સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 10% થી ઓછી
છેલ્લા ત્રણ દિવસમાં દૈનિક પોઝિટિવિટી રેટ 5% થી ઓછો રહ્યો
Posted On:
22 OCT 2020 11:44AM by PIB Ahmedabad
ભારતે સક્રિય કેસના સતત ઘટતા વલણને અવિરત ચાલુ રાખ્યું છે. સક્રિય કેસ છેલ્લા ત્રણ દિવસથી કુલ કેસના 10% થી ઓછા રહ્યા છે, જે સૂચવે છે કે દેશભરમાં 10 માંથી 1 કેસ સક્રિય કોવિડ- 19 દર્દી છે.
હાલમાં સક્રિય કેસ 7,15,812 છે જે દેશના કુલ પોઝિટીવ કેસના 9.29% છે.

ભારતે બીજુ એક સીમાચિહ્ન પાર કરતા, છેલ્લા ત્રણ દિવસમાં દૈનિક પોઝિટિવિટી રેટ પણ 5% કરતા પણ ઓછા જાળવવામાં આવ્યો છે જે દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની કેન્દ્રિત વ્યૂહરચનાઓ અને ક્રિયાઓ દ્વારા ચેપનો ફેલાવો અસરકારક રીતે રોકવામાં આવી રહ્યો છે. આજે, દૈનિક પોઝિટિવિટી રેટ 3.8% હોવાનો અહેવાલ છે.

દૈનિક પોઝિટીવીટી દરમાં ઘટાડો એક સાથે ઘટી રહેલા સક્રિય કેસ દ્વારા મેપ કરવામાં આવે છે, સક્રિય કેસ આજે 7.5 લાખ(7,15,812) થી ઓછા રહ્યા છે.
કુલ સાજા થયેલા કેસ 69 લાખ (68,74,518) થઇ ગયા છે. સક્રિય કેસ અને કુલ સાજા થયેલ કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે 61,58,706 છે.
છેલ્લા 24 કલાકમાં 79,415 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસો 55,839 છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 89.20% થયો છે.

નવા સાજા થયેલા કેસમાંથી 81% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
એક જ દિવસમાં સાજા થયેલા કેસમાં મહારાષ્ટ્રનો 23,000 થી વધુનું ફાળો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 55,839 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.
આમાંના 78% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. મહારાષ્ટ્ર અને કેરળમાં નવા 8000 કેસ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં 5000થી વધુ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 702 લોકોના મૃત્યુ નોંધાયા છે. તેમાંથી, લગભગ 82% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
નોંધાયેલા નવા મૃત્યુઆંકમાંથી 25% થી વધુ મહારાષ્ટ્રના છે (180 મૃત્યુ).

SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(Release ID: 1666754)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam