સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું - 140 દિવસ પછી સક્રિય કેસનું ભારણ 4 લાખ કરતાં ઓછું થયું


પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યાના સંદર્ભમાં દુનિયામાં સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાં ભારત

157 દિવસ પછી દૈનિક ધોરણે મૃત્યુઆંક 400થી નીચે નોંધાયો

Posted On: 07 DEC 2020 11:06AM by PIB Ahmedabad

ભારતે કોરોના સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ 4 લાખના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 3,96,729 થઇ ગયું છે. આના કારણે કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની ટકાવારી ઘટીને 4.1% થઇ ગઇ છે. અગાઉ, 20 જુલાઇ 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 3,90,459 હતી.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZHQY.jpg

ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા સાજા થયેલા દર્દીની સંખ્યા, દૈનિક ધોરણે નવા પુષ્ટિ થયેલા કેસ કરતાં વધારે નોંધાઇ છે અને છેલ્લા 10 દિવસથી કેસમાં ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 32,981 નવા પોઝિટીવ કેસ સંક્રમિત થયેલા મળી આવ્યા છે જ્યારે 39,109 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. નવા સાજા થયેલા દર્દીઓ અને નવા નોંધાયેલા કેસ વચ્ચેનો તફાવત 6,128 થયો છે જેના કારણે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસનું ભારણમાં ચોખ્ખો 6,519 દર્દીઓનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા સાત દિવસમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ નવા નોંધાયેલા કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછા કેસમાંથી એક છે. છેલ્લા સાત દિવસથી આ આંકડો 182થી નીચે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002M42I.jpg

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યામાં પણ ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પોઝિટીવ આવેલા કેસની સરેરાશ સંખ્યા 8,438 છે જ્યારે ભારતમાં સરેરાશ 6,988 છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034KWW.jpg

આજે નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને નવા નોંધાયેલા પોઝિટીવ કેસ વચ્ચેનો તફાવત વધ્યો હોવાથી આજે સાજા થવાનો દર વધીને 94.45% સુધી પહોંચી ગયો છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 91,39,901 થઇ ગઇ છે. આજે સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત 87 લાખથી વધુ (87,43,172) થઇ ગયો છે.

નવા સાજા થયેલા કેસની સંખ્યામાંથી 81.20% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 7,486 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત, કેરળમાં એક દિવસમાં નવા 5,217 દર્દીઓ અને દિલ્હીમાં 4,622 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IJGM.jpg

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 76.20% નવા કેસ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 4,777 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં નવા 4,757 કેસ અને પશ્ચિમ બંગાળમાં નવા 3,143 કેસ પોઝિટીવ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0052MCK.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 391 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.07% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ (69) દર્દી મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ગઇકાલે અનુક્રમે 46 અને 40 દર્દીઓ એક દિવસમાં મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006DZX2.jpg

છેલ્લા એક અઠવાડિયામાં સમગ્ર દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક ધોરણે નોંધાતા મૃત્યુની સંખ્યાની સરખામણી કરતા માલુમ પડે છે કે, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા મૃત્યુઆંકનું વલણ જળવાઇ રહ્યું છે અને તે આંકડો સતત ઘટી રહ્યો હોવાથી હાલમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુઆંક 3 છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007S5VU.jpg

સંકલિત ધોરણે જોવામાં આવે તો પણ, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કુલ મૃત્યુ સંખ્યા (101) દુનિયામાં સૌથી ઓછા મૃત્યુઆંક પૈકી એક છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008FIEK.jpg

 

SD/GP/BT

 



(Release ID: 1678797) Visitor Counter : 280