સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે: 161 દિવસ પછી સક્રિય કેસની સંખ્યા ઘટીને 3.03 લાખ થઇ


છેલ્લા 24 દિવસથી નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે

Posted On: 21 DEC 2020 12:03PM by PIB Ahmedabad

ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 3.03 લાખ (3,03,639) થઇ ગયું છે. 161 દિવસમાં આ સૌથી નીચલું સ્તર છે. 13 જુલાઇ 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 3,01,609 હતી.

ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી વર્તમાન સમયમાં સક્રિય કેસની સંખ્યા માત્ર 3.02% રહી છે. નવા સાજા થયેલા દર્દીઓની વધુ સંખ્યાના કારણે કુલ સક્રિય કેસની સંખ્યામાં વધુ 1,705 દર્દીનો ઘટાડો થયો છે. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012K19.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સરખામણીએ નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસની સંખ્યા 24,337 છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 25,709 છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YB4E.jpg

આજે દર્દીઓ સાજા થવાનો સરેરાશ દર પણ વધીને 95.53% થઇ ગયો છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 9,606,111 થઇ ગઇ છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ધરાવતા દેશોમાંથી એક છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત ઝડપથી વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો 93,02,472 થઇ ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 71.61% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 4,471 દર્દીઓ સાજા થઇ ગયા છે જે સમગ્ર દેશમાં સર્વાધિક છે. ત્યારપછીના ક્રમે પશ્ચિમ બંગાળમાં 2,627 અને મહારાષ્ટ્રમાં 2,064 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00367A2.jpg

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 79.20% નવા દર્દી 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 5,711 કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં નવા 3,811 અને પશ્ચિમ બંગાળમાં 1,978 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004Z9IY.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 333 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 81.38% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (98) મૃત્યુ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ અને કેરળમાં અનુક્રે 40 અને 30 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005DLBY.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZNLO.jpg

પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યામાં ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુ ધરાવતા દેશોમાંથી એક છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુઆંક 105.7 છે.

લક્ષિત પરીક્ષણો, સંક્રમિત દર્દીઓની વહેલી ઓળખ અને સમયસર આઇસોલેશન તેમજ ત્વરિત હોસ્પિટલાઇઝેશન અને સારવારના પ્રમાણભૂત પ્રોટોકોલ સહિત કેન્દ્રિત પ્રયાસોના કારણે દૈનિક મૃત્યુદર 400થી નીચે સુનિશ્ચિત થઇ શક્યો છે.

 

SD/GP/BT



(Release ID: 1682352) Visitor Counter : 167