સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં સાજા થનારાની સંખ્યા 4 લાખ કરતાં વધારે નોંધાઇ

સળંગ બીજા દિવસે દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 3 લાખથી ઓછી

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોના ભારણમાં 1,63,232 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો

ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 18.44 કરોડ કરતાં વધારે થયો

આજદિન સુધીમાં 18 થી 44 વર્ષના વયજૂથના 66 લાખથી વધારે લાભાર્થીઓને રસી આપવામાં આવી

Posted On: 18 MAY 2021 1:27PM by PIB Ahmedabad

ભારતમાં તમામ આરોગ્ય સંભાળ અને અગ્ર હરોળના કર્મચારીઓના ફરજ પ્રત્યેના સમર્પણ અને અથાક પ્રયાસોના કારણે એક આધારચિહ્ન સિદ્ધિ રૂપે, દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં કોવિડમાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો 4 લાખ કરતાં વધારે નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,22,436 નોંધાઇ છે.

છેલ્લા 14 દિવસમાં દૈનિક ધોરણે દર્દીઓ સાજા થવાનો સરેરાશ આંકડો 3,55,944 કરતાં વધારે નોંધાયો છે. નીચે આપેલા આલેખમાં છેલ્લા 14 દિવસમાં દૈનિક ધોરણે દર્દીઓ સાજા થવાનો ચિતાર આપ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TKT6.jpg

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 2,63,533 છે.

સળંગ બીજા દિવસે ભારતમાં દૈનિક ધોરણે કોવિડના નવા નોંધાયેલા કેસની સંખ્યા 3 લાખ કરતાં ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 1,63,232 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં 13 માર્ચ 2021થી દૈનિક ધોરણે નવા કેસો અને નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં થતા ફેરફારનો ચિતાર નીચેના આલેખમાં આપ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZIB0.jpg

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને આજે 2,15,96,512 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 85.60% સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલામાંથી 75.77% દર્દીઓ દસ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003JD8Q.jpg

 

 

બીજી તરફ, ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે જે આજે ઘટીને 33,53,765 થઇ ગયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી આ આંકડો હવે 13.29% રહ્યો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાંથી 69.01% દર્દી 8 રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004VY21.jpg

 

દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 18.44 કરોડ કરતાં વધારે નોંધાયો છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 26,87,638 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 18,44,53,149 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,59,441 HCWs એ પ્રથમ ડોઝ અને 66,52,389 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,45,00,303 FLWs એ પ્રથમ ડોઝ અને 82,17,075 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 59,39,290 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,76,64,616 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 92,43,104 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,46,64,577 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,79,12,354 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

96,59,441

બીજો ડોઝ

66,52,389

FLWs

પ્રથમ ડોઝ

1,45,00,303

બીજો ડોઝ

82,17,075

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

59,39,290

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,76,64,616

બીજો ડોઝ

92,43,104

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,46,64,577

બીજો ડોઝ

1,79,12,354

 

કુલ

18,44,53,149

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.70% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0053ZCX.jpg

 

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 6,69,884 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને રસીકરણ કવાયતના તબક્કા-3નો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં આ વયજૂથમાં સમગ્ર દેશમાં 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 59,39,290 થઇ ગઇ છે.

કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 122મા દિવસે (17 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 15,10,418 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 14,447 સત્રોનું આયોજન કરીને 12,67,201 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,43,217 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 74.54% દર્દી દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સૌથી વધારે કેસ કર્ણાટકમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 38,603 દર્દી પોઝિટીવ આવ્યા છે જ્યારે તે પછીના ક્રમે તમિલનાડુમાં એક દિવસમાં વધુ 33,075 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006UBOG.jpg

 

હાલમાં રાષ્ટ્રીય મૃત્યુદર 1.10% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 4,329 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.98% દર્દી દસ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ (1000) નોંધાયા છે. તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 476 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0070JOX.jpg

આ ઉપરાંત, કોવિડ-19ના ડામવા માટે વિદેશમાંથી સહાયરૂપે પ્રાપ્ત થઇ રહેલી રાહત સામગ્રીને ઝડપથી મંજૂરી આપીને તાકીદના ધોરણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ મળીને, 11,321 ઓક્સિજન કોન્સન્ટ્રેટર; 15,801 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 7,470 વેન્ટિલેટર/Bi PAP અને રેમડેસિવીરની લગભગ 5.5 લાખ શીશીઓનો જથ્થો જમીન અને હવાઇમાર્ગે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.

SD/GP/JD

 (Release ID: 1719584) Visitor Counter : 127