પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફોન પર આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે સંવાદ કર્યો


બે શાહી સ્નાન પછી કુંભ પ્રતીકાત્મક રાખવા અનુરોધ કર્યો

સાધુ-સંતોના ખબરઅંતર પૂછ્યા

प्रविष्टि तिथि: 17 APR 2021 9:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે ટેલિફોન પર સંવાદ કર્યો અને તમામ સાધુ-સંતોની તબિયત વિશે પૂછ્યું. તેમણે સંત સમાજનો વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો કે બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે ત્યારે હવે કુંભ પ્રતીકાત્મક રાખવામાં આવે. આનાથી મહામારી સામેની લડાઈ વધુ મજબૂતીથી લડી શકાશે.

આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજીએ પણ પ્રધાનમંત્રીના અનુરોધ અંગે પ્રત્યુત્તર આપ્યો હતો અને શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં સ્નાન માટે ન આવવા માટે કહ્યું હતું અને સાથે તેમને કોવિડ સંબંધિત વ્યવહારોનું તથા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1712379) आगंतुक पटल : 315
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada