પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અમેરિકા તરફથી એનાયત થયેલા લીજિયન ઓફ મેરિટ સન્માનને સ્વીકારતા જણાવ્યું કે, આ સન્માન ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો પર સર્વસંમતિમાં વધારાનું પ્રતીક છે
Posted On:
22 DEC 2020 8:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, તેઓ અમેરિકન સરકાર દ્વારા તેમને એનાયત થયેલા લીજિયન ઓફ મેરિટ સન્માન બદલ ગર્વની લાગણી અનુભવે છે.
તેમણે એક પછી એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, “હું લીજિયન ઓફ મેરિટ સન્માન મળવા બદલ ગર્વની લાગણી અનુભવું છું @POTUS @realDonaldTrump. આ સન્માન ભારત અને અમેરિકાના લોકોના દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવા પ્રયાસોનું પ્રતીક છે, જે ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહામક ભાગીદારી વિશે બંને દેશોમાં પ્રવર્તતી સર્વસંમતિમાં પ્રતિબિંબિત થાય છે.
21મી સદી અભૂતપૂર્વ પડકારોની સાથે તકો પણ પ્રસ્તુત કરે છે. ભારત અને અમેરિકાનો સંબંધ સંપૂર્ણ માનવજાતના લાભ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ પ્રદાન કરવા આપણા બંને દેશના લોકોની વિશિષ્ટ ક્ષમતાની પ્રચૂર સંભવિતતાનો ઉપયોગ કરી શકે છે.
ભારતના 1.3 અબજ લોકો તરફથી હું ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવવામાં મારી સરકારની, અમેરિકાની સરકાર અને બંને દેશોમાં અન્ય તમામ હિતધારકો સાથે સતત કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું."
SD/GP/BT
(Release ID: 1682972)
Visitor Counter : 171
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam