સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

#LargestVaccineDrive


વિશ્વની સૌથી મોટી કોવિડ-19 રસીકરણ કવાયતના પ્રારંભ સાથે ભારત માટે ઐતિહાસિક દિવસ અંકિત થયો

ભારતમાં કુલ કેસમાંથી સક્રિય કેસનું ભારણ ઘટીને માત્ર 2% રહ્યું

Posted On: 16 JAN 2021 11:37AM by PIB Ahmedabad

દેશ માટે આજે કોવિડ-19 મહામારી સામેની જંગમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ અંકિત થયો છે કારણ કે ભારતે આજથી વિશ્વની સૌથી મોટી કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કર્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સવારે 10.30 કલાકે સમગ્ર દેશમાં રસીકરણ કવાયતનો પ્રારંભ કરાવ્યો છે.

ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ પણ વધુ ઘટ્યું છે (2,11,033) જેથી કુલ નોંધાયેલા કેસમાંથી માત્ર 2% સક્રિય કેસ રહ્યાં છે. અગાઉ 29 જૂન 2021ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 2,10,120 હતી.

કુલ સાજા થયેલા દર્દીઓની ટકાવારી પણ 96%ના મહત્વપૂર્ણ આંકથી વધીને 96.56% થઇ ગઇ છે.

આજે કુલ સક્રિય કેસની સંખ્યા 2,11,033 રહી છે જેમને હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલોમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 1 કરોડથી વધુ (1,01,79,715) છે.

સાજા થવાના દરમાં પ્રગતીપૂર્વક અને એકધારો વધારો નોંધાઇ રહ્યો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ હાલમાં વધીને 99,68,682 થઇ ગયો છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી 25 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ સક્રિય કેસની સંખ્યા 5,000 કરતાં ઓછી રહી છે. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસનું ભારણ કુલ સક્રિય કેસમાંથી માત્ર 15% છે.

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની વિગતો નીચે પ્રમાણે છે.

નવા સાજા થયેલા કેસમાંથી 81.94% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 4,603 નવા કેસ સાજા થયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં સૌથી નવા સાજા થયેલા કેસ મામલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ અગ્રેસર છે જ્યાં અનુક્રમે 3,500 અને 1009 નવા કેસ સાજા થયેલા નોંધાયા છે.

નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસમાંથી 80.81% દર્દીઓ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં સતત સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 5,624 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વધુ 3,145 અને પશ્ચિમ બંગાળમાં નવા 708 દર્દી નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 175 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 69.14% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (45) મૃત્યુ નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં અનુક્રમે વધુ 23 અને 16 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

 

SD/GP/BT


(Release ID: 1689056) Visitor Counter : 252