સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દૈનિક નવા સાજા થતા કેસની સંખ્યા દૈનિક નવા નોંધાતા કેસ કરતાં વધારે રહેવાથી સાજા થવાના દરમાં તીવ્ર ઉછાળો નોંધાયો
Posted On:
17 DEC 2020 11:11AM by PIB Ahmedabad
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને કેન્દ્રિત વ્યૂહનીતિ અને સક્રિયતાપૂર્ણ તેમજ સતત સુધારા સાથેના પગલાંના પરિણામે ભારતમાં સાજા થવાનો ઉચ્ચ દર સતત જળવાઇ રહ્યો અને સક્રિય કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો તેમજ ઓછો મૃત્યુદર પણ નોંધાઇ રહ્યાં છે.
દૈનિક ધોરણે નવા સાજા થનારા કેસોની સંખ્યા નવા કેસોની સંખ્યા કરતાં વધુ નોંધાઇ રહી હોવાથી, સાજા થનારા દર્દીઓનો મોટો આંકડો સુનિશ્ચિત થઇ શક્યો છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા લગભગ 95 લાખની નજીક (94,89,740) પહોંચી ગઇ છે. આજે સાજા થવાનો દર પણ વધીને 95.31% સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હાલમાં 91,67,374 થઇ ગયો છે.
સતત વધી રહેલી સાજા થનારા દર્દીઓની સંખ્યાના કારણે ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત સંકુચન જોવા મળી રહ્યું છે. તેના કારણે ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 3,22,366 થઇ ગઇ છે જે ભારતમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસમાંથી માત્ર 3.24% છે.
ભારતમાં સાજા થવાનો દર દુનિયામાં સર્વાધિક પૈકી એક છે. વૈશ્વિક સરેરાશ સાજા થવાનો દર 70.27% છે જેની સામે ભારતમાં આ દર 95.31% છે. USA, બ્રાઝિલ, રશિયા અને ઇટાલીમાં પણ ઓછો રકવરી દર નોંધાઇ રહ્યો છે.
રાષ્ટ્રીય સ્થિતિના પગલે, 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 33,291 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 75.63% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,728 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે. ત્યારબાદ એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 3,887 અને પશ્ચિમ બંગાળમાં 2,767 છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 24,010 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
નવા નોંધાયેલા કેસમાંથી 78.27% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6,185 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 2,293 નવા કેસ અને છત્તીસગઢમાં 1,661 નવા કેસ ગઇકાલે નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં કુલ 355 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે જેમાંથી 79.15% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
નવા મૃત્યુમાંથી 26.76% દર્દીઓ મહારાષ્ટ્રના છે જ્યાં વધુ 95 દર્દીના મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળમાં વધુ 46 જ્યારે દિલ્હીમાં વધુ 32 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
ભારતમાં દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલમાં મૃત્યુદર ઘટીને 1.45% થઇ ગયો છે અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક ભારત પણ છે.
SD/GP/BT
(Release ID: 1681378)
Visitor Counter : 219
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam