પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી મનોજ દાસના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

Posted On: 28 APR 2021 9:11AM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શિક્ષણવિદ્દ, લોકપ્રિય કોલમિસ્ટ અને બહુપ્રતિભાશાળી લેખક શ્રી મનોજ દાસના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “શ્રી મનોજ દાસે એક પ્રસિદ્ધ શિક્ષણવિદ્દ, લોકપ્રિય કોલમિસ્ટ અને બહુપ્રતિભાશાળી લેખક તરીકે ખુદને સ્થાપિત કર્યા હતા. તેમણે અંગ્રેજી અને ઓડિયા સાહિત્યમાં સમૃદ્ધ યોગદાન આપ્યું. તેઓ શ્રી અરબિંદોના દર્શનના એક મુખ્ય અનુનાયી હતા. તેમના નિધનથી દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.”

 

                                                                                                             ********************

SD/GP/JD/PC


(Release ID: 1714504)