પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદઘાટન કરશે

Posted On: 07 SEP 2020 4:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદઘાટન કરશે.

આ દ્રષ્ટાંતરૂપ ગેટ જયપુરના જવાહરલાલ નહેરુ માર્ગ ઉપર પત્રિકા સમાચાર પત્રોના જૂથ દ્વારા બનાવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી મોદી આ પ્રસંગે ગ્રુપ અધ્યક્ષ દ્વારા લખેલા બે પુસ્તકોનું વિમોચન પણ કરશે.

આ કાર્યક્રમનું ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 

SD/GP/BT

 


(Release ID: 1652057) Visitor Counter : 176