આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે શાળાકીય શિક્ષણ માટે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2026 સુધી સમગ્ર શિક્ષા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી


રૂ. 2,94,283.04 કરોડનો નાણાંકીય ખર્ચ થશે જેમાં કેન્દ્રનો રૂ. 1,85,398.32 કરોડનો હિસ્સો સામેલ છે

આ યોજના અંતર્ગત 1.16 મિલિયન શાળા, 156 મિલિયન કરતાં વધારે વિદ્યાર્થીઓ અને સરકારી તેમજ સહાયતા પ્રાપ્ત શાળાઓના 5.7 મિલિયન શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે

Posted On: 04 AUG 2021 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પાંચ વર્ષના સમયગાળા માટે એટલે કે, વર્ષ 2021-22થી વર્ષ 2025-26 સુધી સમગ્ર શિક્ષા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. કેન્દ્રના રૂપિયા 1,85,398.32 કરોડના હિસ્સા સહિત કુલ રૂપિયા 2,94,283.04 કરોડના નાણાકીય ખર્ચ સાથેની આ યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

લાભો:

આ યોજના અંતર્ગત 1.16 મિલિયન શાળાઓ, 156 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ અને સરકારી તેમજ સહાયતા પ્રાપ્ત શાળાઓના 5.7 મિલિયન શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે (પ્રિ-પ્રાઇમરીથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી).

વિગતો:

સમગ્ર શિક્ષા યોજના શાળાકીય અભ્યાસ માટેની એકીકૃત યોજના છે જેમાં પ્રિ-સ્કૂલથી લઇને ધોરણ XII સુધીના તમામને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના શાળાકીય અભ્યાસને અવિરત પ્રવાહ તરીકે માને છે અને શિક્ષણ માટે ટકાઉક્ષમ વિકાસના લક્ષ્ય (SDG-4)ને અનરૂપ છે. આ યોજના ફક્ત RTE અધિનિયમના અમલીકરણને સમર્થન પૂરું નથી પાડતી પરંતુ, તે NEP 2020ની ભલામણોને અનુરૂપ પણ છે, જેથી તમામ બાળકોને સમાન અને સહિયારા વર્ગખંડના માહોલમાં સમાન શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય જે તેમની વિવિધ પૃષ્ઠભૂમિ, બહુભાષીય જરૂરિયાતો, વિવિધ શૈક્ષણિક સામર્થ્યોની સંભાળ રાખે છે અને શીખવાની પ્રક્રિયામાં તેમની સક્રિય સહભાગીતા સુનિશ્ચિત કરે છે.

યોજના હેઠળ પ્રસ્તાવ મૂકવામાં આવેલા શાળાકીય અભ્યાસના તમામ સ્તરોમાં મુખ્ય હસ્તક્ષેપોમાં શામેલ છે: (i) માળખાકીય સુવિધાના વિકાસ અને જાળવણી સહિત સાર્વત્રિક ઍક્સેસ; (ii) મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન, (iii) જાતિ અને સમાનતા; (iv) સર્વ સમાવેશી શિક્ષણ; (v) ગુણવત્તા અને આવિષ્કાર; (vi) શિક્ષકોના પગાર માટે આર્થિક સહાયતા; (vii) વિવિધ ડિજિટલ પહેલો; (viii) ગણવેશ, પાઠ્યપુસ્તકો વગેરે સહિત RTE અધિકારો; (ix) ECCE માટે સહાયતા; (x) રોજગારલક્ષી શિક્ષણ; (xi) રમતગમત અને શારીરિક શિક્ષણ; (xii) શિક્ષકોના શિક્ષણ અને તાલીમને વધુ મજબૂત બનાવવા; (xiii) દેખરેખ; (xiv) કાર્યક્રમ વ્યવસ્થાપન; અને (xv) રાષ્ટ્રીય ઘટક.

સુધારવામાં આવેલી સમગ્ર શિક્ષા યોજનામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કરવામાં આવેલી ભલામણોના આધારે નીચે ઉલ્લેખિત નવા હસ્તક્ષેપોને સામેલ કરવામાં આવ્યા છે:

  • યોજનાની પ્રત્યક્ષ પહોંચમાં વૃદ્ધિ કરવા માટે, તમામ બાળ કેન્દ્રિત હસ્તક્ષેપો IT આધારિત પ્લેટફોર્મ પર DBT માધ્યમ દ્વારા સમયાનુસર સીધા જ વિદ્યાર્થીઓને પૂરાં પાડવામાં આવશે.
  • આ યોજનામાં વિવિધ મંત્રાલયો/કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિકાસલક્ષી એજન્સીઓ સાથે અસરકારક સુશાસન આર્કિટેક્ચર (માળખું) રહેશે. રોજગાર લક્ષી શિક્ષણનું વિસ્તરણ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય અને કૌશલ્યો માટે ભંડોળ પૂરાં પાડતા અન્ય મંત્રાલયો સાથે એક કેન્દ્રિતામાં કરવામાં આવશે. શાળાઓ અને ITI તેમજ પોલિટેકનિકોની વર્તમાન માળખાકીય સુવિધાઓનો ઉપયોગ ફક્ત શાળાએ જતા બાળકો જ નહીં પરંતુ શાળાની બહાર રહેલા બાળકો માટે પણ તેમાં ઉપલબ્ધ સુવિધાઓના મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થાય તેવી રીતે કરવામાં આવશે.
  • આંગણવાડીના કામદારો અને ECCE શિક્ષકો માટે સેવા દરમિયાન શિક્ષક તાલીમ માટે માસ્ટર ટ્રેઇનર્સની તાલીમની જોગવાઇ.
  • ટિચિંગ લર્નિગ મટિરિયલ્સ (TLM), સ્વદેશી બનાવટના રમકડાં અને રમતો, રમત આધારિત પ્રવૃત્તિઓ માટે દર વર્ષે સરકારી શાળાઓમાં પ્રિ-પ્રાઇમરી વિભાગમાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 500ની જોગવાઇ.
  • દરેક બાળક વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાનમાં ધોરણ IIIના અંતે અને ધોરણ V કરતાં વધારે વિલંબમાં નહીં તેવી રીતે, ઇચ્છિત અભ્યાસની યોગ્યતાઓ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે NIPUN ભારત નામથી મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે રાષ્ટ્રીય મિશનની શરૂઆત આ યોજના અંતર્ગત કરવામાં આવી છે. તેમાં દર વર્ષે વિદ્યાર્થી દીઠ રૂ. 500 TML, શિક્ષકોના મેન્યુઅલ માટે શિક્ષક દીઠ રૂ. 150 અને મૂલ્યાંકન માટે જિલ્લા દીઠ રૂ. 10-20 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
  • માધ્યમિક શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવા માટે NCERT દ્વારા NISHTHA અતંર્ગત ચોક્કસ તાલીમ મોડ્યૂલો.
  • પ્રિ-પ્રાઇમરીથી લઇને ઉચ્ચતર માધ્યમિક સુધીના સ્તરમાં શાળાઓની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનાવવાની કામગીરી, અગાઉ પ્રિ-પ્રાઇમરી બાકાત રાખવામાં આવ્યું હતું.
  • તમામ કન્યા છાત્રાલયોમાં ઇન્સિનેરેટર (કચરો બાળવાના મશીન) અને સેનેટરી પેડ વેન્ડિંગ મશીનો.
  • વર્તમાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા પ્રવાહનો ઉમેરો કરવાના બદલે નવા વિષયોનો ઉમેરો.
  • પરિવહન સુવિધા માધ્યમિક સ્તર સુધી લંબાવવામાં આવી છે @ વાર્ષિક રૂ. 6000 સુધીના દરે.
  • શાળાની બહારના બાળકો માટે 16 અને 19 વર્ષની ઉંમરે SC, ST, દિવ્યાંગ બાળકોને સહાય પૂરી પાડવામાં આવશે. તેમને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક સ્તરનું શિક્ષણ NIOS/SOS દ્વારા પૂરું કરવા માટે પ્રત્યેક ધોરણ દીઠ દરેક વિદ્યાર્થીને રૂ. 2000 સુધીની સહાયતા આપવામાં આવશે.
  • રાજ્ય પંચને બાળકોના અધિકારોના રક્ષણ માટે નાણાકીય સહાય @ રાજ્યમાં રૂ. 50 પ્રતિ એલિમેન્ટરી સ્કૂલ, બાળકોના અધિકારોના રક્ષણ અને સલામતી માટે.
  • સર્વાંગી, 360 ડિગ્રી બહુ-પરિમાણીય અહેવાલ સર્વાંગી પ્રગતિ પત્રક (HPC)ના રૂપમાં લાવવામાં આવશે જેમાં દરેક અભ્યાસુ બાળકની પ્રગતિ/વિશિષ્ટતા જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને સાઇકોમોટર ક્ષેત્રમાં દર્શાવવામાં આવશે.
  • PARAKH, રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર (સર્વાંગી વિકાસ માટે કામગીરી, મૂલ્યાંકનો, સમીક્ષા અને જ્ઞાનના વિશ્લેષણો)ની પ્રવૃત્તિઓને સમર્થન.
  • જો કોઇપણ શાળાના ઓછામાં ઓછા 2 વિદ્યાર્થી ખેલો ઇન્ડિયા સ્કૂલ રમતોમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રક જીતે તો શાળાને રૂ. 25000 સુધીનું વધારાનું રમતગમત અનુદાન આપવામાં આવશે.
  • બેગલેસ દિવસો (પુસ્તકોના થેલા વગરના દિવસો), શાળા સુંકુલો, સ્થાનિક કારીગરો સાથે ઇન્ટર્નશીપ, અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર સંબંધિત સુધારાઓની જોગવાઇ સામેલ કરવામાં આવી છે.
  • શિક્ષકોના પગાર માટે સહાયતા ઉપરાંત શિક્ષકોની તાલીમ અને દ્વિભાષી પુસ્તકો અને અભ્યાસ શીખવાની સામગ્રીના ઘટકોમાં ભાષા શિક્ષકની નિયુક્તિનો એક નવા ઘટક તરીકે ઉમેરવામાં આવ્યો છે.
  • તમામ KGBVને ધોરણ XIIમાં અપગ્રેડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • ધોરણ IX થી XII સુધી (KGBV પ્રકાર IV) માટે હાલમાં અસ્તિત્વ ધરાવતી એકલ કન્યા છાત્રાલયોને દર વર્ષે રૂપિયા 40 લાખ સુધીની નાણાકીય સહાય વધારવામાં આવી (અગાઉ દર વર્ષે રૂ. 25 લાખ હતી).
  • સ્વ-રક્ષણના કૌશલ્યને સામેલ કરવા મટે ‘રાની લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ’ અંતર્ગત 3 મહિનાની તાલીમ અને દર મહિને રકમ રૂ. 3000 થી વધારીને રૂ. 5000 કરવામાં આવી.
  • CWSN છોકરીઓ માટે સ્ટાઇપેન્ડની અલગ જોગવાઇ @ 10 મહિના સુધી રૂ. 200 પ્રતિ માસ, તેમજ પ્રિ-પ્રાઇમરીથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી વિદ્યાર્થી ઘટક પણ.
  • CWSN માટે તાલુકા સ્તરે વાર્ષિક ઓળખ શિબિરોની જોગવાઇ @ રૂ. 10000 પ્રતિ શિબિર અને તાલુકા સંસાધન કેન્દ્રોને પુનર્વસન અને CWSNની વિશેષ તાલીમ માટે સુસજ્જ કરવાની જોગવાઇ.
  • નવા SCERTને સ્થાપિત કરવાની જોગવાઇ સામેલ કરવામાં આવી છે અને 31 માર્ચ 2020 સુધી જિલ્લાઓમાં નવા DIET બનાવવામાં આવ્યા છે.
  • વિવિધ સિદ્ધિ સર્વેક્ષણો માટે, પરીક્ષણ સામગ્રી અને આઇટમ બેન્કો વિકસાવવા માટે, વિવિધ હિતધારકોની તાલીમ અને પરીક્ષણના સંચાલન માટે, ડેટા એકત્રીકરણ વિશ્લેષણ અને રિપોર્ટ બનાવવા વગેરે કરવા માટે મૂલ્યાંકન સેલ જેમાં SCERT ખાતે પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • BRCs અને CRCs ના શૈક્ષણિક સહકારને પ્રિ-પ્રાઇમરી અને માધ્યમિક સ્તર સુધી પણ લંબાવવામાં આવ્યો છે.
  • રોજગારલક્ષી શિક્ષણ અંતર્ગત સહાય સરકારી સહાયતા મેળવતી શાળાઓ ઉપરાંત સરકારી શાળાઓ તેમજ અનુદાન/નોકરીની ભૂમિકા/ પ્રવેશ અને માંગ સાથે જોડાયેલ વિભાગો સુધી પણ લંબાવવામાં આવી છે.
  • આસપાસમાં અન્ય શાળાઓ માટે હબ તરીકે સેવા પૂરી પાડતી શાળાઓમાં રોજગારલક્ષી શિક્ષણ માટે વર્ગખંડ કમ વર્કશોપની જોગવાઈ. સ્પોક્સ તરીકે સેવા આપતી શાળાઓ માટે પરિવહન અને મૂલ્યાંકન ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
  • ICT પ્રયોગશાળાઓ, ડિજિટલ બોર્ડના સપોર્ટ સાથેના સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને DTH ચેનલોની જોગવાઇ પૂરી પાડવામાં આવી છે.
  • સરકારી અને સરકારની સહાયતા મેળવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે બાળકો પર દેખરેખની જોગવાઇ સમાવવામાં આવી છે.
  • દર વર્ષે 20% શાળાઓને આવરી લેતા સામાજિક ઓડિટ માટે સહાયતા જેથી તમામ શાળાઓને પાંચ વર્ષના સમયગાળામાં આવરી લેવામાં આવે.

 

અમલીકરણ વ્યૂહનીતિ અને લક્ષ્યાંકો:

આ યોજનાને કેન્દ્ર દ્વારા પ્રાયોજિક યોજના તરીકે એકલ રાજ્ય અમલીકરણ સોસાયટી (SIS) મારફતે રાજ્ય સ્તરે અમલમાં મૂકવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે, શિક્ષણ મંત્રીના નેતૃત્વ હેઠળ સંચાલન કાઉન્સિલ/સંગઠન અને શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવના નેતૃત્વમાં પરિયોજના માન્યતા બોર્ડ (PAB) છે. સંચાલન કાઉન્સિલ/સંગઠનને નાણાકીય અને કાર્યક્રમ લક્ષી ધોરણોમાં સુધારા કરવાના અધિકાર પ્રાપ્ત રહેશે અને તેઓ યોજનાના એકંદરે માળખામાં અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકાને માન્યતા આપશે. આવા સુધારાઓમાં શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે આવિષ્કારો અને હસ્તક્ષેપો સામેલ રહેશે.

યોજનાની પ્રત્યક્ષ પહોંચમાં વધારો કરવા માટે, તમામ બાળ કેન્દ્રિત હસ્તક્ષેપો સીધા જ વિદ્યાર્થીઓને IT આધારિત પ્લેટફોર્મ પર DBT માધ્યમથી સમયાનુસર આપવામાં આવશે.

આ યોજનામાં શાળા ઇકોસિસ્ટમના તમામ હિતધારકો એટલે કે, શિક્ષકો, શિક્ષકોને શીખવનારાઓ, વિદ્યાર્થીઓ, માતાપિતાઓ, સમુદાયો, શાળા સંચાલન સમિતિઓ, SCERT, DIET, BITE, તાલુકા સંસાધન વ્યક્તિઓ, ક્લસ્ટર સંસાધન વ્યક્તિઓ, ગુણવત્તા પૂરી પાડવા માટે સ્વયંસેવીઓ, સર્વ સમાવેશી અને સમાન શિક્ષણને સામેલ કરીને 1.16 મિલિયન શાળાઓ, 156 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ અને સરકારી તેમજ સહાયતા પ્રાપ્ત શાળાઓના 5.7 મિલિયનથી શિક્ષકો (પ્રિ-પ્રાઇમરીથી લઇને ઉચ્ચતર માધ્યમિક સુધી)ને સમાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ યોજનામાં વિવિધ મંત્રાલયો/ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિકાસલક્ષી એજન્સીઓ સાથે અસરકારક એક કેન્દ્રિત આર્કિટેક્ચર રહેશે. NEP 2020માં પરિકલ્પના કરવામાં આવી છે તેવી રીતે, વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ પર ખૂબ જ મોટાપાયે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૌશલ્ય અને ઉદ્યમશીલતા મંત્રાલય તેમજ કૌશલ્યો માટે ભંડોળ પૂરું પાડી રહેલા અન્ય મંત્રાલયો સાથે એક કેન્દ્રિતામાં રોજગારલક્ષી તાલીમનું વિસ્તરણ કરવામાં આવશે. શાળાઓ અને ITI તેમજ પોલિટેકનિકોની વર્તમાન માળખાકીય સુવિધાઓનો ઉપયોગ ફક્ત શાળાએ જતા બાળકો જ નહીં પરંતુ શાળાની બહાર રહેલા બાળકો માટે પણ તેમાં ઉપલબ્ધ સુવિધાઓના મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થાય તેવી રીતે કરવામાં આવશે.

 

મુખ્ય અસરો:

આ યોજનાનો ઉદ્દેશ શાળાકીય શિક્ષણની સાર્વત્રિક પહોંચ પૂરી પાડવાનો; વંચિત સમૂહો અને નબળા વર્ગોને સામેલ કરીને સમાનતાને પ્રોત્સાહન આપવાનો અને શાળાકીય શિક્ષણના તમામ સ્તરોએ શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નીચે ઉલ્લેખિત બાબતોમાં સહકાર પૂરો પાડવાનો છે:

  1. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020)ની ભલામણોનું અમલીકરણ;
  2. મફત અને ફરજિયાત શિક્ષણ (RTE) અધિનિયમ, 2009 માટે બાળકોના શિક્ષણના અધિકારનો અમલ કરવો;
  3. બાળપણના પ્રારંભિક સમયની સંભાળ અને શિક્ષણ;
  4. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર વિશેષ આગ્રહ;
  5. સર્વાંગી, એકીકૃત, સર્વ સમાવેશી અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રને વેગ આપવા માટે જેથી વિદ્યાર્થીઓમાં 21મી સદીના કૌશલ્યો દાખલ કરી કરી શકાય;
  6. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં ઉન્નતિની જોગવાઇ;
  7. શાળાકીય અભ્યાસમાં સામાજિક અને લૈંગિક અંતરાય દૂર કરવો;
  8. શાળાકીય શિક્ષણમાં તમામ સ્તરોએ સમાનતા અને સર્વ સમાવેશીતા સુનિશ્ચિત કરવી;
  9. શૈક્ષણિક સંશોધન અને તાલીમ માટે રાજ્ય કાઉન્સિલ (SCERTs)/શિક્ષણ અને તાલીમ માટે રાજ્ય શિક્ષણ સંસ્થાઓ અને જિલ્લા સંસ્થાઓ (DIET)ને શિક્ષકોની તાલીમ માટે નોડલ એજન્સી તરીકે તેનું મજબૂતીકરણ કરવું અને અપગ્રેડેશન કરવું.
  10. સલામત, સુરક્ષિત અને અનુકૂળ શૈક્ષણિક માહોલ સુનિશ્ચિત કરવો અને શાળાકીય જોગવાઈઓમાં ધોરણોની જાળવણી કરવી અને
  11. રોજગારલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવું.

 

આત્મનિર્ભર ભારત:

રાષ્ટ્રના વિકાસમાં મૂળભૂત કૌશલ્યોની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત એવી જાહેરાત કરવામાં આવી હતી કે, દેશમાં 2026-27 સુધીમાં દરેક બાળક ધોરણ 3 સુધીમાં આવશ્યક રીતે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત માટે રાષ્ટ્રીય મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન મિશન શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં, “સમજણ અને સંખ્યાજ્ઞાન સાથે વાંચનમાં નિપુણતા માટે રાષ્ટ્રીય પહેલ (NIPUN ભારત)”ની શરૂઆત સમગ્ર શિક્ષા અંતર્ગત 5 જુલાઇ 2021ના રોજ કરવામાં આવી છે.

જો પહેલાંથી ચાલી રહી હોય તો યોજનાની વિગતો અને પ્રગતિઃ

આ યોજનાનો અમલ આખા દેશમાં સમગ્રપણે શાળા શિક્ષણની ઉપલબ્ધતા અને ગુણવત્તા સુધારવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમર્થન  કરવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ભાગીદારીમાં કેન્દ્રીય સ્તરેથી પ્રાયોજિત યોજના તરીકે અમલ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર શિક્ષાની સિદ્ધિઓ નીચે મુજબ છેઃ

•    2018-2019થી 2020-2021 દરમિયાન, પ્રાથમિક, માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક સ્તરે 1160 શાળાઓને અદ્યતન બનાવવામાં આવી છે, 54 નવી નિવાસી શાળાઓ/છાત્રાલયો ખોલવામાં આવ્યાં છે, 41,180 શાળાઓનું માળખું મજબૂત બનાવવામાં આવ્યું છે (વધારાના વર્ગખંડો સહિત), 13.51 લાખ શાળાઓમાં પુસ્તકાલયની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, 13.14 લાખ શાળાઓમાં રમત-ગમતના સાધનો પૂરા પાડવામાં આવ્યાં છે, આઇસીટી અને ડિજિટલ પહેલો અંતર્ગત 12633 શાળાઓને આવરી લેવામાં આવી છે, 5579 શાળાઓને વ્યાવસાયિક શિક્ષણ અંતર્ગત આવરી લેવામાં આવી છે, 783 KGBVને ધોરણ આઠથી ધોરણ દસના સ્તર સુધી વિકસાવવામાં આવી છે, 925 KGBVને ધોરણ આઠથી ધોરણ બારના સ્તર સુધી વિસ્તારવામાં આવી છે, 11562 અલગ કન્યા શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

•    આ ઉપરાંત, 2018-2019 દરમિયાન, શાળાઓમાંથી 4.78 લાખ શાળાઓને પ્રાથમિક સ્તરે વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવી છે, 4.24 લાખ બાળકોને પરિવહન અને લાવવા-મૂકવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, RTE અધિનિયમની કલમ 12 (1)(સી) અંતર્ગત 16.76 લાખ બાળકોને આવરી લેવામાં આવ્યાં છે, 6.96 કરોડ બાળકોને વિનામૂલ્યે ગણવેશ આપવામાં આવ્યો છે, 8.72 કરોડ બાળકોને પ્રાથમિક સ્તરે વિનામૂલ્યે પાઠ્યપૂસ્તકો પૂરા પાડવામાં આવ્યાં છે, 14.58 લાખ શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે, 69173 શાળાઓએ કન્યાઓને સ્વ-રક્ષણની તાલીમ પૂરી પાડી છે, 3.79 લાખ CWSN કન્યાઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવી છે અને 23183 વિશેષ શિક્ષકોને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી છે.

