સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સળંગ 44મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા નવા પુષ્ટિ થયેલા કેસ કરતાં વધુ નોંધાઇ
સક્રિય કેસનું ભારણ ઘટીને 4.65 લાખ થઇ ગયું
Posted On:
16 NOV 2020 11:37AM by PIB Ahmedabad
ભારતમાં દૈનિક ધોરણે નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોવાનું વલણ સળંગ 44 દિવસથી જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના નવા પુષ્ટિ થયેલા કેસની સંખ્યા ફક્ત 30,548 છે જેની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો 43,851 છે. આના કારણે દેશમાં સક્રિય કેસના ભારણમાં વધુ 13,303 દર્દીઓનો ઘટાડો થવાથી કુલ સક્રિય કેસની સંખ્યા હવે 4,65,478 નોંધાઇ છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસનો 30,548નો આંકડો ઐતિહાસિક નીચલું સ્તર છે જે યૂરોપ અને અમેરિકામાં દૈનિક ધોરણે તીવ્ર ઉછાળા સાથે વધી રહેલા નવા કેસની સરખામણીએ ઘણું મહત્વપૂર્ણ સ્તર માનવામાં આવે છે.
ખૂબ જ મોટી સંખ્યામાં દૈનિક સઘન પરીક્ષણોનું સ્તર જાળવી રાખવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા અવિરત પ્રયાસોના પરિણામે ચોખ્ખા નવા પોઝિટીવ કેસની સંખ્યાનું ઘટતું સ્તર જળવાઇ રહ્યું છે.
દેશમાં આજે સાજા થવાનો દર સુધરીને 93.27% થઇ ગયો છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 82,49,579 થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.59% કેસ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
દિલ્હીમાં એક જ દિવસમાં 7,606 દર્દીઓ સાજા થયા છે જે સૌથી વધુ આંકડો છે. કેરળમાં દૈનિક ધોરણે સાજા થનારા દર્દીની સંખ્યા 6,684 નોંધાઇ છે જ્યારે ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 4,480 દર્દી એક દિવસમાં સાજા થયા છે.
નવા નોંધાયેલા કેસમાંથી 76.63% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 4,581 નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં નવા કેસની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો હતો પરંતુ ગઇકાલે અહીં માત્ર 3,235 નવા દર્દી નોંધાયા છે જ્યારે ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 3,053 નવા દર્દી નોંધાયા છે.
દેશમાં વધુ 435 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 78.85% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી લગભગ પાંચમાં ભાગના એટલે કે, 21.84% દર્દીઓ દિલ્હીમાં નોંધાયા છે. દિલ્હીમાં વધુ 95 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે મૃત્યુની સંખ્યામાં બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 60 દર્દી મૃત્યુ પામ્યા છે. કુલ નવા મૃત્યુમાં મહારાષ્ટ્રની ટકાવારી 13.79% છે.
14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ રાષ્ટ્રીય 94 દર્દીઓની સરેરાશ મૃત્યુ સંખ્યાની સરખામણીએ વધુ મૃત્યુઆંક છે.
13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુઆંક કરતાં વધુ મૃત્યુઆંક છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે ઘનિષ્ઠ સહયોગ દ્વારા ICUમાં સારવાર લઇ રહેલા ગંભીર દર્દીઓના તબીબી સંભાળ વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા સારવારના પ્રોટોકોલના માપદંડો દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. આ માપદંડોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા તેમજ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ માટે માર્ગદર્શિકાઓ પૂરી પાડવામાં આવી છે. આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડના વ્યવસ્થાપનમાં સહકાર આપવા માટે બહુ-શાખીય કેન્દ્રીય ટીમો પણ ત્યાં નિયુક્ત કરવામાં આવી છે.
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા લેવામાં આવી રહેલા જાહેર આરોગ્ય પ્રતિભાવના પગલાંની સમીક્ષા કરવા માટે નિયમિત ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે.
SD/GP/BT
(Release ID: 1673131)
Visitor Counter : 282
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam