સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં 132 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.28 લાખ થયું


છેલ્લા ત્રણ દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા 30 હજારની આસપાસ

Posted On: 02 DEC 2020 11:30AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ આંકડો ઘટીને 4.28 લાખ (4,28,644) નોંધાયો છે. 132 દિવસ પછી આજે સક્રિય કેસનો આંકડો સૌથી નીચલા સ્તરે નોંધાયો છે. 23 જુલાઇ 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 4,26,167 હતી.

દેશમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ નોંધાઇ રહ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની ટકાવારી માત્ર 4.51% છે.

WhatsApp Image 2020-12-02 at 10.32.49 AM.jpeg

દેશમાં દૈનિક ધોરણે કોવિડના નવા ઉમેરાતા કેસની સંખ્યા પણ છેલ્લા ત્રણ દિવસથી 30 હજારના આંકડાની આસપાસમાં નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા પોઝિટીવ કેસની સંખ્યા 36,604 છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં 43,062 દર્દીઓ સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી દૈનિક ધોરણે સાજા થયેલા કેસની સંખ્યા નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા કરતાં વધારે નોંધાઇ રહી છે.

WhatsApp Image 2020-12-02 at 10.36.03 AM.jpeg

નવા સાજા થયેલા દર્દીઓ અને નવા નોંધાયેલા સંક્રમિત દર્દીઓ વચ્ચેના તફાવતમાં પણ વધારો થતો હોવાથી આજે એકંદરે સાજા થવાનો દર વધીને 94.03% થયો છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 89,32,647 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે અને આજે આ આંકડો 85 લાખ કરતા વધારે થઇને 85,04,003 નોંધયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.35% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમમાં સૌથી વધુ 6,290 નવા દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ, કેરળ અને દિલ્હીમાં અનુક્રમે 6,151 અને 5,036 દર્દીઓ એક જ દિવસમાં સાજા થયા છે.

WhatsApp Image 2020-12-02 at 10.26.55 AM.jpeg

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77.25% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,375 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 4,930 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

WhatsApp Image 2020-12-02 at 10.26.51 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 501 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે.

કુલ નવા નોંધાયેલા મૃત્યુમાંથી 79.84% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 95 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં દૈનિક ધોરણે અનુક્રમે 86 અને 52 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

WhatsApp Image 2020-12-02 at 10.26.54 AM.jpeg

SD/GP/BT

 


(Release ID: 1677654) Visitor Counter : 234