સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો; આજે કુલ આંકડો ઘટીને 1.35 લાખ થયો


4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી

75 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

ભારત 7 મિલિયનથી વધારે લોકોનું સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ

Posted On: 12 FEB 2021 10:53AM by PIB Ahmedabad

ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોધાઇ રહ્યો હોવાથી આજે આ આંકડો 1.35 લાખ (1,35,926) થઇ ગયો છે.

દેશમાં નોંધાયેલા કુલ પોઝિટવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા ઘટીને માત્ર 1.25% રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દૈનિક ધોરણે સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડા તરફી વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018SFS.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા સંક્રમિત કેસોના વિતરણનો આલેખ દર્શાવે છે કે માત્ર એક જ રાજ્યમાં 1000થી વધારે નવા કેસો નોંધાયા છે જ્યારે બાકીના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 1000 કરતાં ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી. આમા દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદાખ, ત્રિપુરા તેમજ આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00205ZR.jpg

 

વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકનું વિતરણ દર્શાવે છે કે, મૃત્યુઆંકમાં દરરોજ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમા 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક મૃત્યુઆંક 1-5 સુધીનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZSZH.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 9,309 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. સમાન સમયગાળામાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15,858 નોંધાઇ છે.

રાષ્ટ્રીય સાજા થવાનો દર (97.32%) સતત વૈશ્વિક સ્તરે સર્વાધિક દર ધરાવતા દેશોમાં જળવાઇ રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિના કારણે રાષ્ટ્રીય સાજા થવાનો દર પણ પ્રગતીપૂર્ણ રીતે સુધરી રહ્યો છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,05,89,230 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે હાલમાં 1,04,53,304 છે.

દેશમાં 12 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 75 લાખથી વધારે (75,05,010) લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત રસી આપવામાં આવી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,454

2

આંધ્રપ્રદેશ

3,43,813

3

અરુણાચલ પ્રદેશ

14,322

4

આસામ

1,17,607

5

બિહાર

4,48,903

6

ચંદીગઢ

7,374

7

છત્તીસગઢ

2,33,126

8

દાદરા અને નગર હવેલી

2,698

9

દમણ અને દીવ

1,030

10

દિલ્હી

1,62,596

11

ગોવા

11,391

12

ગુજરાત

6,45,439

13

હરિયાણા

1,90,390

14

હિમાચલ પ્રદેશ

72,191

15

જમ્મુ અને કાશ્મીર

93,570

16

ઝારખંડ

1,74,080

17

કર્ણાટક

4,77,005

18

કેરળ

3,33,560

19

લદાખ

2,761

20

લક્ષદ્વીપ

920

21

મધ્યપ્રદેશ

4,87,271

22

મહારાષ્ટ્ર

6,08,573

23

મણીપુર

15,944

24

મેઘાલય

11,642

25

મિઝોરમ

11,046

26

નાગાલેન્ડ

8,371

27

ઓડિશા

3,83,023

28

પુડુચેરી

4,780

29

પંજાબ

97,668

30

રાજસ્થાન

5,90,990

31

સિક્કિમ

8,316

32

તમિલનાડુ

2,11,762

33

તેલંગાણા

2,70,615

34

ત્રિપુરા

59,438

35

ઉત્તરપ્રદેશ

7,63,421

36

ઉત્તરાખંડ

97,618

37

પશ્ચિમ બંગાળ

4,53,303

38

અન્ય

84,999

અન્ય

75,05,010

 

કુલ 75,05,010 લાભાર્થીઓને રસીકરણ કવાયત હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેમાંથી 58,14,976 આરોગ્ય સંભાળ કર્મચારી (HCW) અને 16,90,034 અગ્ર હરોળના કર્મચારી (FLW) છે. રસીકરણ માટે આજદિન સુધીમાં કુલ 1,54,370 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. 70 લાખ (7 મિલિયન)થી વધારે લોકોને રસીકરણના ચિહ્ન સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ ભારત છે.

27મા દિવસે (11 ફેબ્રુઆરી 2021) રસીકરણ કવાયત હેઠળ કુલ 11,314 સત્રોમાં 4,87,896 લાભાર્થીઓ (HCW- 1,09,748 અને FLW- 3,78,148)ને રસી આપવામાં આવી હતી.

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

કુલ લાભાર્થીઓમાંથી 69% લોકો 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10.2% (7,63,421) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004563A.jpg

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 86.89% કેસ 6 રાજ્યોમાંથી નોંધાયા હતા.

નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર (6,107) સૌથી ટોચના સ્થાને છે જ્યારે તે પછીના ક્રમે કેરળ (5,692) અને છત્તીસગઢ (848) છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050CZW.jpg

નવા નોંધાયેલા 79.87% કેસ 6 રાજ્યોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,281 નવા કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 652 અને 481 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006E91D.jpg

છેલ્લા 24 કલાકમાં વધુ 87 દર્દીઓ સમગ્ર દેશમાં મૃત્યુ પામ્યા છે. નવા મૃત્યુઆંકમાં 75.86% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 25 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007X8ZQ.jpg

SD/GP/JD

 

*****



(Release ID: 1697335) Visitor Counter : 205