પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 11 ઓગસ્ટના રોજ CIIની વાર્ષિક સભાને સંબોધિત કરશે

Posted On: 09 AUG 2021 10:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ની વાર્ષિક બેઠક 2021ને 11 ઓગસ્ટ 2021ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. મીટિંગની થીમ India@75 છે: સરકાર અને બિઝનેસ આત્મનિર્ભર ભારત માટે સાથે કામ કરે છે.

 CII વાર્ષિક બેઠક 2021 વિશે:

 CII વાર્ષિક બેઠક 2021 11-12 ઓગસ્ટના બે દિવસ દરમિયાન યોજાશે. શ્રી હેંગ સ્વી કીટ, નાયબ વડાપ્રધાન અને આર્થિક નીતિઓ માટે સંકલન મંત્રી, સિંગાપોર વિશેષ આંતરરાષ્ટ્રીય અતિથિ વક્તા તરીકે સંબોધન કરશે. આ કાર્યક્રમમાં ઘણા મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો અને ભારતીય ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744268) Visitor Counter : 208