કરેલી સીક્યોરિટી રીસિપ્ટ્સ સ્વરૂપે કેન્દ્ર સરકારની ગેરન્ટીના સંબંધમાં અવારનવાર પૂછાતાં પ્રશ્રો

Posted On: 16 SEP 2021 5:12PM by PIB Ahmedabad

નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCLરાષ્ટ્રીય અસ્કયામત પુનર્નિર્માણ કંપની લિમિટેડ) શું છે? એની સ્થાપના કોને કરી છે?

NARCLની રચના કંપની ધારા અંતર્ગત થઈ છે અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC - અસ્કયામત પુનર્નિર્માણ કંપની) તરીકે લાઇસન્સ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અરજી કરી છે. NARCLની સ્થાપના બેંકો કરી છે, જેનો ઉદ્દેશ તેમના હવે પછીના ઠરાવ માટે નાણાકીય રીતે તંગી અનુભવતી અસ્કયામતોને સંગઠિત અને એકત્ર કરવાનો છે. NARCLમાં સરકારી બેંકો 51 ટકા સુધીનો હિસ્સો ધરાવશે.

 

ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડ (IDRCLભારતીય ઋણ સમાધાન કંપની લિમિટેડ) શું છે? એની સ્થાપના કોને કરી છે?

IDRCL એક સર્વિસ કંપની/કાર્યકારી કંપની છે, જે અસ્કયામતોનું વ્યવસ્થાપન કરશે તથા બજારના વ્યવસાયિકો અને કામગીરીને નફાકારક બનાવવા માટે નિષ્ણાતોને જોડશે. સરકારી બેંકો (PSBs) અને સરકારી ધિરાણ સંસ્થાઓ (FIs) એમાં મહત્તમ 49 ટકા હિસ્સો ધરાવે છે અને બાકીનો હિસ્સો ખાનગી ક્ષેત્રના ધિરાણકારો ધરાવશે.

જ્યારે હાલ 28 ARCs અસ્તિત્વમાં છે, ત્યારે શા માટે NARCL-IDRCL પ્રકારના માળખાની જરૂર છે?

હાલ કાર્યરત ARCs નાણાકીય તંગી અનુભવતી, ખાસ કરીને ઓછા મૂલ્યની વિવિધ લોન માટે સમાધાન કરવામાં મદદરૂપ થાય છે. IBC સહિત વિવિધ ઉપલબ્ધ સમાધાન વ્યવસ્થા ઉપયોગી પુરવાર થઈ છે. જોકે અગાઉથી ચાલી આવતી NPAs (બિનકાર્યક્ષમ અસ્કયામતો)ની વ્યાપકતાને ધ્યાનમાં રાખીને વધારાના વિકલ્પો/વૈકલ્પિક માધ્યમોની જરૂર છે અને યુનિયન બજેટમાં જાહેર થયેલું NARCL-IRDCL માળખું પહેલ છે.

સરકારી ગેરન્ટીની શા માટે જરૂર છે?

NPAsના બેકલોગને ઓછો કરવાની કામગીરી કરતી પ્રકારની સમાધાન વ્યવસ્થા માટે સામાન્ય રીતે સરકાર પાસેથી ટેકાની જરૂર હોય છે. વિશ્વસનિયતા ઊભી કરશે અને આકસ્મિક સ્થિતિસંજોગો માટે બફર ફંડ પ્રદાન કરશે. એટલે ભારત સરકારની રૂ. 30,600 કરોડ સુધીની ગેરન્ટી સીક્યોરિટી રિસીપ્ટ્સ (SRs)ને ટેકો આપશે, જેને NARCL દ્વારા ઇશ્યૂ કરવામાં આવી છે. ગેરન્ટી 5 વર્ષ માટે માન્ય હશે. ગેરન્ટી લાગુ કરવા માટેની પૂર્વશરત સમાધાન કે નાણાકીય પ્રવાહિતતા બનશે. વળી ગેરન્ટી SRની ફેસ વેલ્યુ અને વાસ્તવિક પ્રાપ્તિ વચ્ચેની ઘટને પૂરી કરશે. ભારત સરકારની ગેરન્ટી SRsની નાણાકીય પ્રવાહિતતા પણ વધારશે, કારણ કે SRsનું ટ્રેડિંગ થઈ શકે છે.

NARCL અને IDRCL કેવી રીતે કામ કરશે?

NARCL લીડ કે મુખ્ય બેંકને ઓફર કરીને અસ્કયામતો એક્વાયર કરશે અથવા ખરીદશે. એકવાર NARCLની ઓફરનો સ્વીકાર થયા પછી IDRCL એના મેનેજમેન્ટ અને મૂલ્ય સંવર્ધનની કામગીરીમાં જોડાશે.

નવા માળખાથી બેંકોને શું ફાયદો થશે?

માળખું નાણાકીય ખેંચ અનુભવતી અસ્કયામતોનું સમાધાન કરવા ઝડપી કામગીરી કરવા પ્રોત્સાહન આપશે, જેથી વધારે સારું મૂલ્ય મળવામાં મદદ મળશે. એના પગલે બેંકોમાં અધિકારીઓ પ્રકારની કામગીરીમાંથી મુક્ત થઈને વ્યવસાય વધારવા અને ધિરાણની વૃદ્ધિને વેગ આપવાની કામગીરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. નાણાકીય તંગી અનુભવતી અસ્કયામતો અને SRsની ધારકો તરીકે બેંકોને લાભ થશે. વળી માળખું બેંકના મૂલ્યાંકનમાં વધારો કરશે અને બજારમાંથી મૂડી ઊભી કરવાની તેમની ક્ષમતા પણ વધારશે.

હવે એની રચના શા માટે કરવામાં આવી છે?

નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતા (IBC), સીક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યોરિટીઝ ઇન્ટરેસ્ટ (SARFAESI ધારો) અને ડેટ વસૂલાત પંચોને મજબૂત કરવા, તેમજ ઊંચું મૂલ્ય ધરાવતા NPA ખાતાઓ માટે બેંકોમાં પ્રતિબદ્ધ સ્ટ્રેસ્સ્ડ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ્સ (SAMVs) સ્થાપિત કરીને બિનકાર્યક્ષમત અસ્કયામતોની વસૂલાત કરવા પર સારું એવું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પ્રયાસો છતાં બેંકોની બેલેન્સ શીટ પર NPAsની રકમ ઘણી મોટી છે, જે માટે મુખ્યત્વે એસેટ ક્વોલિટી રિવ્યૂ (અસ્કયામતની ગુણવત્તાની સમીક્ષા)માં જણાવ્યા મુજબ, ચુકવણી થયેલી લોનની સંખ્યા મોટી હોવાની સાથે વિવિધ ધિરાણકારોમાં વહેંચાયેલી છે. અગાઉથી ચાલી આવતી NPAs સામે બેંકો દ્વારા થયેલી જોગવાઈનું ઊંચું સ્તર ઝડપી સમાધાન માટે વિશિષ્ટ તક રજૂ કરે છે.

શું ગેરન્ટીનો ઉપયોગ થવાની શક્યતા છે?

સરકારી ગેરન્ટી અંતર્ભૂત અસ્કયામતોમાંથી પ્રાપ્ત થયેલી રકમ અને અસ્કયામત માટે ઇશ્યૂ થયેલી SRsની ફેસ વેલ્યુ વચ્ચેની ઘટને ભરવા માટે લાગુ કરવામાં આવશે, જે સંપૂર્ણ 30,600ની ટોચમર્યાદાને આધિન છે, જે 5 વર્ષ માન્ય છે. એમાં વિવિધ અસ્કયામતો સંકળાયેલી હોવાથી એવી અપેક્ષા રાખવી ઉચિત છે કે, તેમાંથી ઘણી અસ્કયામતોમાંથી પ્રાપ્તિ એની ખરીદી કે એક્વિઝિશન કરવાના ખર્ચથી વધારે હશે.

સરકાર કેવી રીતે સમયસર અને ઝડપથી સમાધાન સુનિશ્ચિત કરશે?

ભારત સરકારની ગેરન્ટી પાંચ વર્ષ માટે માન્ય હશે અને ગેરન્ટી લાગુ કરવા માટેની પૂર્વશરત સમાધાન કે નાણાકીય પ્રવાહિતતા પૂરી પાડશે. ઉપરાંત સમાધાનમાં વિલંબ બદલ પેનલ્ટી સ્વરૂપે NARCLને ગેરન્ટી ફી અદા કરવી પડશે, જે સમયની સાથે વધતી જશે.

NARCLના મૂડીનું માળખું શું હશે અને એમાં સરકાર કેટલું પ્રદાન કરશે?

NARCLનું મૂડીકરણ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) પાસેથી ઇક્વિટી દ્વારા કરવામાં આવશે. વળી જરૂરી ઋણ પણ મેળવશે. ભારત સરકારની ગેરન્ટી મૂડીકરણની આગોતરી જરૂરિયાત ઘટાડશે.

નાણાકીય તંગી અનુભવતી અસ્કયામતો માટે NARCLની વ્યૂહરચના શું હશે?

NARCLનો આશય 500 કરોડથી વધારેની ચુક ધરાવતી આશરે 2 લાખ કરોડની લોનનું સમાધાન કરવાનો છે. જ્યારે એના પ્રથમ તબક્કામાં આશરે રૂ. 90,000 કરોડની સંપૂર્ણ જોગવાઈ ધરાવતી અસ્કયામતો NARCLને હસ્તાંતરિત થશે, ત્યારે ઓછી જોગવાઈ ધરાવતી બાકીની અસ્કયામતો બીજા તબક્કામાં હસ્તાંતરિત કરવામાં આવશે.

SD/GP/BT


(Release ID: 1755488) Visitor Counter : 499