સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે દૈનિક નવા કેસની સરખામણીએ દૈનિક નવા સાજા થનારા કેસની વધુ સંખ્યા સાથે સક્રિય કેસનું ભારણ ઘટાડવાની દિશામાં આગેકૂચ જાળવી રાખી


નવા ફક્ત 16,375 કેસના ઉમેરા સાથે સળંગ છેલ્લા 24 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે

વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 58 થઇ

Posted On: 05 JAN 2021 11:32AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે અને આજે આંકડો ઘટીને 2,31,036 થયો છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 2.23% રહી છે.

સતત છેલ્લા 39 દિવસથી નવા કેસની સરખામણીએ નવા સાજા થનારા કેસની વધારે સંખ્યા નોંધાતી હોવાથી શક્ય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29,091 નોંધાઇ છે જ્યારે નવા પોઝિટીવ કેસની સંખ્યા ફક્ત 16,375 નોંધાઇ છે અને પરીક્ષણોની સંખ્યાનું સ્તર પણ એકધારું જળવાઇ રહ્યું છે (છેલ્લા 24 કલાકમાં 8,96,236 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે). છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 12,917 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં દૈનિક ધોરણે નવા સંક્રમિત કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

સૌપ્રથમ વખત યુકેમાંથી મળી આવેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપના કારણે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 58 સુધી પહોંચી છે.

 

નવા વાયરસથી સંક્રમિત 20 નવા કેસ પૂણે સ્થિત NIV ખાતે ઓળખી કાઢવામાં આવ્યા છે.

 

INSACOGની બેંગલુરુ સ્થિત NCBS, InSTEM, હૈદરાબાદ સ્થિત CDFD, ભૂવનેશ્વર સ્થિત ILS અને પૂણે સ્થિત NCCS લેબોરેટરીમાં આજદિન સુધીમાં નવા મ્યૂટન્ટ વાયરસ મળ્યા નથી.  

 

 

અનુક્રમ

સંસ્થા/ લેબોરેટરી

કોની નીચે કામ કરે છે

નવા કોવિડ વાયરસથી સંક્રમિત મળી આવેલા દર્દીઓની સંખ્યા

1

નવી દિલ્હી સ્થિત NCDC

MoHFW

8

2

નવી દિલ્હી સ્થિત IGIB

CSIR

11

3

NIBMG કલ્યાણી (કોલકાતા)

DBT

1

4

પૂણે સ્થિત NIV

ICMR

25

5

હૈદરાબાદ સ્થિતCCMB

CSIR

3

6

બેંગલુરુ સ્થિત NIMHANS

MoHFW

10

કુલ

58

 

 

આ તમામ પોઝિટીવ દર્દીઓના નમૂનાનું દેશમાં 10 INSACOG લેબોરેટરી (NIBMG કોલકાતા, ILS ભૂવનેશ્વર, NIV પૂણે, CCS પૂણે, CCMB હૈદરાબાદ, CDFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS બેંગલુરુ, IGIB દિલ્હી, NCDC દિલ્હી) ખાતે જીનોમ શ્રૃંખલા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નવા વાયરસથી સંક્રમિત મળી આવેલા તમામ દર્દીઓને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આરોગ્ય સંભાળ સુવિધાઓ ખાતે એક અલગ રૂમમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નીકટવર્તી સંપર્કોને પણ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. સહ-મુસાફરો, તેમના પારિવારિક સંપર્કો અને અન્ય લોકોનું પણ સઘન અને વ્યાપક સંપર્ક ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય નમૂના માટે પણ જીનોમ શ્રૃંખલાનું કામ ચાલી રહ્યું છે.

સમગ્ર પરિસ્થિતિ કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ છે અને ઉન્નત દેખરેખ, કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને INSACOG લેબોરેટરીઓને નમૂના રવાના કરવા અંગેની સલાહો નિયમિત ધોરણે રાજ્યોને આપવામાં આવી રહી છે.

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 કરોડની લગભગ નજીક પહોંચી ગયો છે. આજે કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 99.75 લાખ કરતાં વધારે (99,75,958) નોંધાઇ છે. તેના કારણે સાજા થવાનો દર પણ વધીને 96.32% થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં નવા 29,091 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

દેશમાં નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 82.62% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 10,362 દર્દીઓ સાજા થઇ ગયા છે. ઉપરાંત, કેરળમાં નવા 5,145 દર્દી સાજા થયા છે જ્યારે છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 1,349 દર્દી સાજા થયા છે.

નવા નોંધાયેલા કુલ કેસમાંથી 80.05% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4,875 કેસ પોઝિટીવ નોંધાયા છે. કેરળમાં ગઇકાલે નવા 3,021 કેસ જ્યારે છત્તીસગઢમાં નવા 1,147 કેસ એક દિવસમાં નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 201 દર્દીઓના મૃત્યુ થયા છે જેમાંથી 70.15% દર્દી દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હતા.

નવા મૃત્યુઆંકમાંથી 14.42% એટલે કે 29 દર્દી માત્ર મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા હતા. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં અનુક્રમે વધુ 25 અને 24 દર્દી મૃત્યુ પામ્યા હતા જે મૃત્યુઆંકમાં અનુક્રમે 12.44% અને 11.94% દર્દીઓ હોવાનું સૂચવે છે.

 

 

SD/GP/BT                                                                                   


(Release ID: 1686227) Visitor Counter : 239