મંત્રીમંડળ

મંત્રીમંડળે 2019-2020 માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ અને બિન-ઉત્પાદકતા લિંક્ડ બોનસને મંજૂરી આપી

Posted On: 21 OCT 2020 3:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રેલવે, ટપાલ, સંરક્ષણ, ઇપીએફઓ, ઇએસઆઈસી જેવા વાણિજ્યિક મથકોના 16.97 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને વર્ષ 2019-2020 માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ (પીએલબી) ચૂકવવાની મંજૂરી આપી દીધી છે. આની નાણાકીય અસર રૂ. 2,791 કરોડ થશે.

કેન્દ્ર સરકારના નોન-ગેઝેટેડ કર્મચારીઓને નોન-પીએલબી અથવા એડ-હોક બોનસ આપવામાં આવે છે. આનાથી 13.70 લાખ કર્મચારીઓને લાભ થશે અને રૂ. 946 કરોડની નાણાકીય અસર પડશે.  

બોનસની ઘોષણાથી કુલ ૩૦.67 લાખ કર્મચારીઓને લાભ થશે અને કુલ નાણાકીય અસર રૂ. 3,737 કરોડની થશે.

સામાન્ય સંજોગોમાં નોન-ગેઝેટેડ કર્મચારીઓને તેમની અગાઉના વર્ષની કામગીરી માટે બોનસની ચુકવણી દુર્ગાપૂજા / દશેરાની સીઝન પહેલાં કરવામાં આવે છે. સરકાર તેમના નોન-ગેઝેટેડ કર્મચારીઓને તાત્કાલિક વિતરિત કરવા માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ (પીએલબી) અને એડહોક બોનસ જાહેર કર્યું છે.

 

SD/GP/BT(Release ID: 1666395) Visitor Counter : 44