પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીએસએલવી-સી49 / ઇઓએસ-01 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન આપ્યા

Posted On: 07 NOV 2020 4:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અને ભારતના અવકાશ ઉદ્યોગને PSLV-C49 / EOS-01 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "હું આજે પીએસએલવી-સી 49 / ઇઓએસ-01 મિશનના સફળ પ્રક્ષેપણ માટે ઇસરો અને ભારતના અંતરિક્ષ ઉદ્યોગને અભિનંદન આપું છું. કોવિડ-19ના સમયમાં આપણા વૈજ્ઞાનિકો સમયમર્યાદાને પહોંચી વળવા ઘણા અવરોધો પાર કર્યા છે.

મિશનમાં અમેરિકા અને લક્ઝમબર્ગના ચાર અને લિથુનીયાના એક સહિત નવ ઉપગ્રહોનું પણ પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. "

 

SD/GP/BT


(Release ID: 1670998) Visitor Counter : 264