સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સળંગ છઠ્ઠા દિવસે દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે


સતત ત્રીજા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 3 લાખ કરતાં ઓછી રહી

છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સર્વાધિક 20 લાખ પરીક્ષણો સાથે વિશ્વ વિક્રમ સ્થાપિત થયો

દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 13.31% થયો

આજદિન સુધીમાં 18 થી 44 વર્ષના વયજૂથમાં 64 લાખ કરતાં વધારે લાભાર્થીને રસી આપવામાં આવી

Posted On: 19 MAY 2021 12:28PM by PIB Ahmedabad

ભારતમાં સળંગ છઠ્ઠા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા પોઝિટીવ કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 3,89,851 દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં કુલ સાજા થનારાનો આંકડો વધીને આજે 2,19,86,363 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધીને 86.23% સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 74.94% દર્દીઓ દસ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RFTS.jpg

 

ભારતમાં સતત સકારાત્મક વલણ જળવાઇ રહ્યું હોવાથી, સતત ત્રીજા દિવસે નવા નોંધાયેલા કેસોનો આંકડો 3 લાખ કરતાં ઓછો રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 2,67,334 દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 74.46% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. એક દિવસમાં વધુ 33,059 નવા કેસ સાથે તમિલનાડુમાં દેશના સર્વાધિક દૈનિક કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, 31,337 નવા કેસ સાથે કેરળ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022JX0.jpg

 

બીજી તરફ વાત કરીએ તો, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 32,26,719 થયું છે.

છેલ્લા 24 કલાકમાં 1,27,046 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની ટકાવારી હવે 12.66% રહી છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 69.02% દર્દીઓ 8 રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PJGU.jpg

 

નીચે આપેલો આલેખ છેલ્લા એક મહિનામાં દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042HY0.jpg

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે (ભારતમાં એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પરીક્ષણ), જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 13.31% થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20.08 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે જે એક વિશ્વ વિક્રમ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005RZ8Y.jpg

 

દેશમાં આજદિન સુખીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 32 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006K5D5.jpg

 

નીચે આપેલો આલેખ ભારતમા હાથ ધરવામાં આવેલા પરીક્ષણોની સંખ્યામાં સતત થઇ રહેલી વૃદ્ધિનો ચિતાર આપે છે. એકંદરે પોઝિટીવિટી દર 7.96% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007U9W3.jpg

 

દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 18.58 કરોડ કરતાં વધારે નોંધાયો છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 27,10,934 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 18,58,09,302 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,73,684 HCWs એ પ્રથમ ડોઝ અને 66,59,125 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,45,69,669 FLWs એ પ્રથમ ડોઝ અને 82,36,515 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 64,77,443 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,80,46,339 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 93,51,036 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,48,16,767 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,79,78,724 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

96,73,684

બીજો ડોઝ

66,59,125

FLWs

પ્રથમ ડોઝ

1,45,69,669

બીજો ડોઝ

82,36,515

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

64,77,443

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,80,46,339

બીજો ડોઝ

93,51,036

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,48,16,767

બીજો ડોઝ

1,79,78,724

 

કુલ

18,58,09,302

SD/GP/JD


(Release ID: 1719863) Visitor Counter : 282