સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે કુલ 10 કરોડ કોવિડ પરીક્ષણો કરવાનું સીમાચિહ્ન પાર કર્યું


છેલ્લા 1 કરોડ પરીક્ષણો માત્ર 9 દિવસમાં કરવામાં આવ્યા

લગભગ 14.5 લાખ કોવિડ પરીક્ષણો છેલ્લા 24 કલાકમાં જ કર્યા

Posted On: 23 OCT 2020 12:18PM by PIB Ahmedabad

ભારતે જાન્યુઆરી 2020થી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો નોંધાવ્યો છે. આજે દેશમાં કુલ પરીક્ષણોની સંખ્યા 10 કરોડના સીમાચિહ્નરૂપ આંકડાને ઓળંગી ગઇ છે.

અન્ય એક સિદ્ધિરૂપે, છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કુલ 14,42,722 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

હાલમાં દેશમાં પરીક્ષણની લેબોરેટરીની સંખ્યા 2000ની નજીક પહોંચી ગઇ છે તેમજ કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સહિયારા પ્રયાસોથી દેશની પરીક્ષણોની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.

દેશભરમાં પ્રગતિપૂર્વક પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણે પરીક્ષણોની સંખ્યામાં ઝડપી વધારો કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. હાલમાં દેશમાં પરીક્ષણો માટે કુલ 1989 લેબોરેટરી ઉપલબ્ધ છે જેમાંથી 1122 સરકારી અને 867 ખાનગી લેબોરેટરીઓ છે જેના કારણે દૈનિક પરીક્ષણની ક્ષમતાને નોધપાત્ર વેગ પ્રાપ્ત થયો છે.

સઘન પરીક્ષણના અવિરત ઉચ્ચ સ્તરના પરિણામે પણ દેશમાં પોઝિટીવિટી દર નીચો લાવી શકાયો છે. આ સૂચવે છે કે, સંક્રમણના ફેલાવાનો દર અસરકારક રીતે નિયંત્રણમાં આવી રહ્યો છે. કુલ પરીક્ષણોની સંખ્યા 10 કરોડ સુધી પહોંચી જતા એકંદરે આ દરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ પોઝિટીવિટી દર 7.75% નોંધાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સફળ ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેકનોલોજી વ્યૂહરચનાનું રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અસરકારક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે તેના કારણે આ પરિણામો પ્રાપ્ત થયાં છે.

વ્યાપક વિસ્તારમાં મોટી સંખ્યામાં પરીક્ષણોના પરિણામે પોઝિટીવ કેસોની વહેલી ઓળખ, અસરકારક સર્વેલન્સ અને ટ્રેસિંગ દ્વારા તાત્કાલિક ટ્રેકિંગ અને સામાન્ય અથવા હળવા લક્ષણો ધરાવતા પોઝિટીવ દર્દીઓને ઘર/ સુવિધાઓમાં તેમજ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં સમયસર તેમજ અસરકારક સારવાર આપવાનું શક્ય બન્યું છે. આ પગલાંઓના કારણે મૃત્યદરમાં પણ તબક્કાવાર ઘટાડો થયો છે.

દેશમાં છેલ્લા 1 કરોડ પરીક્ષણો માત્ર 9 દિવસમાં કરવામાં આવ્યા છે.

 

15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ વધુ પોઝિટીવિટી દર જોવા મળ્યો છે, જેથી સૂચિત થાય છે આવા પ્રદેશોમાં સઘન પરીક્ષણોનું ઉચ્ચ સ્તર જાળવવાની જરૂર છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1667021) Visitor Counter : 222