પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઝાયડસ યુનિવર્સની વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત ‘ઝાયકોવ-ડી’ રસીને મંજૂરી ભારતના વિજ્ઞાનીઓના અભિનવ ઉત્સાહનું પ્રમાણ છેઃ પ્રધાનમંત્રી

Posted On: 20 AUG 2021 10:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઝાયડસ યુનિવર્સ માટે દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત રસી ‘ઝાયકોવ-ડી’ને મંજૂરી મળવી ભારતના વિજ્ઞાનીઓના નવોન્મેષી ઉત્સાહનું પ્રમાણ છે.

સીડીએસસીઓ ઈન્ડિયા ઈન્ફોના એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું, 
“ભારત પૂરેપૂરા જોશ સાથે કોવિડ-19 સામે લડી રહ્યું છે. @ZydusUniverseની દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત 'ZyCov-D' વેક્સિનને મંજૂરી ભારતના વિજ્ઞાનીઓના અભિનવ ઉત્સાહનું પ્રમાણ છે. વાસ્તવમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1747732) Visitor Counter : 110