સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દૈનિક ધોરણે નવા નોંધાતા કેસમાંથી 69% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢના છે


પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સંખ્યાનો આંકડો 1 લાખને પાર થયો

23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ બહેતર

Posted On: 28 NOV 2020 11:32AM by PIB Ahmedabad

આજે દેશમાં સક્રિય કેસનું ભારણ 4,54,940 નોંધાયું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં 4.89% સક્રિય કેસ હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,322 નવા કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસમાંથી 69.04% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાંથી નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોવિડના સર્વાધિક 6,185 નવા કેસ એક જ દિવસમાં નોંધાયા છે. ત્યારબાદ, દિલ્હીમાં એક દિવસમાં 5,482 જ્યારે કેરળમાં 3,966 નવા કેસ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UGRD.jpg

દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા 1 લાખનો આંકડો પાર કરી ગઇ છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા 100,159.7 સુધી પહોંચી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OD8I.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,57,605 પરીક્ષણો કરવામાં આવ્યા હોવાથી દેશમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 13.82 કરોડ (13,82,354) સુધી પહોંચી ગઇ છે.

પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટકાઉક્ષમ અને પ્રગતિપૂર્વક વિસ્તરણે પરીક્ષણોની સંખ્યા ઝડપથી અને વિપુલ પ્રમાણમાં કરવા ઘણી મહત્વની ભૂમિકા નિભાવી છે. દેશમાં અત્યારે 2,161 લેબોરેટરીમાં પરીક્ષણોની સુવિધા છે જેમાં 1175 સરકારી લેબોરેટરી અને 986 ખાનગી લેબોરેટરી હોવાથી સતત પરીક્ષણની ક્ષમતાને વેગ મળી રહ્યો છે.

રાષ્ટ્રીય પ્રયાસોના પગલે, 23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પરીક્ષણોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ બહેતર છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BY62.jpg

13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.

http://staic.pib.gov.in/WriteReadData/userfiles/image/image004T9M0.jpg

ભારતમાં આજદિન સુધીમાં કુલ 87.59 લાખ (8,759,969) દર્દીઓ સાજા થઇ ગયા છે. દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર આજે 93.68% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,452 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા કેસમાંથી 76.55% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

દિલ્હીમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 5,937 દર્દીઓ એક જ દિવસમાં સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ત્યારબાદ કેરળમાં 4,544 દર્દીઓ અને મહારાષ્ટ્રમાં 4,089 દર્દીઓ એક જ દિવસમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005SHKO.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 485 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે જેમાંથી 78.35% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

દિલ્હીમાં સૌથી વધુ નવા 98 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્ર 85 અને પશ્ચિમ બંગાળમાં 46 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006REPH.jpg

 

SD/GP/BT



(Release ID: 1676690) Visitor Counter : 172