સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં રસીકરણનો કુલ આંકડો લગભગ 8 કરોડ સુધી પહોંચી ગયો
8 રાજ્યોમાં સતત દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ નોંધાઇ રહી છે
15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી
Posted On:
05 APR 2021 11:48AM by PIB Ahmedabad
ભારતમાં કોવિડ-19 વિરોધી જંગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, રસીકરણ અભિયાન અંતર્ગત આજે કુલ આપવામાં આવેલા રસીના ડોઝનો આંકડો 7.9 કરોડથી વધુ થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 12,31,148 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 7,91,05,163 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,09,353 HCWs (પ્રથમ ડોઝ), 53,43,493 HCWs (બીજો ડોઝ), 97,37,850 FLWs (પથમ ડોઝ) અને 41,33,961 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના 4,99,31,635 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 9,48,871 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
HCWs
|
FLWs
|
45 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
90,09,353
|
53,43,493
|
97,37,850
|
41,33,961
|
4,99,31,635
|
9,48,871
|
7,91,05,163
|
ભારતમાં રસીકરણ કવાયતના 79મા દિવસે (4 એપ્રિલ 2021ના રોજ) દેશમાં કોવિડ વિરોધી રસીના કુલ 16,38,464 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી, 21,508 સત્રો દરમિયાન 15,40,676 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 97,788 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 4 એપ્રિલ, 2021
|
HCWs
|
FLWs
|
45 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
1,470
|
9,461
|
2,665
|
16,547
|
15,36,541
|
71,780
|
15,40,676
|
97,788
|
આજદિન સુધીમાં, દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં પણ તીવ્ર ઉછાળો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખ કરતાં વધારે (1,03,558) નોંધાઇ છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબ આ આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં તીવ્ર ગતિ વધારો થઇ રહ્યો છે. દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા 81.90% કેસ આ આઠ રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 57,074 (55.11%) કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે છત્તીસગઢમાં વધુ 5,250 જ્યારે કર્ણાટકમાં નવા 4,553 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નીચે આપેલા આલેખમાં દર્શાવ્યા અનુસાર, બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 7,41,830 સુધી પહોંચી ગયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની ટકાવારી 5.89% થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 50,233 દર્દીઓનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
નીચે આપેલો આલેખ ભારતમાં સક્રિય કેસોની સંખ્યાનો ચિતાર આપે છે.
દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 75.88% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબમાં છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના કુલ સક્રિય કેસોના ભારણમાંથી લગભગ 58.23% દર્દીઓ છે.
પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા 1,80,449ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,16,82,136 નોંધાઇ હતી. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 92.8% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 52,847 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 478 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 84.52% દર્દીઓ આઠ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક દૈનિક મૃત્યુઆંક (222) નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 51 દર્દીનાં મૃત્યુ થયાં છે.
બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
SD/GP/JD
(Release ID: 1709621)
Visitor Counter : 345
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam