સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો કરવાના માર્ગે ભારતની આગેકૂચ યથાવત્


એક મહિના પછી પ્રથમ વખત સક્રિય કેસનું ભારણ 9 લાખ કરતાં ઓછુ નોંધાયું

સળંગ ત્રીજા અઠવાડિયે નવા નોંધાયેલા કેસની સરખામણીએ નવા સાજા થયેલા કેસનો આંક વધારે નોંધાયો

Posted On: 09 OCT 2020 11:12AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. એક મહિના પછી, દેશમાં પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા 9 લાખ કરતાં ઓછી નોંધાઇ છે. 9 સપ્ટેમ્બરના રોજ સક્રિય કેસની સંખ્યા 8.97 લાખ નોંધાયા પછી આજે પહેલી વખત સક્રિય કેસની સંખ્યા 8.93 લાખ નોંધાઇ છે.

હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 8,93,592 છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 12.94% છે. આ આંકડો દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાનું દર્શાવે છે.

સક્રિય કેસોની સંખ્યામાં સતત થઇ રહેલા ઘટાડાને નવા સાજા થનારા દર્દીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિનું સમર્થન મળી રહ્યું છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા વધીને 59,06,069 થઇ ગઇ છે. દેશમાં સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેની સંખ્યાનો તફાવત વધીને 50 લાખ (50,12,477) કરતાં વધારે થઇ ગયો છે.

સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી હોવાથી આ તફાવત પણ સતત વધી રહ્યો છે.

સાજા થનારા દર્દીઓની ઊંચી સંખ્યાના કારણે રાષ્ટ્રીય રિકવરી દરમાં પણ વધારે સુધારો આવતા વધીને 85.52% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 78,365 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે નવા પોઝિટીવ નોંધાયેલા કેસની સંખ્યા 70,496 છે.

ભારતમાં સળંગ ત્રીજા અઠવાડિયે નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા નોંધાયેલા કેસની સંખ્યા કરતા વધારે નોંધાઇ છે. આ ત્રણ સપ્તાહ દરમિયાન નવા નોંધાયેલા કેસની સંખ્યામાં એકધારા ઘટાડાનું વલણ જોવા મળ્યું છે.

કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ઝડપી હોસ્પિટલાઇઝેશનની વ્યૂહનીતિ અને પ્રમાણભૂત સારવારના પ્રોટોકોલના અનુપાલન અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવી રહેલા સહિયારા પ્રયાસોના ફળરૂપે આ પરિણામો સામે આવી રહ્યાં છે. કેન્દ્રની વ્યૂહનીતિ અને પ્રોટોકોલના અનુપાલનના કારણે તમામ સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં તેમજ હોમ આઇસોલેશનના કિસ્સાઓમાં તબીબી સારવારની પ્રમાણભૂત ગુણવત્તા સુનિશ્ચિત થઇ શકી છે.

નવા સાજા થયેલા કેસમાંથી 75% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મધ્યપ્રદેશમાંથી છે.

માત્ર મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ સંખ્યામાં એટલે કે 15,000 કરતાં વધારે દર્દીઓ એક જ દિવસમાં સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 70,496 છે.

નવા નોંધાયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે.

સૌથી વધુ નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે જ્યાં એક જ દિવસમાં 13,000 કરતાં વધારે નવા કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ 10,000 કરતાં વધારે નવા કેસ સાથે કર્ણાટક છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 964 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

આમાંથી, અંદાજે 82% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 37% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં જ મૃત્યુ પામ્યા છે (358 મૃત્યુ).

 

મનોરંજન પાર્ક અને તેના જેવા અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો આરામ અને મનોરંજન માટે ભેગા થતા હોય છે. આવા સ્થળોએ કોવિડ-19ના સંક્રમણને નિવારવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સુરક્ષાત્મક પગલાંરૂપે SOP બહાર પાડવામાં આવી છે જેનું મનોરંજન પાર્ક અને તેના જેવા અન્ય સ્થળોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. SOP નીચે આપેલી લિંક પર ઉપલબ્ધ છે:

https://www.mohfw.gov.in/pdf/SOPonpreventivemeasurestobefollowedinEntertainmentParksandsimilarplacestocontainspreadofCOVID19.pdf

 

SD/GP/BT(Release ID: 1663084) Visitor Counter : 183