PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
20 AUG 2020 6:25PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં વધારે સંખ્યામાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થતા, સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21 લાખને પાર
- સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 74%ને પાર
- સક્રિય કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3 ગણી વધુ
- ભારતની સ્થિરતા સાથે આગળ કૂચ, એક દિવસમાં વિક્રમજનક 9 લાખથી વધારે પરીક્ષણો કર્યા
- પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં સતત વધારો, આજે 23,668 થયા
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં વધારે સંખ્યામાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થતા, સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21 લાખને પાર, સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 74%ને પાર, સક્રિય કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3 ગણી વધુ
વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કેસના કિસ્સામાં)માંથી રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે લગભગ 21 લાખ પાર પહોંચી ગઈ છે. સઘન પરીક્ષણની નીતિના અસરકારક અમલીકરણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક રીતે સારવાર દ્વારા 20,96,664 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 58,794 દર્દીઓ સાજા થતા ભારતમાં કોવિડ-19 દર્દીઓનો સાજા થવાનો દર લગભગ 74% (73.91%) સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે, પાછલા ઘણા મહિનાઓથી દર્દીઓના સાજા થવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647264
ભારતની સ્થિરતા સાથે આગળ કૂચ, એક દિવસમાં વિક્રમજનક 9 લાખથી વધારે પરીક્ષણો કર્યા, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં સતત વધારો, આજે 23,668 થયા
પ્રથમ વખત, એક જ દિવસમાં 9 લાખથી વધુ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9,18,470 કોવિડ-19 પરીક્ષણો કરવામાં આવ્યા છે, ભારત દરરોજ 10 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવાના તેના સંકલ્પ તરફ સતત વધારો દર્શાવે છે. આ સિદ્ધિ સાથે, સંચિત પરીક્ષણો 3.25 કરોડ (3,26,61,252) થી વધુ થયા છે. દેશભરમાં વિસ્તૃત પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક અને સરળ પરીક્ષણની સુવિધાના અસરકારક પગલાએ હાલની સંખ્યામાં નોંધપાત્ર વધારો આપ્યો છે. આ કેન્દ્રિત પ્રયાસોના પરિણામ રૂપે, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ)માં તીવ્ર વધારો થયો છે, જે 23668 થઈ ગયા છે. ટીપીએમ એ સતત વધારાનું વલણ જાળવી રાખ્યું છે.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647235
ઇસીએલજીએસ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાથી વધુની લોનનું વિતરણ કરવામાં આવ્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647210
વિશેષ સંતૃપ્તિ અભિયાન હેઠળ રૂ. 1,02,065 કરોડની ક્રેડિટ મર્યાદાના 1.22 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ મંજુર કરવામાં આવ્યા
કોવિડ-19 ના આંચકાથી કૃષિ ક્ષેત્રને બચાવવાના પ્રયાસમાં, કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) દ્વારા ખેડૂતોને રાહતના દરે ધિરાણ આપવા માટે એક ખાસ સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે. 17 ઓગસ્ટ, 2020 સુધીમાં, 1.22 કરોડ કેસીસીને રૂ. 1,02,065 કરોડની ક્રેડિટ મર્યાદા સાથે મંજુર કરવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647213
આપણા તબીબી સમુદાયે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું અને વિશ્વને બતાવ્યું કે ભારત ભરોસાપાત્ર ભાગીદાર બની શકે છે: શ્રી પિયુષ ગોયલ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647230
ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્મા ક્ષેત્રમાં સ્થાનિક ક્ષમતાના વિકાસ માટે યોગ્ય વાતાવરણ બનાવવા માટે અનેક પગલા લીધા છે: શ્રી ગૌડા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647248
શ્રી રાજનાથસિંહે નૌકા સેનાપતિઓને મહત્વના ધ્યાન કેન્દ્રિત કરવા જેવા ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કરવા જણાવ્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646978
કેન્દ્રીય શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓની અધ્યયન વૃદ્ધિ માર્ગદર્શિકાઓ વર્ચ્યુઅલ સ્વરૂપે જાહેર કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647036
કોવિડ-19ના ગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યો દ્વારા NFSA હેઠળ આશરે 60.7 લાખ નવા લાભાર્થીઓનો સમાવેશ કર્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647129
ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના સાતમા સપ્તાહ સુધીમાં આશરે 21 કરોડ માનવદિવસ રોજગારી પુરી પાડવામાં આવી અને રૂ .16,768 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647306
FACT CHECK
(Release ID: 1647451)
Visitor Counter : 233
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam