પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવા મંત્રીઓ માટે લોકસભામાં પ્રધાનમંત્રી મોદીના પ્રારંભિક નિવેદનનો મૂળપાઠ
સૌએ ગર્વ કરવો જોઈએ કે ઘણી મહિલાઓ, અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિ સમુદાયના ઘણા લોકોએ મંત્રી તરીકે શપથ લીધા છે. કેટલાક નવા મંત્રીઓ ખેડૂતોના પુત્રો પણ છે અને અન્ય પછાત જાતિ સમુદાયોના પણ છે: પ્રધાનમંત્રી
એવું લાગે છે કે કેટલાક લોકો પચાવી શકતા નથી કે વધુ મહિલાઓ, અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ અને અન્ય પછાત જાતિ સમુદાયના સભ્યો મંત્રી બન્યા છે: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
19 JUL 2021 12:29PM by PIB Ahmedabad
માનનીય અધ્યક્ષજી,
હું વિચારી રહ્યો હતો કે આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે કેમ કે મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદો મંત્રી બની છે. આજે મને આનંદ થયો છે કે આપણા દલિત ભાઈઓ મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે. આનંદ થયો છે કે આજે આપણી અનુસૂચિત જનજાતિના બધા સાથી મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે, દરેકને આનંદ થશે.
માનનીય અધ્યક્ષજી,
આ વખતે ગૃહમાં આપણા સાથી સાંસદો જે ખેડૂત પરિવારના છે, ગ્રામીણ વાતાવરણના છે, સામાજિક-આર્થિક પછાત વર્ગ, અન્ય પછાત જાતિ સમાજના છે, તેઓને મોટી માત્રામાં મંત્રી પરિષદમાં તક મળી, તેમનો પરિચય કરવામાં આનંદ થયો હોત, જો દરેક બેંચમાંથી તેમને બેંચને થપથપાવીને સન્માનિત કરવામાં આવ્યા હોત. પરંતુ કદાચ દેશના દલિતો મંત્રી બન્યા, દેશની મહિલાઓ મંત્રી બની, દેશની અન્ય પછાત જાતિ મંત્રી બની, દેશના ખેડૂતોના પુત્રો મંત્રી બન્યા, કેટલાક લોકોને આ વાત ગમતી નથી અને તેથી તેઓ તેમના પરિચયને મંજૂરી આપતા નથી. અને આથી માનનીય અધ્યક્ષજી, મંત્રીમંડળના નવનિયુક્ત સભ્યોને લોકસભામાં Introduces સમજવામાં આવે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1736708)
મુલાકાતી સંખ્યા : 389
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam