સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારત સક્રિય કેસમાં સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર
27 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે
10 રાજ્યોમાં કુલ સક્રિય કેસના 78% જેટલા કેસ છે
Posted On:
05 NOV 2020 11:52AM by PIB Ahmedabad
ભારત સક્રિય કેસમાં સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર થવાનો અહેવાલ આપે છે. સક્રિય કેસ છેલ્લા સાત દિવસથી 6 લાખ કરતા ઓછા છે અને હાલમાં 5,27,962 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 6.31% છે.
રાષ્ટ્રીય વલણને પગલે 27 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે.
દેશમાં કુલ સક્રિય કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત રીતે 51%થી વધુ સક્રિય કેસ છે.
સક્રિય કેસનું ઘટતું વલણ અવિરત વૃદ્ધિ દ્વારા સાજા થયેલા કેસની દરરોજે ઘટતી સંખ્યાને પૂરક છે. કુલ સાજા થયેલા કેસ 7,711,809 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર લગભગ 72 લાખ (71,83,847) પર પહોંચી ગયું છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધીને 92.20% થયો છે.
છેલ્લા 24 કલાકમાં 55,331 કોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ 50,210 છે.
નવા સાજા થયેલા કેસમાંથી 82% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
એક દિવસમાં 8,000થી વધુ સાજા થયેલા કેસ સાથે મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકનું મહત્તમ યોગદાન છે. તે બધા સાથે નવા સાજા થયેલા કેસમાં 45%થી વધુ હિસ્સો ધરાવે છે.
છેલ્લા 24 કલાકમાં 50,210 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.
નવા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત જોવા મળે છે.
કેરળ હજી પણ 8000 થી વધુ કેસ સાથે મોખરે છે. ત્યારબાદ દિલ્હીમાં 6000થી વધુ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં 704 લોકોના મૃત્યુ નોંધાયા છે.
જેમાં દસ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશો નવા મૃત્યુઆંકના લગભગ 80% હિસ્સો ધરાવે છે. નવા નોંધાયેલ મૃત્યુઆંકના 42% થી વધુ મૃત્યુ એકલા મહારાષ્ટ્ર (300 લોકોનાં મોત)માં થયા છે.
SD/GP/BT
(Release ID: 1670320)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam