પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત - બાંગ્લાદેશની વર્ચ્યુઅલ સમિટ ઉપર સંયુક્ત નિવેદન

Posted On: 17 DEC 2020 4:07PM by PIB Ahmedabad

1. માનનીય શ્રી નરેન્દ્ર મોદી, પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી અને માનનીય શેખ હસીના, પિપલ્સ રિપબ્લિક ઑફ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી વચ્ચે 17મી ડિસેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ સ્વરૂપે સમિટ યોજાઈ હતી. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ભારત - બાંગ્લાદેશ ભાગીદારી

2. બંને પ્રધાનમંત્રીઓએ ભાગીદારીના ઈતિહાસ, સંસ્કૃતિ, ભાષા અને અન્ય અનન્ય સમાનતાઓ, જે બંને દેશોની ભાગીદારીની લાક્ષણિકતા છે, તેના આધારે દ્વિપક્ષીય સંબંધોની હાલની સ્થિતિ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનાં સંબંધો બંધુત્ત્વના સંબંધો ઉપર આધારિત અને સંરક્ષણ, સમાનતા, વિશ્વાસ અને સમજણના આધારે સર્વસામાન્ય ભાગીદારીથી પ્રતિબિંબિત છે, જે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારે છે. તેમણે બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધના શહીદો એટલે કે મુક્તિજોદ્ધાઓને અને ભારતીય સૈનિકોને 1971માં તેમના મહાન બલિદાન બદલ ગૌરવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ લોકશાહી અને સમાનતાનાં પોષિત મૂલ્યોનાં જતન તેમજ તેને બે મૈત્રીપૂર્ણ દેશોના લોકોની આકાંક્ષાઓ અનુસાર રાખવાનું પરસ્પર વચન આપ્યું હતું.

3. પ્રધાનમંત્રી શેખ હસીનાએ ઑક્ટોબર, 2019માં લીધેલી ભારતની સત્તાવાર મુલાકાત દરમ્યાન લેવાયેલા વિવિધ નિર્ણયોની પ્રગતિ વિશે બંને નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને દેશોએ સપ્ટેમ્બર, 2020માં જોઇન્ટ કન્સલ્ટેટિવ કમિશનની છઠ્ઠી બેઠકના સફળ આયોજનને પણ યાદ કર્યું હતું.

સ્વાસ્થ્ય ક્ષેત્રે સહકાર - જાહેર સ્વાસ્થ્યના વૈશ્વિક પડકાર ઉપર ધ્યાન

4. બંને પ્રધાનમંત્રીઓએ પોતાના દેશમાં હાલ ચાલી રહેલી કોવિડ-19 મહામારીની સ્થિતિ વિશે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું તેમજ ચાલી રહેલી કટોકટી દરમ્યાન બંને દેશો વચ્ચે જે રીતે સતત સહયોગ સાધવામાં આવી રહ્યો છે, તે બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત તેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસી (પાડોશી દેશને પ્રાથમિકતાની નીતિ) હેઠળ બાંગ્લાદેશ સાથેનું જોડાણ સર્વોચ્ચ પ્રાથમિકતામાં રાખે છે, તે યાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરી આપી કે ભારતમાં વૅક્સિનનું ઉત્પાદન થશે ત્યારે બાંગ્લાદેશને પણ તે ઉપલબ્ધ કરાવશે. બંને નેતાઓએ ક્ષેત્રે ખાનગી ક્ષેત્ર વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની નોંધ લીધી હતી.

5. ભારતે રોગનિવારણમાં સહયોગ અને વૅક્સિનના ઉત્પાદનમાં ભાગીદારી પણ ઓફર કરી હતી. બાંગ્લાદેશે તબીબી વ્યાવસાયિકો માટે ક્ષમતા નિર્માણના અભ્યાસક્રમો બાંગ્લા ભાષામાં યોજવાની ભારતની ક્ષમતાની પ્રશંસા કરી હતી.

સાંસ્કૃતિક સહયોગ - ઐતિહાસિક જોડાણોની સંયુક્ત ઉજવણી

6. પ્રધાનમંત્રી શેખ હસીનાએ મુજીબબોરશોના ચાલી રહેલા પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજવાના ભારતના ઉષ્માભર્યા વ્યવહારની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્તપણે બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દિ પ્રસંગે ભારત સરકાર તરફથી સ્મૃતિરૂપ પોસ્ટલ સ્ટૅમ્પનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ સપ્ટેમ્બર, 2020માં ગાંધીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે મહાત્મા ગાંધીના સન્માનમાં સ્ટૅમ્પ જારી કરવા બદલ બાંગ્લાદેશ સરકારનો આભાર માન્યો હતો.

7. 20મી સદીના બે મહાન નેતાઓ - મહાત્મા ગાંધી અને બંગબંધુની સ્મૃતિમાં ડિજિટલ પ્રદર્શન ઉપરનો પરિચયાત્મક વિડિયો પણ પ્રસંગે દર્શાવવામાં આવ્યો હતો. પ્રદર્શન બાંગ્લાદેશ અને ભારતનાં વિવિધ શહેરોમાં તેમજ વિશ્વનાં પસંદ કરાયેલાં શહેરો અને અમેરિકામાં દર્શાવવાથી ખાસ કરીને, યુવા વર્ગમાં ન્યાય, સમાનતા અને અહિંસાનાં મૂલ્યોને પ્રોત્સાહિત કરી શકાશે, તેવી આશા બંને નેતાઓએ વ્યક્ત કરી હતી.

8. બંને દેશોએ નોંધ્યું કે ભારતીય ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલના દિગ્દર્શન હેઠળ જાન્યુઆરી, 2021માં બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જીવનકથાનું ફિલ્માંકન શરૂ કરાશે.

9. પણ નોંધવામાં આવ્યું કે વર્ષ 2021, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક વર્ષ બની રહેશે, કેમકે બંને દેશો મુક્તિ સંગ્રામની 50મી વર્ષગાંઠ તેમજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ઉજવણી કરશે. બંને દેશો સંયુક્તપણે બંને મહત્ત્વપૂર્ણ ઘટનાઓની યાદગીરીરૂપે ભારત, બાંગ્લાદેશ તેમજ ત્રીજા વિશ્વના દેશોમાં કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરશે, તે બાબતે સહમતિ સાધવામાં આવી.

10. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ દરમ્યાન નોંધપાત્ર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા બાંગ્લાદેશ-ભારત સરહદના મુજીબ નગરથી નોઇડાના ઐતિહાસિક માર્ગને "શાધિનોતાશોરોકનામકરણ કરવાની બાંગ્લાદેશની દરખાસ્ત ધ્યાન ઉપર લેવાની ભારતને વિનંતી કરી હતી.

11. બંને દેશોએ સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, યુવા અને રમતગમત તેમજ સમૂહ માધ્યમોને પ્રોત્સાહન આપવા જૂથોના નિયમિત આદાન-પ્રદાન ચાલુ રાખવાની વાત દોહરાવી હતી.

સરહદ વ્યવસ્થાપન અને સંરક્ષણ સહયોગ

12. બંને દેશોએ સરહદોના રેખાંકનને અંતિમ સ્વરૂપ આપવા માટે ઇચ્છામતિ, કાલિન્દી, રાઈમોન્ગોલ અને હરિઅભંગા નદીઓના મેદાનના સ્તંભ 1થી લૅન્ડ બાઉન્ડ્રી ટર્મિનસ સુધીના પટ્ટાના નકશાઓનો નવો સેટ તૈયાર કરવા સંયુક્ત સરહદ પરિષદની પ્રારંભિક બેઠક યોજવાની સંમતિ આપી હતી. કુહસિયારા નદીને કાંઠે આંતરરાષ્ટ્રીય સરહદને કાયમી સરહદમાં તબદિલ કરવાનું કામ હાથ ધરવા બંને દેશો સંમત થયા હતા.

13. બાંગ્લાદેશે રાજશાહી જિલ્લા નજીક પદ્મા નદીના કિનારાનો રસ્તો 1.3 કિલોમીટરના ઈનોસેન્ટ પેસેજની વિનંતી દોહરાવી હતી. ભારતે તેમની વિનંતી ધ્યાન ઉપર લેવાની ખાતરી આપી હતી.

14. બંને નેતાઓ બંને દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરના ત્રિપુરા (ભારત)થી શરૂ કરીને બાંગ્લાદેશ સુધીના તમામ બાકી વિસ્તારોમાં બોર્ડર ફેન્સિંગનું કાર્ય વહેલી તકે પૂરું કરવામાં સહાય કરવા સહમત થયા હતા. બંને નેતાઓ સરહદ ઉપર નાગરિકો જીવન ગુમાવે છે તે મુદ્દો ચિંતાજનક હોવા અંગે સંમત થયા હતા અને તેમણે સરહદે થતી આવી ઘટનાઓ સમૂળગી બંધ થાય તેમ કરવા સંકલન પગલાં વધારવા માટે સંબંધિત સરહદી દળોને નિર્દેશ આપ્યા હતા. બંને પ્રધાનમંત્રીઓએ હાલમાં ચાલી રહેલા કોઓર્ડિનેટેડ બોર્ડર મેનેજમેન્ટ પ્લાન (સંકલિત સરહદ વ્યવસ્થાપન યોજના)ના સંપૂર્ણ અમલીકરણ ઉપર ભાર મૂક્યો હતો. બંને દેશોએ હથિયારો, નાર્કોટિક્સ અને નકલી ચલણની દાણચોરી અટકાવવા તેમજ ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તસ્કરી ડામવા માટે બે સરહદ સુરક્ષા દળોએ તાજેતરમાં વધારેલા પ્રયાસોની સંતોષપૂર્વક નોંધ લીધી હતી.

15. બાંગ્લાદેશ અને ભારતમાં અવારનવાર કુદરતી આપત્તિઓ આવતી હોવાનું ધ્યાન ઉપર લઈને બંને નેતાઓએ પોતાના દેશના અધિકારીઓને કુદરતી આપત્તિ વ્યવસ્થાનના 7ેત્રે સહયોગ માટે ઝડપથી સમજૂતી કરવાના નિર્દેશ આપ્યા હતા.

16. આતંકવાદ, વૈશ્વિક શાંતિ અને સલામતિ સામે પડકાર હોવાનું ધ્યાન ઉપર લેતાં બંને દેશોએ આતંકવાદને તેનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં નાબૂદ કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

17. બંને દેશો વચ્ચે વ્યક્તિથી વ્યક્તિની અવરજવર સરળ બનાવવા ઉપર બંને નેતાઓએ ભાર મૂક્યો હતો. બાંગ્લાદેશે માન્ય દસ્તાવેજો સાથે મુસાફરી કરી રહેલા બાંગ્લાદેશીઓ માટે ભારતમાં જમીન બંદરો ખાતે પ્રવેશ અને પ્રસ્થાન ઉપર ભારતે લાદેલાં નિયંત્રણો દૂર કરવાના વચનના ઝડપી અમલ માટે વિનંતી કરી હતી. બાંગ્લાદેશે નિયંત્રણો અખૌરા (ત્રિપુરા)નાં ચેકપોઇન્ટ્સ અને ઘોજાડાન્ગા (પશ્ચિમ બંગાળ)ના ચેકપોઇન્ટ્સથી શરૂ કરીને તબક્કાવાર રીતે દૂર કરવાની વિનંતી કરી હતી.

વિકાસ માટે વેપાર ભાગીદારી

18. પ્રધાનમંત્રી શેખ હસીનાએ વર્ષ 2011થી સાફ્ટા હેઠળ બાંગ્લાદેશમાંથી ભારતને થતી નિકાસને ડ્યૂટી ફ્રી અને ક્વોટા ફ્રી પહોંચ આપવા બદલ પ્રશંસા કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ ટેરિફ સિવાયના અવરોધો દૂર કરવા તેમજ બંદર પ્રતિબંધો, પ્રક્રિયાને લગતા અવરોધો તેમજ ક્વોરેન્ટાઇન પ્રતિબંધો સહિતના મુદ્દા ધ્યાન ઉપર લઈને વેપાર સરળ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો, જેથી બંને દેશો સાફ્ટાની લવચીકતાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે. બાંગ્લાદેશે વિનંતી કરી હતી કે બાંગ્લાદેશના ઘરઆંગણાના બજારમાં ભારતથી આવશ્યક ચીજવસ્તુઓની આયાત થતી હોવાને કારણે મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડે છે, તેથી ભારત સરકાર જો આયાત-નિકાસ નીતિમાં કોઈ સુધારો કરે તો તેની આગોતરી જાણ કરવામાં આવે. ભારત સરકારે વિનંતીની નોંધ લીધી હતી.

19. કોવિડ-19 દરમ્યાન સપ્લાય ચેઇન્સને અસ્ખલિત રીતે ચાલુ રાખવા બદલ તેમજ હાલના રેલ માર્ગો દ્વારા સાઈડ-ડૉર કન્ટેનર અને પાર્સલ ટ્રેનો દ્વારા દ્વિપક્ષીય વેપારને સહાયરૂપ થવા બદલ બંને દેશોએ વ્યાપાર તેમજ રેલવેના અધિકારીઓની પ્રશંસા કરી હતી.

20. દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી જોડાણોની અસાધારણ સંભાવનાને ધ્યાન ઉપર લેતાં દ્વિપક્ષીય કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કરવા માટેની શક્યતાઓ ઉપર ચાલી રહેલા સંયુક્ત અભ્યાસનો શીઘ્રતાપૂર્વક નિષ્કર્ષ લાવવા બંને પ્રધાનમંત્રીઓએ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.

21. વર્ષની શરૂઆતમાં યોજાયેલી ઈન્ડિયા-બાંગ્લાદેશ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી ફોરમની પ્રથમ બેઠકને આવકારતાં નેતાઓએ ટેક્સ્ટાઈલ ક્ષેત્રે વધુ જોડાણ અને સહયોગના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો અને અધિકારીઓને ભારતના ટેક્સ્ટાઈલ્સ મંત્રાલય તેમજ બાંગ્લાદેશના ટેક્સ્ટાઈલ્સ અને જ્યુટ મંત્રાલય વચ્ચે ચાલી રેહલી સમજૂતીની વાટાઘાટોનો વહેલી તકે નિષ્કર્ષ લાવવા આદેશ આપ્યો હતો. તેમણે બાંગ્લાદેશથી ભારતને નિકાસ કરવામાં આવતી જ્યુટની પ્રોડક્ટ્સ ઉપર એન્ટી-ડમ્પિંગ / એન્ટી-સરકમ્વેન્શન ડ્યૂટી અંગે પરામર્શ આવકાર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે એડીડી સંબંધિત મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ આવશે.

સંપર્ક અને સમૃદ્ધિ

22. બંને પ્રધાનમંત્રીઓએ સંતોષપૂર્વક નોંધ્યું હતું કે બંને રાષ્ટ્રો વચ્ચે 1965 પૂર્વેનાં રેલવે જોડાણોની પુનઃસ્થાપના માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે સાથે મળીને હલ્દીબારી (ભારત) અને ચિલાહાટી (બાંગ્લાદેશ) વચ્ચેના નવસ્થાપિત રેલવે જોડાણનું ઉદઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે રેલ જોડાણ બંને દેશો વચ્ચે વેપાર અને વ્યક્તિથી વ્યક્તિનું જોડાણ વધુ મજબૂત કરશે. કોવિડની સ્થિતિ સુધરે ત્યારે ટ્રેન કાર્યરત કરવાનું નક્કી થયું હતું.

23. હાથ ધરવામાં આવી રહેલાં દ્વિપક્ષીય જોડાણનાં પગલાં અંગે બંને નેતાઓએ અહેવાલ મેળવ્યો હતો અને પ્રોટોકોલ ઓન ઈનલેન્ડ વૉટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ (પીઆઈડબલ્યુટીટી)ની બીજી પુરવણી ઉપર હસ્તાક્ષર, ભારતીય માલસામાનને કોલકતાથી અગરતાલા વાયા ચટ્ટોગ્રામના ટ્રાન્સ-શિપમેન્ટ ટ્રાયલ રન તેમજ પીઆઈડબલ્યુટીટી હેઠળ સોનામુરા-ડૌડકાંડીનો રૂટ કાર્યરત બનાવવા સહિતનાં તાજેતારનાં પગલાં આવકાર્યાં હતાં. બંને નેતાઓ ચટ્ટોગ્રામ અને મોંગ્લા બંદરો મારફતે ભારતીય માલસામાનનું ટ્રાન્સ-શિપમેન્ટ ઝડપભેર કાર્યરત બનાવવા સહમત થયા હતા.

24. બંને દેશો વચ્ચે વધુ જોડાણ અને મુસાફરો તેમજ માલસામાનની સુગમ આવનજાવનને સહાયરૂપ થવા બંને નેતાઓ બાંગ્લાદેશ, ભારત અને નેપાળ માલસામાન અને મુસાફરોની હેરફેર શરૂ કરી શકે તે માટેની સમજૂતી ઝડપી બનાવતું - બીબીઆઈએન મોટર વ્હીકલ એગ્રિમેન્ટ વહેલી તકે કાર્યરત બનાવવા સહમત થયા હતા. સમજૂતીમાં પછીના તબક્કામાં ભુટાન જોડાઈ શકે તેવી જોગવાઈ પણ છે.

25. હાલમાં ચાલી રહેલા ભારત મ્યાનમાર થાઈલેન્ડના ત્રિપક્ષીય હાઈવે પ્રોજેક્ટમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ ખાસ્સો રસ દર્શાવ્યો હતો અને પ્રોજેક્ટમાં બાંગ્લાદેશને જોડવા ભારતનો ટેકો માંગ્યો હતો, જેથી દક્ષિણના પ્રદેશો તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે જોડાણ વધારી શકાય. રીતે, ભારતે પણ બાંગ્લાદેશને પશ્ચિમ બંગાળ (હિલ્લી)થી બાંગ્લાદેશ થઈને મેઘાલય (મહેન્દ્રગંજ)ના જોડાણ માટે મંજૂરી માગી હતી.

26. ભારતે બંગલાદેશની સરકારને પોતાની વિનંતી દોહરાવતાં જણાવ્યુ હતું કે અગરતાલા-અખુરાથી શરૂ કરીને ઓછામાં ઓછુ એક લેન્ડ પોર્ટ એવુ રાખવામાં આવે કે જ્યાં બંને પડોશી દેશ ભારત અને બંગલાદેશ વચ્ચે ઓછામાં ઓછી નકારાત્મક યાદી હોય. બંગલાદેશ પક્ષેથી એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે એક વાર ફેની બ્રીજ પૂરા થાય એટલે બંગલાદેશી ટ્રકસ છોટાગ્રામ પોર્ટથી ભારતના ઉત્તર પૂર્વ વિસ્તાર માટે તેનો ઉપયોગ કરશે.

27. બંને દેશ વચ્ચે ધબકતી વિકાસ ભાગીદારીની સ્થિતિ સ્વીકારીને બંને પક્ષોએ ભારપૂર્વક જણાવ્યુ હતું કે તાજેતરમાં જ જેની રચના કરવામાં આવી છે તે સચિવ, ઈકોનોમિક રિલેશન્સસ વિભાગ, બાંગલાદેશ અને ઢાકામાં ભારતીય હાઈકમિશનરના નૃત્વ હેઠળની હાઈ લેવલ મોનિટરીંગ કમિટીનું સક્રિય સંચાલન થાય અને નિયમિત રીતે એલઓસી પ્રોજેકટ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેની સમીક્ષા કરવી જોઈએ.

28. બંને પક્ષોએ સંતોષ સાથે કામ ચલાઉ એર ટ્રાવેલ બબલની નોંધ લીધી હતી કે બંને પક્ષે કોવિડ- 19 મહામારી દરમિયાન પ્રવાસીઓને તાકીદની સુવિધા પૂરી પાડવાની સગવડ કરવી. બંગલાદેશ તરફથી વિનંતિ કરવામાં આવી હતી કે ભારતે વહેલામાં વહેલી તકે લેન્ડ પોર્ટ ઉપરથી નિયમિત સર્વિસ શરૂ કરવી જોઈએ.

જળ સ્ત્રોતો, વીજળી અને ઉર્જા ક્ષેત્રે સહયોગ :

29. પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને સરકારોએ વર્ષ 2011માં સંમતિ દાખવ્યા મુજબ તિસ્તા નદીના પાણી વહેંચવા અંગે વહેલી તકે વચગાળાનો કરાર કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ભારતની નિષ્ઠાપૂર્ણ કટિબધ્ધતા વ્યક્ત કરી હતી અને ભારત સરકાર આ બાબતે પ્રયાસો ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું.

30. બંને નેતાઓએ મનુ, મુહુરી, ખોવાઈ, ગૂમતી, ધરલા અને દૂધકુમાર સહિતની 6 સંયુક્ત નદીઓના પાણી વહેંચવા અંગેના વચગાળાના કરારનું માળખું વહેલી તકે પૂર્ણ કરવાની કામગીરી ઉપર ભાર મૂક્યો હતો.

