સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
છેલ્લા એક મહિનામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોમાં ઘટાડો થયો
18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી સાજા થનારાઓની સંખ્યામાં સતત વૃદ્ધિ; કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1.06 કરોડ લગભગ 90 લાખ લોકોએ કોવિડ-19 વિરોધી રસી લીધી
Posted On:
17 FEB 2021 11:16AM by PIB Ahmedabad
ભારતમાં આજે કોવિડ-19ના કુલ સક્રિય કેસોની સંખ્યા 1.36 લાખ (1,36,549) રહી છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ માત્ર 1.25% રહ્યું છે.
એક નોંધપાત્ર સિદ્ધિરૂપે, છેલ્લા એક મહિનામાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં સક્રિય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 17 જાન્યુઆરી 2021ના રોજ મહારાષ્ટ્રમાં સક્રિય કેસોની સંખ્યા 53,163 હતી જે ઘટીને 17 ફેબ્રુઆરી 2021ના રોજ 38,307 થઇ ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે કોઇ દર્દીનું મૃત્યુ થયું હોય તેવો એકપણ કેસ નોંધાયો નથી. આમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, પુડુચેરી, હિમાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, મણીપુર, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), આસામ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે. આજે કુલ સાજા થનારાની સંખ્યા 1.06 કરોડ (1,06,44,858) નોંધાઇ છે. સાજા થવાનો દર 97.33% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11,833 દર્દીઓ સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે. સાજા થનારા દર્દીઓની વધુ સંખ્યા તેમજ નવા નોંધાતા કેસોની ઓછી સંખ્યાના કારણે સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 11,610 દર્દીઓ કોરોનાથી પોઝિટીવ નોંધાયા છે.
17 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત લગભગ 90 લાખ આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર 1,91,373 સત્રોમાં કુલ 89,99,230 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાં 61,50,922 HCW (1લો ડોઝ), 2,76,377 HCW (2જો ડોઝ) અને 25,71,931 FLW (1લો ડોઝ) સામેલ છે.
રસીકરણના 28 દિવસમાં જેમણે પ્રથમ ડોઝ લીધો હોય તેવા લાભાર્થીઓને 13 ફેબ્રુઆરી 2021થી કોવિડ-19 વિરોધી રસીનો બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીઓ
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
3,847
|
182
|
4,029
|
2
|
આંધ્રપ્રદેશ
|
3,66,523
|
24,142
|
3,90,665
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
16,613
|
1,574
|
18,187
|
4
|
આસામ
|
1,30,058
|
5,361
|
1,35,419
|
5
|
બિહાર
|
4,96,988
|
13,497
|
5,10,485
|
6
|
ચંદીગઢ
|
9,756
|
252
|
10,008
|
7
|
છત્તીસગઢ
|
2,96,308
|
6,682
|
3,02,990
|
8
|
દાદરા અને નગર હવેલી
|
3,175
|
70
|
3,245
|
9
|
દમણ અને દીવ
|
1,308
|
94
|
1,402
|
10
|
દિલ્હી
|
2,14,646
|
6,579
|
2,21,225
|
11
|
ગોવા
|
13,147
|
354
|
13,501
|
12
|
ગુજરાત
|
6,95,628
|
15,809
|
7,11,437
|
13
|
હરિયાણા
|
2,01,098
|
4,773
|
2,05,871
|
14
|
હિમાચલ પ્રદેશ
|
84,225
|
2,907
|
87,132
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
1,59,765
|
2,501
|
1,62,266
|
16
|
ઝારખંડ
|
2,24,005
|
5,408
|
2,29,413
|
17
|
કર્ણાટક
|
5,05,157
|
28,901
|
5,34,058
|
18
|
કેરળ
|
3,75,441
|
12,815
|
3,88,256
|
19
|
લદાખ
|
3,421
|
228
|
3,649
|
20
|
લક્ષદ્વીપ
|
1,809
|
115
|
1,924
|
21
|
મધ્યપ્રદેશ
|
5,76,610
|
0
|
5,76,610
|
22
|
મહારાષ્ટ્ર
|
7,31,537
|
9,294
|
7,40,831
|
23
|
મણીપુર
|
28,579
|
459
|
29,038
|
24
|
મેઘાલય
|
17,889
|
337
|
18,226
|
25
|
મિઝોરમ
|
12,330
|
227
|
12,557
|
26
|
નાગાલેન્ડ
|
15,025
|
1,209
|
16,234
|
27
|
ઓડિશા
|
4,17,881
|
10,590
|
4,28,471
|
28
|
પુડુચેરી
|
6,627
|
330
|
6,957
|
29
|
પંજાબ
|
1,09,911
|
2,041
|
1,11,952
|
30
|
રાજસ્થાન
|
6,22,374
|
14,647
|
6,37,021
|
31
|
સિક્કિમ
|
8,991
|
157
|
9,148
|
32
|
તમિલનાડુ
|
2,80,892
|
9,356
|
2,90,248
|
33
|
તેલંગાણા
|
2,79,497
|
53,350
|
3,32,847
|
34
|
ત્રિપુરા
|
73,924
|
1,491
|
75,415
|
35
|
ઉત્તરપ્રદેશ
|
9,16,568
|
18,394
|
9,34,962
|
36
|
ઉત્તરાખંડ
|
1,19,060
|
2,666
|
1,21,726
|
37
|
પશ્ચિમ બંગાળ
|
5,46,433
|
10,017
|
5,56,450
|
38
|
અન્ય
|
1,55,807
|
9,568
|
1,65,375
|
|
કુલ
|
87,22,853
|
2,76,377
|
89,99,230
|
રસીકરણ કવાયતના 32મા દિવસે (16 ફેબ્રુઆરી 2021) કુલ 7,001 સત્રોમાં રસીના 2,76,943 ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આમાંથી 1,60,691 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 1,16,252 HCWને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
ભારતમાં કુલ રસી લેનારા લાભાર્થીઓમાંથી 57.8% લોકો 8 રાજ્યોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 10.4% (9,34,962) લોકોને રસી આપવામાં આવી છે.

16 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 4 વાગ્યા સુધીની સ્થિતિ અનુસાર, રસી આપ્યા પછી દાખલ કરવામાં આવ્યા હોય તેવા 36 કેસ અને મૃત્યુ પામ્યા હોય તેવા 29 કેસ નોંધાયેલા છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 36 દર્દીઓમાંથી, 22 દર્દીને સારવાર આપ્યા પછી રજા આપવામાં આવી છે અને 2 દર્દી હાલમાં સારવાર હેઠળ છે તેમજ 12 દર્દીનું મૃત્યુ થયું છે. 29 મૃત્યુમાંથી, 17 દર્દીઓ હોસ્પિટલની બહાર મૃત્યુ પામ્યા છે જ્યારે 12 દર્દીઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.

નવા સાજા થયેલામાંથી 81.15% દર્દીઓ 6 રાજ્યોમાંથી નોંધાયા છે.
દેશભરમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ દર્દી સાજા થયા છે અહીં નવા 5,439 દર્દીની રિકવરી નોંધાઇ છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 2,700 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 470 દર્દી સાજા થયા છે.

દૈનિક ધોરણે નવા નોંધાયેલા 86.15% કેસ6 રાજ્યોમાંથી છે.
દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ કેરળમાં નોંધાયા છે. એક દિવસમાં અહીં વધુ 4,937 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 3,663 અને તમિલનાડુમાં નવા 451 દર્દી નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 100 દર્દી મૃત્યુ પામ્યા છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા મૃત્યુમાંથી 81.00% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 39 દર્દી મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, કેરળમાં દૈનિક ધોરણે વધુ 18 અને તમિલનાડુમાં વધુ 7 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

SD/GP/JD
****
(Release ID: 1698625)
|