માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આઇકોનિક વીકનો શુભારંભ કરશે


માઇક્રોસાઇટ, બુ-બુક્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોઃ જન ભાગીદારીના જુસ્સાને પ્રેરિત કરશે

ડીડી નેટવર્ક પર ડોક્યુમેન્ટરી ફિલ્મો અને શૉ “નયે ભારત કા નયા સફર” પ્રસારિત થશે

ફિલ્મ મહોત્સવોમાં દેશભક્તિની શ્રેષ્ઠ ફિલ્મો/ક્લાસિક ડ્રામા જોવા મળશે

યુવાન દર્શકોને તમામ સોશિયલ મીડિયાઓ પર રસપ્રદ પ્રવૃત્તિઓ, પ્રશ્રોત્તરીઓ અને સ્પર્ધાની મજા માણવા મળશે

Posted On: 22 AUG 2021 5:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2021 સુધી આના આઇકોનિક વીકની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીકરવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા સજ્જ છે. આદરણીય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર ભવ્ય ઉજવણીનો શુભારંભ કરશે, જે જન ભાગીદારી અને જન આંદોલનના સંપૂર્ણ ઉત્સાહ સાથે દેશભરમાંથી લોકોને આકર્ષિત કરશે. આ ઉજવણીનો ઉદ્દેશ નવા ભારતની સફર પ્રદર્શિત કરવાનો અને આપણી સ્વતંત્રતાસેનાનીઓના પ્રદાનની ઉજવણી કરવાનો છે, જેમાં આઝાદીના લડતમાં અનસંગ હીરોઝ (અત્યાર સુધી જેમના પ્રદાનની વિસ્તૃત નોંધ લેવાઈ નથી એવા વીર નાયકો) સામેલ છે. આ માટે મોટા પાયે લોકો સુધી પહોંચવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ સંપૂર્ણ કે 360 ડિગ્રી અભિયાનની ઉજવણીના વિવિધ મુખ્ય પાસાઓ પૈકીનું એક પાસું છે પરંપરાગત અને ડિજિટલ માધ્યમોનો સુભગ સમન્વય જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટક અને ટીવી કાર્યક્રમો જેવા પરંપરાગત માધ્યમો અને ડિજિટલ/સોશિયલ મીડિયા જેવા નવીન માધ્યમો પર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. ઓલ ઇન્ડિયા રેડિયોની ડેઇલી કેપ્સૂલ આઝાદી કા સફર, આકાશવાણી કે સાથ વિવિધ રાજ્યોની માહિતી અને જનસંપર્ક નિર્દેશક અને મંત્રાલયનાં પ્રાદેશિક કાર્યાલયોનો સમન્વય દ્વારા સમગ્ર ભારતમાં શાળાઓ અને કોલેજો સુધી પહોંચશે. એઆઇઆર નેટવર્ક દ્વારા વિશેષ કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવશે, જેમાં ધરોહર (આઝાદીની લડતના આગેવાનોના ભાષણો) અને નિશાન (75 સીમાચિહ્નરૂપ સ્થળો દર્શાવવામાં આવશે), અપરાજિતા (મહિલા નેતાઓ) સામેલ છે. ડીડી નેટવર્ક નયે ભારત કા સફર અને જર્ની ઓફ ન્યૂ ઇન્ડિયા અંતર્ગત વિવિધ ક્ષેત્રના કાર્યક્રમોનું પ્રસારણ કરશે, જેમાં રાજદ્વારી, ડિજિટલ ઇન્ડિયા, કાયદાકીય/બંધારણીય સુધારા વગેરે સામેલ હશે તેમજ અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સંગ્રામ પર દરરોજ સ્પેશ્યલ ન્યૂઝ કેપ્સૂલ પ્રસારિત થશે.

આઇકોનિક વીકની ઉજવણીનું વિશિષ્ટ પાસું આઇકોનિક ફિલ્મોનું સ્ક્રીનિંગ બની રહેશે. ડીડી નેટવર્ક ડોક્યુમેન્ટરી ફિલ્મોની સીરિઝ પ્રદર્શિત કરશે, જેમ કે નેતાજી, મર્જર ઓફ પ્રિન્સલી સ્ટેટ્સ વગેરે.રાઝી જેવી લોકપ્રિય ભારતીય ફિલ્મોનું પ્રસારણ પણ થશે. એનએફડીસી પણ એના ઓટીટી પ્લેટફોર્મwww.cinemasofindia.comપર એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે, જેમાં આઇલેન્ડ સિટી, ક્રોસિંગ બ્રીજીસ વગેરે જેવી ખાસ બનાવેલી વિવિધ ફિલ્મો દર્શાવવામાં આવશે. અન્ય મુખ્ય પ્રવૃત્તિઓમાં સામેલ છે એનએફડીસી દ્વારા ફિલ્મના વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓ માટે ઓનલાઇન સંવાદ સત્ર અને ફિલ્મ્સ ડિવિઝન દ્વારા ફિલ્મના નિર્માણમાં ટેકનોલોજીકલ પ્રગતિ પર એક વેબિનાર.

ફિલ્મ્સ ડિવિઝન દ્વારા આ ઉજવણીનો ઉત્સાહ વધારવા 23થી 25 ઓગસ્ટ, 2021 અને 26થી 28 ઓગસ્ટ, 2021 સુધી અનુક્રમે "ઇન્ડિયા@75: વોયેજ ઓફ પ્રોગ્રેસ " અને "ઇન્ડિયા@75: આઇકોન્સ ઓફ ઇન્ડિયા" જેવા અન્ય શ્રેણીબદ્ધ ઓનલાઇન ફિલ્મોત્સવનું આયોજન પણ કરશે. ભારતમાં અન્ય દેશોના વિવિધ રાજદૂતોના કાર્યાલયોમાં ફિલ્મોના સ્ક્રીનિંગ માટે વિદેશ મંત્રાલય સાથે જોડાણમાં ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ (ડીએફએફ)નું આયોજન પણ કર્યું છે. એનએફએઆઈ 23થી 29 ઓગસ્ટ, 2021 સુધી એનએફએઆઈની વેબસાઇટ પર ક્લાસિક સિનેમા પર લાઇવ વર્ચ્યુઅલ ફિલ્મ પોસ્ટર પ્રદર્શન દ્વારા ફિલ્મપ્રેમીઓના સ્મરણો તાજાં કરશે.

બ્યૂરો ઓફ આઉટરિચ એન્ડ કમ્યુનિકેશન પણ આરઓબી દ્વારા 50થી વધારે ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામો મારફતે નુક્કડ નાટકો, સ્કિટ્સ, મેજિક શૉ, પપ્પેટ્રી (કઠપૂતળીના ખેલ), લોકસંગીત તેમજ સમગ્ર દેશમાં ગીત અને નાટક વિભાગ દ્વારા 1000 પીઆરટી દ્વારા લોકો સુધી પહોંચશે. ઉપરાંત બીઓસી બંધારણની રચના પર એક ઇબુકનું લોકાર્પણ પણ કરશે, જે એની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ઉત્સાહી વાંચકો માટે આ પુસ્તક માહિતીપ્રદ અને ઉપયોગી બની રહેશે. વળી અહીં સમગ્ર ભારતમાં પબ્લિકેશન ડિવિઝનના પુસ્તકોની ગેલેરી સાથે સંબંધિત સંબંધિત વિષયો પર રોમાંચક પુસ્તકો પણ જોવા મળશે.

યુવાનો મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રસપ્રદ પ્રવૃત્તિઓ, પ્રશ્રોત્તરી અને સ્પર્ધાઓની મજા પણ માણી શકે છે, તેમજ આઝાદીની લડાઈ અને નવા ભારતની ઓડિયોવિઝ્યુઅલ (દ્રશ્યશ્રાવ્ય) ઝાંખી પણ મેળવી શકે છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનિક વીકની ભવ્ય ઉજવણી માહિતી અને પ્રસારણ મંત્રાલય કરશે, જે યુવાન, નવા અને આઇકોનિક ભારતની આકાંક્ષાઓ અને સ્વપ્નો સાથે ભૂતકાળમાં આઝાદીની લડાઈના મૂલ્યો અને ઉજ્જવળ ગાથાઓનો સમન્વય પ્રસ્તુત કરશે.

WhatsApp Image 2021-08-22 at 5.16.38 PM.jpeg

 



(Release ID: 1748079) Visitor Counter : 441