•   વધુમાં, 2019-2020 દરમિયાન, શાળાઓમાંથી 5.07 લાખ શાળાઓને પ્રાથમિક સ્તરે વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવી છે, 6.78 લાખ બાળકોને પરિવહન અને લાવવા-મૂકવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, RTE અધિનિયમની કલમ 12 (1)(સી) અંતર્ગત 21.58 લાખ બાળકોને આવરી લેવામાં આવ્યાં છે, 6.89 કરોડ બાળકોને વિનામૂલ્યે ગણવેશ આપવામાં આવ્યો છે, 8.78 કરોડ બાળકોને પ્રાથમિક સ્તરે વિનામૂલ્યે પાઠ્યપૂસ્તકો પૂરા પાડવામાં આવ્યાં છે, 1.76 કરોડ બાળકોને ઉપાયારાત્મક શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, 28.84 લાખ શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે, 166528 શાળાઓએ કન્યાઓને સ્વરક્ષણની તાલીમ પૂરી પાડી છે, 3.22 લાખ CWSN કન્યાઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવી છે અને 24030 વિશેષ શિક્ષકોને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી છે.

•  વધુમાં, 2020-2021 દરમિયાન, શાળાઓમાંથી 3.23 લાખ શાળાઓને પ્રાથમિક સ્તરે વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવી છે, 2.41 લાખ બાળકોને પરિવહન અને લાવવા-મૂકવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, RTE અધિનિયમની કલમ 12 (1)(સી) અંતર્ગત 32.67 લાખ બાળકોને આવરી લેવામાં આવ્યાં છે, 6.57 કરોડ બાળકોને વિનામૂલ્યે ગણવેશ આપવામાં આવ્યો છે, 8.84 કરોડ બાળકોને પ્રાથમિક સ્તરે વિનામૂલ્યે પાઠ્યપૂસ્તકો પૂરા પાડવામાં આવ્યાં છે, 1.44 કરોડ બાળકોને ઉપાયાત્મક શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, 14.32 લાખ શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે, 81288 શાળાઓએ કન્યાઓને સ્વરક્ષણની તાલીમ પૂરી પાડી છે, 3.52 લાખ CWSN કન્યાઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવી છે અને 22990 વિશેષ શિક્ષકોને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી છે.

 

પૃષ્ઠભૂમિઃ

કેન્દ્રીય અંદાજપત્ર, 2018-19માં જાહેરાત કરવામાં આવી છે કે શાળા શિક્ષણને સર્વગ્રાહી રીતે ધ્યાન ઉપર લેવામાં આવશે અને પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 12 સુધી તેનું વિભાગીકરણ કરાશે નહીં. આ સંદર્ભમાં વિભાગે શાળા શિક્ષણ માટે સંકલિત યોજના બહાર પાડી છે અને 2018માં અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સર્વશિક્ષા અભિયાન (SSA), રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષક શિક્ષણ (TE)ને એકત્રિત કરીને તેનો સમાવેશ સમગ્રશિક્ષામાં કરી દેવામાં આવ્યો છે. આ યોજના શાળા શિક્ષણને સાતત્યપૂર્ણ અને શિક્ષણ માટેના ટકાઉ વિકાસ લક્ષ્યાંક (SDG-4) સાથે સુસંગત છે. આ યોજના માત્ર RTE કાયદાના અમલીકરણ માટે સમર્થન પૂરું પાડતી નથી પરંતુ તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણો સાથે પણ એકરૂપ છે, જે તમામ બાળકોને એકસમાન અને સમાવેશી વર્ગખંડ વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરે છે. તેમાં વૈવિધ્યપૂર્ણ પૃષ્ઠભૂમિ, બહુભાષીય જરૂરિયાતો, જુદી-જુદી શૈક્ષણિક ક્ષમતાઓ અને શિક્ષણ પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

 

SD/GP/JD



(Release ID: 1742381) Visitor Counter : 1416