પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 17 જાન્યુઆરીના રોજ દેશના વિવિધ વિસ્તારો સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સીધું રેલવે જોડાણની સુવિધા આપતી આઠ ટ્રેનનો શુભારંભ કરશે
પ્રધાનમંત્રી ગુજરાતમાં રેલવે ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય કેટલાંક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે
Posted On:
15 JAN 2021 4:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના વિવિધ વિસ્તારોને કેવડિયા સાથે જોડતી આઠ ટ્રેનનો શુભારંભ કરશે. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે સીધા જોડાણની વ્યવસ્થા પૂરી પાડશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં રેલવે ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય કેટલાંક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી ડભોઈ – ચાંદોદ ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત રેલવે લાઇન, ચાંદોદ – કેવડિયાની નવી બ્રોડ ગેજ રેલવે લાઇન, નવા ઇલેક્ટ્રિફાઇડ પ્રતાપનગર – કેવડિયા સેક્શનનું તેમજ ડભોઈ, ચાંદોદ અને કેવડિયાના નવા સ્ટેશનના બિલ્ડિંગોનું પણ ઉદ્ઘાટન કરશે. આ બિલ્ડિંગોની ડિઝાઇન સ્થાનિક ખાસિયતો અને આધુનિક પેસેન્જર સુવિધાઓ સાથે સુંદર રીતે કરવામાં આવી છે. કેવડિયા સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે. આ તમામ પ્રોજેક્ટ કેવડિયાની આસપાસ જનજાતિ વિસ્તારોમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપશે, મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન ધર્મસ્થાનો સાથે જોડાણને પ્રોત્સાહન આપશે, જે નર્મદા નદીના કિનારે સ્થિત છે તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને વેગ મળશે. આ રીતે સંપૂર્ણ વિસ્તારની સામાજિક-આર્થિક વિકાસને પ્રેરકબળ મળશે તેમજ રોજગારીની નવી તકો ઊભી કરવામાં અને વ્યાવસાયિક તકો પેદા કરવામાં મદદ પણ મળશે.
પ્રધાનમંત્રી શુભારંભ કરાવશે એ આઠ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
ક્રમ
|
ટ્રેન નંબર
|
સ્ટેશનથી
|
સ્ટેશન સુધી
|
ટ્રેનનું નામ અને ફ્રીક્વન્સી
|
1
|
09103/04
|
કેવડિયા
|
વારાણસી
|
મહાત્મા એક્સપ્રેસ (સાપ્તાહિક)
|
2
|
02927/28
|
દાદર
|
કેવડિયા
|
દાદર – કેવડિયા એક્સપ્રેસ (ડેઇલી)
|
3
|
09247/48
|
અમદાવાદ
|
કેવડિયા
|
જનશતાબ્દી એક્સપ્રેસ (ડેઇલી)
|
4
|
09145/46
|
કેવડિયા
|
એચ. નિઝામુદ્દીન
|
નિઝામુદ્દીન – કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (અઠવાડિયામાં બે વાર)
|
5
|
09105/06
|
કેવડિયા
|
રેવા
|
કેવડિયા – રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
|
6
|
09119/20
|
ચેન્નાઈ
|
કેવડિયા
|
ચેન્નાઈ – કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
|
7
|
09107/08
|
પ્રતાપનગર
|
કેવડિયા
|
મેમુ ટ્રેન (ડેઇલી)
|
8
|
09109/10
|
કેવડિયા
|
પ્રતાપનગગર
|
મેમુ ટ્રેન (ડેઇલી)
|
જન શતાબ્દી એક્સપ્રેસમાં લેટેસ્ટ “વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ” પ્રદાન કરવામાં આવ્યાં છે, જે અંદરથી બહારનો સુંદર નજારો પ્રદાન કરશે.
SD/GP/BT
(Release ID: 1689010)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam