પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુનેસ્કો દ્વારા કાકટીયા રામાપ્પા મંદિરને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી

Posted On: 25 JUL 2021 6:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો દ્વારા કાકટીયા રામાપ્પા મંદિરને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે લોકોને આ ભવ્ય મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનો પણ આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ યુનેસ્કોના એક ટ્વીટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું;

“ખૂબ સરસ! સૌને અભિનંદન, ખાસ કરીને તેલંગણાના લોકોને.

પ્રતિષ્ઠિત રામાપ્પા મંદિર મહાન કાકટીયા વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલને પ્રદર્શિત કરે છે. હું આપ સૌને આ ભવ્ય મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવા માટે આગ્રહ કરૂં છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

 (Release ID: 1738865) Visitor Counter : 143