પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ ભારતરત્ન એમજીઆરને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 17 JAN 2021 2:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. એમજી રામચંદ્રનને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એમજીઆર ફિલ્મના પડદાથી લઈને રાજકીય મંચ પર લોકોના હૃદય પર રાજ કરતા હતા. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાતમાં કેવડિયા સુધી આઠ જુદી જુદી ટ્રેનનો શુભારંભ કર્યો હતો અને ગુજરાતમાં રેલવે સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પુરુચી થલાઇવર ડો. એમજી રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી શરૂ થઈને કેવડિયા આવતી એક ટ્રેનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારતરત્ન એમજીઆરને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ફિલ્મના પડદાથી લઈને રાજકીય મંચ પર એમની સફળતા અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એમજીઆરની રાજકીય સફર ગરીબો પ્રત્યે પ્રતિબદ્ધ હતી અને તેમણે વંચિતોના જીવનનો ઉત્થાન કરવા માટે અવિરતપણે કામ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અમે એમના આદર્શોને પૂર્ણ કરવા કામ કરીએ છીએ. તેમણે એમજીઆરના નામે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને એમનું નામ આપીને દેશ એમનો ઋણ હોવાનું જણાવ્યું હતું.

 

SD/GP/BT

 


(Release ID: 1689562) Visitor Counter : 154