31. બાંગ્લાદેશ તરફથી ભારતને વિનંતી કરવામાં આવી હતી કે તેમના સંબંધિત સરહદી સત્તા તંત્રને કુશિયારા નદીના પાણીનો બાકીનો હિસ્સો રહીમપુર ખાલ વિસ્તાર માટે વાપરવાની છૂટ આપવામાં આવે. ભારત તરફથી પણ વિનંતી કરવામાં આવી હતી કે કુશિયારા નદીના પાણીના વપરાશ અંગેની સંધિ/ કરાર પડતર છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે આ નદીના બંને કાંઠેથી પાણી લેવાની છૂટ આપવામાં આવે અને આ અંગે સમજૂતી કરાર વહેલી તકે પૂર્ણ થાય તે અંગે વિનંતી કરવામાં આવી હતી. બંને નેતાએ જોઈન્ટ રિવર્સ કમિશનના હકારાત્મક યોગદાનની યાદ અપાવી હતી અને વહેલામાં વહેલી તકે સચિવ સ્તરની જોઈન્ટ રિવર્સ કમિશનની બેઠક યોજાય તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

32. બંને પક્ષોએ ખાનગી ક્ષેત્ર સહિતના વીજળી અને ઉર્જા ક્ષેત્રે મજબૂત સહયોગ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભારત- બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈન, મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ અને સાથે સાથે અન્ય યોજનાઓનો પણ ઝડપથી અમલ થાય તે માટે સંમતિ દાખવી હતી. બંને પક્ષોએ હાઈડ્રોકાર્બન ક્ષેત્રે સમજૂતીના માળખા પર હસ્તાક્ષર કરવાની બાબતને આવકારી હતી, જેના કારણે મૂડી રોકાણનું સરલીકરણ, ટેકનોલોજી ટ્રાન્સફર, હાઈડ્રોકાર્બન કનેક્ટીવિટી અંગે તાલીમ અને પ્રોત્સાહનમાં વૃધ્ધિ થશે. ઉર્જા કાર્યક્ષમતા ક્ષેત્રે તથા બાયોફ્યુઅલ સહિતની ક્લિન એનર્જી ક્ષેત્રે સહયોગ વધારવા અંગે બંને દેશો સંમત થયા હતા. બંને દેશોએ દાખવેલી નિષ્ઠા મુજબ ઉર્જાના ગ્રીન, ક્લીન, રિન્યુએબલ સ્રોતો તરફ આગળ ધપવાની નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી. બંને દેશો નેપાળ અને ભૂતાન સહિતના દેશો સાથે પ્રાદેશિક સહયોગ મજબૂત બનાવવા માટે સંમત થયા હતા. બંને પક્ષોએ વિજળી અને ઉર્જા કનેક્ટીવિટી ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા માટે નિષ્ઠા દાખવી હતી.

મ્યાનમારના રખીને સ્ટેટમાંથી બળપૂર્વક ખસેડાયેલી વ્યક્તિઓ

33. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારના રખીને સ્ટેટમાંથી બળપૂર્વક બહાર ધકેલાયેલા 1.1 મિલિયન લોકોને માનવતાના ધોરણે સહાય કરીને આશ્રય આપવામાં બાંગ્લાદેશે દાખવેલી ઉદારતાની કદર કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ આ લોકોના સલામત, ઝડપી અને સાતત્ય સાથે પાછા મોકલવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી શેખ હસીનાએ યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સીલના સભ્ય તરીકે ભારતની પસંદગી બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે મ્યાનમારમાંથી બળપૂર્વક ધકેલી દેવાયેલા રોહિંગ્યાઓને પરત મોકલવામાં ભારત સહાય કરશે.

પ્રાદેશિક અને વૈશ્વિક ભાગીદારી

34. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, પ્રધાનમંત્રી શેખ હસીનાનો યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સીલમાં ચૂંટાવામાં સહાય કરવા બદલ આભાર માન્યો હતો. બંને દેશો સાથે મળીને યુએન સિક્યોરિટી કાઉન્સીલમાં વહેલી તકે સુધારા અંગે સાથે મળીને કામ કરવા, જલવાયુ પરિવર્તન સામે લડત આપવા તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા અને સ્થળાંતર કરીને આવેલા લોકોના હક્કોની સુરક્ષા માટે સંમત થયા હતા. બંને પ્રધાનમંત્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો એજન્ડા વર્ષ 2030 સુધીમાં અમલી બનાવવા માટેની વૈશ્વિક ભાગીદારી અંગેની તેમની નિષ્ઠા દર્શાવવા માટે પુનરોચ્ચાર કર્યો હતો.

35. બંને નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ-19ના પ્રસાર પછીના પ્રાદેશિક અને વૈશ્વિક આર્થિક ચિત્રના સંદર્ભમાં સાર્ક અને બીમસ્ટેક જેવા પ્રાદેશિક સંગઠનોએ મહત્વની ભૂમિકા બજાવવી જોઈએ તે પર ભાર મૂકયો હતો. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારીની વચ્ચે માર્ચ 2020માં સાર્કના નેતાઓની વિડીયો કોન્ફરન્સ યોજવા બદલ ભારતના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે દક્ષિણ એશિયાના વિસ્તારોમાં વૈશ્વિક મહામારીની અસરોનો સામનો કરવા માટે સાર્ક ઈમર્જન્સી રિસ્પોન્સ ફંડની રચનાની દરખાસ્ત બદલ ભારતના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ સાર્ક મેડિકલ એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટની સ્થાપનાની દરખાસ્ત અંગે પુનરોચ્ચાર કર્યો હતો અને આ અંગે સહયોગ મેળવવાની આશા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશ વર્ષ 2021માં આઈઓઆરએની ચેરમેનશીપ સંભાળશે. તેમણે બહેતર મેરીટાઈમ સલામતી અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરવા ભારતનો સહયોગ માંગ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ક્લાયમેટ વલ્નરેબલ ફોરમ ખાતે બાંગ્લાદેશની અધ્યક્ષતાની કદર કરી હતી.

36. પ્રધાનમંત્રી શેખ હસીના ન્યૂ ડેવલપમેન્ટ બેંકની કામગીરીની કદર કરી હતી અને આ સંસ્થામાં જોડાવા માટે બાંગ્લાદેશને આમંત્રણ આપવા બદલ તેમણે આભાર માન્યો હતો. તેમણે માળખાગત સુવિધાઓના વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં બેંકની કામગીરીને આવકારી હતી અને આ પહેલનો હિસ્સો બનવા માટે બાંગ્લાદેશ તરફથી ઈચ્છા વ્યક્ત કરી હતી.

દ્વિપક્ષી દસ્તાવેજો પર હસ્તાક્ષર અને પ્રોજેક્ટસનો પ્રારંભ

37. આ પ્રસંગે નીચે મુજબના દ્વિપક્ષી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને બાંગ્લાદેશની સરકારના અધિકારીઓ વચ્ચે આ દસ્તાવેજોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

•       હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં સમજૂતીના માળખા (એફઓયુ) અંગે સહયોગ.

•       ટ્રાન્સ-બાઉન્ડ્રી એલિફન્ટ કન્ઝર્વેશન અંગે પ્રોટોકોલ

•       હાઈ ઈમ્પેક્ટ કોમ્યુયિનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટસ (HICDPs) મારફતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રની અન્ય સંસ્થાઓમાં ભારતીય ગ્રાન્ટ સહાયના અમલીકરણ અંગે સમજૂતી કરાર.

•       બરીશાલ સીટી કોર્પોરેશન માટે ગાર્બેજ/ સોલીડ વેસ્ટ ડિસ્પોઝલ ગ્રાઉન્ડ માટેના સાધનો પૂરાં પાડવા અંગે તથા સુધારણા માટે સમજૂતી કરાર.

•       ભારત –બાંગ્લાદેશના સીઈઓના ફોરમ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ.

•       બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબૂર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા, બાંગ્લાદેશ અને નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી ભારત વચ્ચે સમજૂતી કરાર અને

•       કૃષિ ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતી કરાર.

નીચે દર્શાવ્યા મુજબના વિકાસ ભાગીદારી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતોઃ

•       રાજશાહી શહેરમાં સૌંદર્યીકરણ અને સીટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ.

•       ખુલનામાં ખાલીસપુર મહાવિદ્યાલય કન્યાશાળાનું બાંધકામ

38. બંને પ્રધાનમંત્રીએ ન્યૂ નોર્મલ વચ્ચે આ વ્યવસ્થા ઉભી કરવા માટે પરસ્પરનો આભાર માન્યો હતો.

39. પ્રધાનમંત્રી શેખ હસીનાએ માર્ચ 2021માં બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ પ્રસંગે અને ભારત- બાંગ્લાદેશ રાજદ્વારી સંબંધોને 50 વર્ષ પૂરાં થવા પ્રસંગે વ્યક્તિગત મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકારવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

SD/GP/BT


(Release ID: 1681657) Visitor Counter : 385