પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ જો બાઇડેનને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 08 NOV 2020 9:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ જો બાઇડેનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જો બાઇડેન, તમારી અદભૂત જીત બદલ અભિનંદન! ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ અને અમૂલ્ય હતું. ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે હું ફરીવાર એક સાથે મળીને કામ કરવા ઇચ્છું છું."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1671190) आगंतुक पटल : 319
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam