સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત 18 થી 44 વર્ષના વ્યજૂથમાં રસીના 1 કરોડ કરતાં વધારે ડોઝ આપીને એક મોટું સીમાચિહ્ન પાર કર્યું
સતત 11મા દિવસે દૈનિક ધોરણે નવા સાજા થયેલાની સંખ્યા નવા નોંધાયેલા દર્દી કરતાં વધારે
સળંગ 8 દિવસથી દૈનિક નવા સંક્રમિતોનો આંકડો 3 લાખથી ઓછો નોંધાય છે
સાપ્તાહિક પોઝિટીવિટી દર ઘટીને 12.66% થયો
Posted On:
24 MAY 2021 11:52AM by PIB Ahmedabad
ભારતે કોવિડ-19 મહામારી સામેની જંગમાં આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ આધારચિહ્ન પાર કર્યું છે. દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના તબક્કા-3 અંતર્ગત 18 થી 44 વર્ષની વયજૂથના લાભાર્થીઓને 1 કરોડ કરતાં વધારે (1,06,21,235) ડોઝ આપવામાં આવ્યા છે. મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે ભારત સરકારે તૈયાર કરેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ અભિયાન એક મહત્વપૂર્ણ અભિન્ન આધારસ્તંભ છે. આ વ્યૂહનીતિમાં અન્ય મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણૂકનું પાલન સમાવિષ્ટ છે. દેશભરમાં 1 મે 2021થી ઉદારીકૃત અને પ્રવેગિત કોવિડ-19 રસીકરણ તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
અનુ. નંબર
|
રાજ્ય
|
કુલ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
4,082
|
2
|
આંધ્રપ્રદેશ
|
8,891
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
17,777
|
4
|
આસામ
|
4,33,615
|
5
|
બિહાર
|
12,27,279
|
6
|
ચંદીગઢ
|
18,613
|
7
|
છત્તીસગઢ
|
7,01,945
|
8
|
દાદરા અને નગર હવેલી
|
18,269
|
9
|
દમણ અને દીવ
|
19,802
|
10
|
દિલ્હી
|
9,15,275
|
11
|
ગોવા
|
30,983
|
12
|
ગુજરાત
|
6,89,234
|
13
|
હરિયાણા
|
7,20,681
|
14
|
હિમાચલ પ્રદેશ
|
40,272
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
37,562
|
16
|
ઝારખંડ
|
3,69,847
|
17
|
કર્ણાટક
|
1,97,693
|
18
|
કેરળ
|
30,555
|
19
|
લદાખ
|
3,845
|
20
|
લક્ષદ્વીપ
|
1,770
|
21
|
મધ્યપ્રદેશ
|
7,72,873
|
22
|
મહારાષ્ટ્ર
|
7,06,853
|
23
|
મણીપુર
|
9,110
|
24
|
મેઘાલય
|
23,142
|
25
|
મિઝોરમ
|
10,676
|
26
|
નાગાલેન્ડ
|
7,376
|
27
|
ઓડિશા
|
3,06,167
|
28
|
પુડુચેરી
|
5,411
|
29
|
પંજાબ
|
3,70,413
|
30
|
રાજસ્થાન
|
13,17,060
|
31
|
સિક્કિમ
|
6,712
|
32
|
તમિલનાડુ
|
53,216
|
33
|
તેલંગાણા
|
654
|
34
|
ત્રિપુરા
|
53,957
|
35
|
ઉત્તરપ્રદેશ
|
10,70,642
|
36
|
ઉત્તરાખંડ
|
2,20,249
|
37
|
પશ્ચિમ બંગાળ
|
1,98,734
|
કુલ
|
|
દેશભરમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 19.60 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 28,16,725 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 19,60,51,962 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,60,444 HCWs એ પ્રથમ ડોઝ અને 67,06,890 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,49,91,357 FLWs એ પ્રથમ ડોઝ અને 83,33,774 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 1,06,21,235 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 6,09,11,756 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 98,18,384 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,66,45,457 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,82,62,665 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
97,60,444
|
બીજો ડોઝ
|
67,06,890
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,49,91,357
|
બીજો ડોઝ
|
83,33,774
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
1,06,21,235
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
6,09,11,756
|
બીજો ડોઝ
|
98,18,384
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,66,45,457
|
બીજો ડોઝ
|
1,82,62,665
|
કુલ
|
|
દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.30% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
ભારતમાં સતત 11મા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધારે રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,02,544 દર્દીઓ સાજા થઇ ગયા છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,37,28,011 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 88.69% સુધી પહોંચી ગયો છે.
ભારતમાં નવા સાજા થયેલામાંથી 72.23% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.
અન્ય એક સકારાત્મક સુધારારૂપે, ભારતમાં સળંગ આઠ દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી જળવાઇ રહી છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસો અને નવા સાજા થયેલા કેસો વચ્ચેનો તફાવત આજે ઘટીને 80,229 થયો છે.
ભારતમાં દૈનિક નવા કેસ અને સાજા થયેલા કેસનો ચિતાર નીચે દર્શાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 2,22,315 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલામાંથી 81.08% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. એક દિવસમાં સર્વાધિક 35,483 નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે જ્યારે તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 26,672 કેસ નોંધાયા છે.
ભારતમાં સક્રિય કેસોની સ્થિતિમાં થતો ફેરફાર નીચે દર્શાવ્યો છે. 10 મે 2021ના રોજ સર્વોચ્ચ સંખ્યામાં સક્રિય કેસો બાદ તેમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 27,20,716 નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 84,683 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 10.17% છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 71.62% દર્દી 8 રાજ્યોમાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,28,127 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 33,05,36,064 છે. સંયુક્તરૂપે પોઝિટીવિટી દર આજે 8.09% નોંધાયો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર ઘટીને 12.66% થયો છે.
રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.14% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,454 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા મૃત્યુમાંથી 79.52% દર્દીઓ દસ રાજ્યમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (1,320) નોંધાયા છે. તે પછી, દૈનિક ધોરણે 624 દર્દીના મૃત્યુ સાથે કર્ણાટક છે.
18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર (1.14%) કરતાં ઓછો મૃત્યુદર છે.
18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર કરતાં વધારે મૃત્યુદર છે.
SD/GP/JD
(Release ID: 1721240)
Visitor Counter : 311
Read this release in:
Malayalam
,
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Kannada