સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સક્રિય કેસના સતત નીચા સ્તરના વલણને જાળવી રાખ્યું


સતત 10મા દિવસે 10 લાખથી ઓછા સક્રિય કેસ

ભારતની સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 53 લાખ

છેલ્લા 10 લાખ સાજા થયેલા કેસ માત્ર 12 દિવસમાં

Posted On: 01 OCT 2020 11:42AM by PIB Ahmedabad

ભારતે 10 લાખથી ઓછા સક્રિય કેસ જાળવવાનું પોતાનું વલણ જાળવી રાખ્યું છે.

સતત 10મા દિવસે સક્રિય કેસ 1 મિલિયન (10 લાખ) કરતા ઓછા છે.

ખૂબ જ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ દરરોજ સ્વસ્થ થાય છે, ભારતની દૈનિક સાજા થયેલા કેસની સંખ્યાએ ઉચ્ચ સ્તરના સતત વલણને જાળવી રાખ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 85,376 દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં સાજા થયેલા કેસની કુલ સંખ્યા આજે 52,73,201 થઈ ગઈ છે. એક દિવસમાં સાજા થયેલા કેસની વધુ સંખ્યાના પરિણામે રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારો થયો છે, જે હાલમાં 83.53% છે.

કુલ સાજા થયેલા કેસમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. છે. છેલ્લા 10 લાખ સાજા થયેલા કેસ માત્ર 12 દિવસમાં નોંધાયા છે.

કુલ સાજા થયેલા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા છે.

સાજા થયેલા કેસોમાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી વધુ છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ છે.

ભારતમાં સક્રિય કેસ 9,40,705 છે. અગાઉ 11 મી સપ્ટેમ્બર, 2020ના રોજ ભારતમાં 9.4 લાખ સક્રિય કેસ નોંધાયા હતા.

સક્રિય કેસના 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. આજની તારીખે, સક્રિય કેસ દેશના પોઝિટીવ કેસ ભારણના માત્ર 14.90% છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 86,821 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.

નવા કેસમાંથી 76% કેસ દસ રાજ્યોમાં કેન્દ્રિત છે. નવા કેસમાં મહારાષ્ટ્રનું 18,000થી વધુ યોગદાન છે. કર્ણાટક અને કેરળ બંનેએ 8,000થી વધુનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1,181 લોકોના મૃત્યુ નોંધાયા છે.

નવા મૃત્યુઆંકના 82% મૃત્યુ 10% રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

ગઈકાલે નોંધાયેલા 40% મૃત્યુ મહારાષ્ટ્રમાંથી 481 મૃત્યુ પછી કર્ણાટક પછી 87 મૃત્યુ સાથે થયા છે.

 

SD/GP/BT

 


(Release ID: 1660626) Visitor Counter : 211