પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય ડૉક્ટર સાથેના અફઘાનના રાજદૂતના અનુભવ પર ટ્વીટ કર્યું
તમારો અનુભવ ભારત-અફઘાન વચ્ચેના સંબંધોની સુવાસ ફેલાવે છેઃ પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
01 JUL 2021 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત શ્રી ફરિદ મામુન્દઝાયના ટ્વીટ પર ટિપ્પણી કરી હતી. રાજદૂતે તેમની મુલાકાત દરમિયાન એક ભારતીય ડૉક્ટર વિશે પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય ડૉક્ટરને ખબર પડી હતી કે, તેમના દર્દી ભારતમાં અફઘાનના રાજદૂત છે, ત્યારે તેમણે કહ્યું કે, તેઓ તેમના ભાઈનો ચાર્જ નહીં લે. આ ટ્વીટ હિંદીમાં હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અફઘાનના રાજદૂતે બયાન કરેલો આ પ્રસંગ ભારત-અફઘાનિસ્તાનનાં સંબંધોની સુગંધ ફેલાવે છે.
પ્રધાનમંત્રીએ અફઘાનના રાજદૂતને પંજાબના હરિપુરાની મુલાકાત લેવા કહ્યું હતું, જ્યાં તેમને આમંત્રણ મળ્યું હતું અને સાથે સાથે ગુજરાતના હરિપુરાની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું, જેનો પોતાનો આગવો ઇતિહાસ છે.
આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1731964)
आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam