મંત્રીમંડળ

ભારતીય પ્રતિસ્પર્ધા પંચ (CCI) અને બ્રાઝિલ આર્થિક સંરક્ષણ માટે પ્રશાસનિક પરિષદ (CADE) વચ્ચે MoU

Posted On: 20 APR 2021 3:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે આજે, ભારતીય પ્રતિસ્પર્ધા પંચ (CCI) અને બ્રાઝિલ આર્થિક સંરક્ષણ માટે પ્રશાસનિક પરિષદ (CADE) વચ્ચે સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપી દીધી છે.

પ્રતિસ્પર્ધા અધિનિયમ, 2002ની કલમ 18, CCIને પોતાની ફરજો નિભાવવા માટે અથવા આ અધિનિયમ હેઠળ આવતા પોતાના કાર્યો કરવા માટે કોઇપણ વિદેશની કોઇપણ એજન્સી સાથે કોઇપણ પ્રકારનો કરાર કરવાની અનુમતિ આપે છે.

તદઅનુસાર, CCI દ્વારા નીચે ઉલ્લેખિત છ MoU કરવામાં આવ્યા છે:-

 

  1. સંઘીય વેપાર પંચ (FTC) અને ન્યાય વિભાગ (DOJ), USA
  2. મહાનિદેશક પ્રતિસ્પર્ધા, યુરોપીયન સંઘ
  3. સંઘીય એકાધિકાર વિરોધી સેવા, રશિયા
  4. ઑસ્ટ્રેલિયન પ્રતિસ્પર્ધા અને ગ્રાહક પંચ અને
  5. પ્રતિસ્પર્ધા બ્યૂરો, કેનેડા અને
  6. BRICS પ્રતિસ્પર્ધા સત્તામંડળ.

વર્તમાન પ્રસ્તાવ CCI અને CADE વચ્ચે આવા જ MoU પર હસ્તાક્ષર કરવા સાથે સંબંધિત છે.

********************

SD/GP/JD/PC

 

 (Release ID: 1712954) Visitor Counter : 30