પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 31 ડિસેમ્બરે રાજકોટમાં એઈમ્સનો શિલાન્યાસ કરશે

Posted On: 29 DEC 2020 3:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના રાજકોટ ખાતે એઇમ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

આ યોજના માટે, 201 એકર જમીન ફાળવવામાં આવી છે. આ એઈમ્સ બનાવવો ખર્ચ અંદાજે રૂ. 1195 કરોડ છે. એઈમ્સનું બાંધકામ 2022 ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. અત્યાધુનિક 750 બેડની હોસ્પિટલમાં 30 બેડનો આયુષ બ્લોક પણ હશે. તેમાં 125 એમબીબીએસ બેઠકો અને 60 નર્સિંગ બેઠકો હશે.

SD/GP


(Release ID: 1684370) Visitor Counter : 230