પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ
Posted On:
16 MAR 2021 7:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા સાથે ફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ બંને દેશોમાં કોવિડ-19 રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રોગચાળાનો અંત લાવવા માટે રસીના ઝડપી અને સમાન વિતરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ભારતના રસીકરણ અભિયાન વિશે પ્રધાનમંત્રી કોસ્ટાને ટૂંકમાં જાણકારી આપી હતી, તેમજ અત્યાર સુધી દુનિયાના 70થી વધારે દેશોને ભારતે આપેલા સાથસહકાર વિશે પણ માહિતગાર કર્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે, ભારત એની શ્રેષ્ઠ ક્ષમતા સાથે દુનિયાના અન્ય દેશોને રસીકરણના પ્રયાસોને ટેકો આપવાનું જાળવી રાખશે.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત-પોર્ટુગલ વચ્ચેના સંબંધોમાં આવેલી સકારાત્મક પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે સૌપ્રથમ ભારત-યુરોપિયન યુનિયન લીડર્સ બેઠક માટેની તૈયારીની સમીક્ષા પણ કરી હતી, જે મે, 2021માં પોર્ટોમાં પોર્ટુગલની અધ્યક્ષતામાં યોજાશે. પ્રધાનમંત્રી મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી કોસ્ટાની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ પોર્ટોમાં તેમને મળવા આતુર છે.
****
SD/GP/DK
(Release ID: 1705275)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam