પ્રધાનમંત્રીનું કાર્યાલય

પડોશી રાષ્ટ્રોના વડાઓએ પ્રધાનમંત્રી અને ભારત સરકારને કોવિડ-19 સામે સફળતાપૂર્વક રસીકરણ કવાયત શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 18 JAN 2021 5:22PM by PIB Ahmedabad

પડોશી રાષ્ટ્રોના વડાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારને કોવિડ-19 સામે 16 જાન્યુઆરી 2021ના રોજ સફળતાપૂર્વક રસીકરણ કવાયત શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

 

 

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષેએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “#COVID19 રસી આપવાનું સફળતાપૂર્વક શરૂ કરવા બદલ અને મિત્ર પડોશી રાષ્ટ્રો પ્રત્યે ઉમદા ભાવના રાખવા બદલ હું પ્રધાનમંત્રી શ્રી @narendramodi ને હૃદયથી અભિનંદન પાઠવું છું.”શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી મહિન્દા રાજપક્ષેએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “#COVID19 રસીકરણની મહા કવાયત શરૂ કરીને આ મહત્વપૂર્ણ પગલું ભરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi અને ભારત સરકારને ખૂબ જ અભિનંદન. અમે આ વિનાશકારી મહામારીના અંતની શરૂઆત જોઇ રહ્યાં છીએ.”

 

 

માલદીવ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ શ્રી ઇબ્રાહીમ મોહંમદ સોહિલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ભારતની સમગ્ર વસ્તીને કોવિડ-19 સામે રસી આપવા માટે આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમનો પ્રારંભ કરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi અને ભારત સરકારને અભિનંદન. મને પૂર્ણ વિશ્વાસ છે કે, તમે આ પ્રયાસમાં સફળ થશો અને છેવટે અમને કોવિડ-19નો અંત દેખાઇ રહ્યો છે.”

 

 

ભૂતાનના પ્રધાનમંત્રી ડૉ. લોતાય શેરિંગે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “હું પ્રધાનમંત્રી @narendramodi અને ભારત સરકારને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો આજથી પ્રારંભ કરવા બદલ અભિનંદન પાઠવું છુ. અમને આશા છે કે, તમામ દુઃખોનો અંત લાવવા માટે આ બાબત અમારી સમક્ષ એક જવાબ રૂપે આવી છે અને આપણે આ મહામારીનો અંત લાવી શક્યા છીએ.”

 

 

SD/GP


(Release ID: 1689793) Visitor Counter : 225