સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં પરીક્ષણની સંખ્યામાં તીવ્ર વધારો, 4.23 કરોડથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા
મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક – આ 3 રાજ્યોમાં કુલ કેસના 43% કેસ નોંધાયા છે
Posted On:
31 AUG 2020 12:24PM by PIB Ahmedabad
ભારતે પરીક્ષણને વિસ્તૃત કરવાના દ્રઢ સંકલ્પને પ્રસ્થાપિત કર્યું છે જેના પગલે કોવિડ -19 પરીક્ષણમાં તીવ્ર વધારો થયો છે. જાન્યુઆરી 2020માં પૂણેની એક લેબમાં એક જ પરીક્ષણથી શરૂ કરીને, દૈનિક પરીક્ષણ ક્ષમતા ઓગસ્ટ 2020માં 10 લાખથી વધુ પહોંચી ગઈ છે.
સંચિત પરીક્ષણોની સંખ્યા આજે 4.23 કરોડને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 8,46,278 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં (રવિવાર, 30 ઓગસ્ટ 2020) ભારતમાં 78,512 કેસ નોંધાયા છે. જયારે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા છેલ્લાં 24 કલાકમાં આશરે 80,000 કેસનો અહેવાલ આપવામાં આવ્યો છે એ આધારવિહીન છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ આ નવા કેસમાં 70% કેસ સાત રાજ્યોના છે. તેમાંથી મહારાષ્ટ્રમાં મહત્તમ કેસ ભારણ લગભગ 21% જેટલું છે, ત્યાર બાદ આંધ્ર પ્રદેશ (13.5%), કર્ણાટક (11.27%) અને તામિલનાડુ જે 8.27% છે. ઉત્તર પ્રદેશમાં 8.27%, પશ્ચિમ બંગાળમાં 3.85% અને ઓડિશામાં 3.84% છે, જયારે બાકીના રાજ્યોના કેસની સંખ્યા વધેલા કેસનું ભારણ દર્શાવે છે.
કુલ સંચિત કેસમાંથી 43% મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક એમ માત્ર ત્રણ રાજ્યોમાં નોંધાયેલા છે. જ્યારે તામિલનાડુમાં કુલ કેસના 11.66% કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કોવિડ-19ને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ મૃત્યુના આશરે 50% જેટલા મૃત્યુ થયા છે, જ્યારે મહારાષ્ટ્ર 30.48% સાથે આગળ છે.
કેન્દ્ર સરકાર નિયમિતપણે એવા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકળાયેલી છે જ્યાં કેસમાં તીવ્ર વધારો નોંધાતો હોય છે અને મૃત્યુદર પણ વધુ હોય છે. તેઓને વધુ પરીક્ષણ, અસરકારક તબીબી વ્યવસ્થાપન દ્વારા મૃત્યુદર ઘટાડવા અને વિવિધ સ્તરે કાર્યક્ષમ દેખરેખની સાથે જીવ બચાવવાના આક્રમક પગલાં સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1649981)
Visitor Counter : 243
Read this release in:
Punjabi
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada