સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા સીમાચિહ્નરૂપ 95 લાખના શિખરને પાર કરી ગઇ
સાજા થવાનો દર 95.04% જે વિશ્વમાં સૌથી વધુ પૈકીનો એક
સક્રિય કેસનું ભારણ ઘટીને 3.13 લાખ થયું
Posted On:
18 DEC 2020 11:25AM by PIB Ahmedabad
ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત પ્રચંડ વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 95 લાખના (95,20,827) મહત્વપૂર્ણ આંકડાને ઓળંગી ગઇ છે.
સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 92 લાખ કરતાં વધારે (92,06,996) થઇ ગઇ છે. સાજા થવાનો દર પણ વધીને 95.04% થઇ ગયો છે. વિશ્વમાં સૌથી વધુ રિકવરી દર ધરાવતા દેશોમાંથી એક ભારત પણ છે.
હાલમાં સક્રિય કેસની સરખામણીએ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30 ગણાથી પણ વધારે છે. ભારતમાં સક્રિય કેસનું વર્તમાન ભારણ 3,13,831 છે જે આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 3.14% છે.
નવા દૈનિક ધોરણે સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા નોંધાયેલા કેસની સંખ્યા કરતાં સતત વધારે રહેતી હોવાથી સક્રિય કેસમાં ઘટાડો અને કુલ સાજા થયેલાની સંખ્યામાં વધારો સુનિશ્ચિત થઇ શક્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 22,890 નવા દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે. આટલાં જ સમયમાં, ભારતમાં નવા 31,087 દર્દીઓ સાજા થઇ ગયા છે.
છેલ્લા 21 દિવસથી સતત નવા પોઝિટીવ દર્દીઓ કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે.
દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓમાંથી લગભગ 52% (51.76%) દર્દીઓ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે.
નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 75.46% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 4,970 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 4,358 દર્દીઓ અને પશ્ચિમ બંગાળમાં 2,747 દર્દીઓ સાજા થઇ ગયા છે.
નવા પોઝિટીવ નોંધાયેલા કેસમાંથી 76.43% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં સતત દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. અહીં નવા 4,969 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં અનુક્રમે 2,245 અને 1,584 નવા દર્દીઓ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 338 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.15% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (65) દર્દી એક દિવસમાં મૃત્યુ માપ્યા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક દિવસમાં અનુક્રમે 44 અને 35 દર્દીનાં મૃત્યુ થયાં છે.
ભારતમાં દૈનિક મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં દેશમાં દૈનિક મૃત્યુની સંખ્યા 500થી ઓછી નોંધાઇ રહી છે.
SD/GP/BT
(Release ID: 1681688)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam