સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 3.32 લાખ થયું
છેલ્લા 17 દિવસથી ભારતમાં દૈનિક 40 હજારથી ઓછા કેસ નોંધાયા
છેલ્લા 11 દિવસથી દૈનિક મૃત્યુ 500 કરતા ઓછા
Posted On:
16 DEC 2020 12:55PM by PIB Ahmedabad
ભારતમાં કુલ સક્રિય કેસમાં સતત ઘટાડાનું વલણ યથાવત છે. દેશના સક્રિય કેસનું ભારણ 3,32,002 છે. કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો વધુ ઘટીને 3.34% થઈ ગયો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 26,382 વ્યક્તિઓ કોવિડથી સંક્રમિત થયા છે. એ જ સમયગાળામાં ભારતમાં 33,813 સાજા થયેલા કેસની નવી સંખ્યા નોંધાઈ હતી, જે સક્રિય કેસના ભારણમાં 7,818 કેસના ચોખ્ખા ઘટાડાને સુનિશ્ચિત કરે છે.
ભારતમાં છેલ્લા 17 દિવસથી દૈનિક નવા 40,000થી ઓછા કેસ નોંધાયા છે.
છેલ્લાં 7 દિવસમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસતીએ નવા કેસ (147) છે જે વિશ્વ સ્તરની સરખામણીએ સૌથી નીચામાંના એક છે.
સાજા થયેલા કેસની કુલ સંખ્યા 94.5 લાખ (9,456,449) થઇ ગઈ છે. સાજા થવાનો દર પણ વધીને 95.21% થયો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 76.43% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
કેરળમાં નવા સાજા થયેલા 5,066 કેસ સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4,395 લોકો સાજા થયા છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 2,965 લોકો સાજા થયા છે.
નવા કેસોમાંથી 75.84% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
કેરળમાં સૌથી વધુ દૈનિક નવા કેસ 5,218 નોંધાયા છે. તે પછી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 3,442 અને 2,289 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 387 લોકોના મૃત્યુ થયા છે.
નવા મૃત્યુઆંકમાંથી 75.19% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (70) લોકોના મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં અનુક્રમે 45 અને 41 દૈનિક મૃત્યુ થયા છે.
ભારતમાં દૈનિક મૃત્યુ સતત ઘટાડા ના સ્તર પર છે. છેલ્લા 11 દિવસથી 500 કરતા ઓછા દૈનિક મૃત્યુ નોંધાયા છે.
છેલ્લાં 7 દિવસમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસતીએ નવા મૃત્યુ (2) એ વૈશ્વિક સરખામણીએ સૌથી નીચામાંના એક છે.
SD/GP/BT
(Release ID: 1681008)
Visitor Counter : 211
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam