સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે 75 લાખથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે વૈશ્વિક રેન્કિંગમાં સર્વોચ્ય સ્થાન જાળવી રાખ્યું
સક્રિય કેસમની ટકાવારીમાં છેલ્લા 2 મહિનામાં 3 ગણા કરતા વધુ ઘટાડો થયો
ભારતે કુલ 11 કરોડ પરીક્ષણ કરવાનું સીમાચિન્હ પાર કર્યું
Posted On:
02 NOV 2020 11:39AM by PIB Ahmedabad
ભારતે સાજા થયેલા દર્દીઓની વધુ સંખ્યા સાથે વૈશ્વિક રેન્કિંગમાં સર્વોચ્ય સ્થાન જાળવી રાખ્યું છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 75 લાખને પાર કરી ગઈ છે (7,544,798).
દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,285 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સક્રિય કેસમાં સતત ઘટાડાનું વલણ જળવાઈ રહ્યું છે. ભારતમાં કુલ સક્રિય કેસ 5,61,908 છે.
સક્રિય કેસ દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 6.83% છે.
માત્ર બે મહિનાના ગાળામાં સક્રિય કેસની ટકાવારીમાં 3 ગણાથી વધુ ઘટાડો થયો છે. 3 જી સપ્ટેમ્બરના રોજ, સક્રિય કેસની ટકાવારી 21.16% હતી.
ભારતે જાન્યુઆરી 2020થી કોવિડ-19ના સંચિત પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. વિસ્તૃત પરીક્ષણથી વહેલી તકે ઓળખ અને યોગ્ય સારવાર થઈ છે. તે સંખ્યા આજે કુલ 11 કરોડ (11,07,43,103) પરીક્ષણોની સાથે સીમાચિહ્ન પાર કરી ગઈ છે.
દેશની પરીક્ષણ ક્ષમતાએ દેશભરમાં 2037 લેબ્સ સાથે કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ સરકારના સહયોગી પ્રયાસોથી અનેકગણી વૃદ્ધિ કરી છે.
રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારાથી સાજા થવાની વધુ સંખ્યા પણ પ્રતિબિંબિત થાય છે, જે હાલમાં 91.68% છે
છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે. કેરળ અને કર્ણાટકમાં 8000થી વધુ કેસ નોંધાયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં 4000થી વધુ કેસ નોંધાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,321 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.
નવા કેસમાંથી 80% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. 7,025 નવા કેસ સાથે કેરળ પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં દૈનિક 5000થી વધુ નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 496 લોકોના મૃત્યુ નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 82% જેટલા લોકોના મૃત્યુ થયા છે.
ગઈકાલે નોંધાયેલાં મૃત્યુઆંકમાંથી 22% મૃત્યુ મહારાષ્ટ્રમાં (113 મૃત્યુ) જ્યારે પશ્ચિમ બંગાળમાં 59 મૃત્યુ થયાં છે.
SD/GP/BT
(Release ID: 1669428)
Visitor Counter : 252
Read this release in:
Punjabi
,
Telugu
,
Malayalam
,
Urdu
,
Bengali
,
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Odia
,
Tamil