PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 17 JUL 2020 6:24PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

 

 
 

 

Date: 17.07.2020

 

 

Reserved: આજની તારીખે, દેશમાં કોવિડ-19ના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3,42,756 કેસ છે.
કુલ નોંધાયેલા કેસમાંથી 6.35 લાખ કરતાં વધુ (63.33%) દર્દીઓ સાજા થઇ ગયા.
દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુદર 18.6 છે જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે.
લગભગ 80% લક્ષણો ના ધરાવતા અથવા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ છે અને તેમને હોમ આઇસોલેશન અથવા તબીબી દેખરેખમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
દેશમાં મેડિકલ ઓક્સીજનની પૂરતી ઉપલબ્ધતા, ઉત્પાદન, પૂરવઠો અને સંગ્રહ ક્ષમતા છે.
કોવિડ-19ની અસર વચ્ચે દેશમાં ખરીફ મોસમમાં ગત વર્ષની સરખામણીએ 21.2% વધુ વિસ્તારમાં વાવેતર થયું.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3.42 લાખ કેસ છે; સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ છે અને તેનો આંકડો વધી રહ્યો છે

આજની સ્થિતિ અનુસાર, દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ માત્ર 3,42,756 છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 6.35 લાખ કરતાં વધારે (63.33%) દર્દીઓ આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે. 1.35 અબજની વસ્તી સાથે ભારત સમગ્ર દુનિયામાં બીજો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે અને પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 727.4 કેસ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ નોંધાયેલા કેસની સંખ્યા કરતાં યૂરોપના કેટલાક દેશોમાં નોંધાયેલા કેસો 4 થી 8 ગણા વધારે છે. દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુદર 18.6 છે જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે. અસરકારક તબીબી વ્યવસ્થાપન વ્યૂહરચનાથી સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. લગભગ 80% લક્ષણો ના ધરાવતા હોય તેવા અને હળવા લક્ષણો ધરાવતા કેસોને હોમ ક્વૉરેન્ટાઇન અથવા તબીબી દેખરેખ હેઠળ રાખવાની સલાહ આપવામાં આવી છે. મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સમર્પિત કોવિડ હોસ્પિટલ અથવા સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રોમાં સારવાર કરવામાં આવી રહી છે. દાખલ કરવામાં આવેલા દર્દીઓને યોગ્ય સારવાર સુનિશ્ચિત થઇ શકે તે માટે દેશમાં સતત સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. દિશામાં સઘન પ્રયાસોના પરિણામે, દેશમાં 1383 કોવિડ સમર્પિત હોસ્પિટલ, 3107 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો અને 10,382 કોવિડ સારવાર કેન્દ્રો ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639332

 

ગત વર્ષની સરખામણીએ વર્ષે ખરીફ મોસમમાં 21.2% વધુ વિસ્તારમાં વાવેતર થયું

17.07.2020ના રોજની સ્થિતિ અનુસાર, દેશમાં ખરીફ મોસમમાં કુલ 691.86 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા સુધીમાં 570.86 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આમ, દેશમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીફ મોસમમાં 21.20% વધુ વિસ્તારમાં વાવણી થઇ છે. આજની તારીખ સુધીમાં ખરીફ પાકની મોસમના વાવેતર વિસ્તારની વૃદ્ધિમાં કોવિડ-19ના કારણે કોઇ જ વિપરિત અસર નથી થઇ.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639340

 

દેશમાં મેડિકલ ઓક્સીજનની પૂરતી ઉપલબ્ધતા, ઉત્પાદન, પૂરવઠો અને સંગ્રહ ક્ષમતા છે

કોવિડ-19 મહામારીના પગલે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે દેશમાં મેડિકલ ઓક્સીજનના પૂરવઠા અને સંગ્રહની ક્ષમતામાં વૃદ્ધિ અંગે સમીક્ષા કરી હતી. વર્તમાન સ્થિતિ અનુસાર, હાલમાં દેશમાં મેડિકલ ઓક્સીજનના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને પૂરવઠા બાબતે કોઇ જ સમસ્યા નોંધાઇ નથી. એવો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મેડિકલ ઓક્સીજનનો સરેરાશ માસિક વપરાશ એપ્રિલ 2020માં 902 MT/દિવસ હતો જ્યારે 15 જુલાઇ સુધીમાં તે વધીને 1512 MT/દિવસ થઇ ગયો છે. હાલમાં 15,000 MTથી વધુ મેડિકલ ઓક્સીજનનો જથ્થો સંગ્રહિત છે જે પૂરતા પ્રમાણમાં છે. સમીક્ષામાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, મેડિકલ ઓક્સીજનની એકંદરે સ્થિતિ અને વર્તમાન ઉત્પાદન આ મહિનાના અંત સુધીમાં કુલ પ્રસ્તાવિત જરૂરિયાતની સરખામણીએ તમામ રાજ્યોમાં ઘણી અનુકૂળ સ્થિતિમાં છે. રાજ્યો, મેટ્રો શહેરો અને જિલ્લાઓમાં જ્યાં સક્રિય કેસોની સંખ્યા ઘણી વધારે પ્રમાણમાં છે ત્યાં પૂરવઠા અને સંગ્રહની સ્થિતિ પૂરતા પ્રમાણમાં છે. તેવી જ રીતે, દૂરના સ્થળોએ મેડિકલ ઓક્સીજન ઉપલબ્ધ કરાવવા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639375

 

ARCI અને વેહન્ત ટેકનોલોજીસે કોવિડ-19 સામે લડવા માટે બેગેજ સ્કૅન ડિસઇન્ફેક્શન માટે UV સિસ્ટમ વિકસાવી

કોવિડ-19નું સંક્રમણ વ્યાપક પ્રમાણમાં થવા માટે લોકોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ખૂબ જ મોટાપાયે જવાબદાર છે. મુસાફરોના બેગેજ દ્વારા ફેલાતા સંક્રમણને અંકુશમાં લાવવા માટે, ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સ્વાસ્યત્ત સંશોધન અને વિકાસ કેન્દ્ર- મેટલર્જી અને નવી સામગ્રી માટે આંતરરાષ્ટ્રીય અદ્યતન સંશોધન કેન્દ્ર (ARCI), હૈદરાબાદ દ્વારા નોઇડા સ્થિત વેહન્ત ટેકનોલોજીસ સાથે મળીને કૃતિસ્કૅન® નામથી UV બેગેજ ડિસઇન્ફેક્શન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. કોમ્પેક્ટ UVC કન્વેયર સિસ્ટમ તેના કન્વેયર પરથી પસાર થતા બેગેજને ગણતરીની સેકન્ડ્સમાં અસરકારક રીતે ડિસઇન્ફેક્ટ કરી શકે છે જે હવાઇમથકો, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત, હોટેલો, વ્યાપારી અને ખાનગી સંકુલો પર ઝડપથી બેગેજના ડિસઇન્ફેક્શન માટે એકદમ યોગ્ય છે. UVC આધારિત ડિસઇન્ફેક્શન સિસ્ટ્મસ તેની ઝડપી ડિસઇન્ફેક્શન ક્ષમતા અને સુષ્ક તેમજ રસાયણમુક્ત ડિસઇન્ફેક્શન પ્રક્રિયા માટે વિશેષ જાણીતી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639273

 

કોવિડ-19ના કારણે લોજિસ્ટિક્સ અને માણસોના અભાવ તેમજ સલામતીના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ECI નજીકના ભવિષ્યમાં આવી રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણીઓમાં 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે પોસ્ટલ મતદાનની સુવિધા ના આપવાનો નિર્ણય લીધો

પ્રવર્તમાન કોવિડ-19 મહામારી અને લૉકડાઉનની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 65 વર્ષથી વધુ ઉંમરના મતદારોને કોવિડ-19 બીમારી સામે તેમની સંવેદનશીલતા અને મતદાન મથકો પર સંક્રમિત થવાની વધુ સંભાવના ટાળી શકાય તેમ માટે અને કોવિડ-19થી ચેપગ્રસ્ત પોઝિટીવ મતદારો બીના લોકોના સંસર્ગમાં આવ્યા વગર ક્વૉરેન્ટાઇનમાં રહીને મતદાન કરી શકે અને તેમના મતાધિકારથી વંચિત ના રહે તે માટે પોસ્ટલ મતદાન સુવિધાનો વિકલ્પ આપવા માટે ભલામણ કરી હતી. મહામારીના કારણે હાલમાં સર્જાયેલા અભૂતપૂર્વ માહોલને ધ્યાનમાં રાખીને, પંચ દ્વારા આગામી પેટાચૂંટણીઓ અને બિહારમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન સંબંધિત તૈયારીઓની એકધારી દેખરેખ રાખવામાં આવે છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં ખાસ કરીને વૃદ્ધો તેમજ સંવેદનશીલ મતદાર વર્ગોને ધ્યાનમાં રાખીને પંચે પહેલાંથી જ દરેક મતદાન બુથ પર મતદારોની સંખ્યા 1000 સુધી મર્યાદિત કરી દીધી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં વધારાના 34,000 (અંદાજે) મતદાન મથકો (45% વધુ) તૈયાર કરવામાં આવી રહ્યા જેથી કુલ મતદાન મથકોની સંખ્યા વધીને અંદાજે 1,06,000 થઇ જશે. આમાં 1.8 લાખ વધુ ચૂંટણી કર્મચારીઓ અને અન્ય વધારના સંસાધનોની હેરફેર સંબંધિત મોટાપાયે લોજિસ્ટિક્સને લગતા પડકારો ઉભા થશે જેમાં બિહાર રાજ્યમાં જ મોટી સંખ્યામાં વાહનોની જરૂર પડશે. આવા જ પડકારો, જ્યાં પેટાચૂંટણીઓ આવી રહી છે ત્યાં પણ થશે. આ તમામ બાબતો પ્રશ્નો, પડકારો અને અવરોધો પર વિચાર કર્યા પછી અને મતદાન મથકો પર મહત્તમ 1000 મતદારોની નિર્ધારિત કરવામાં આવેલ મર્યાદાને ધ્યાનમાં રાખીને, પંચે નિર્ણ લીધો છે કે, નજીકના ભવિષ્યમાં આવી રહેલી બિહારની વિધાનસભાની ચૂંટણી અને અન્ય પેટા ચૂંટણીઓમાં 65 વર્ષથી વધુ ઉંમરના મતદારોને પોસ્ટલ મતદાનપત્રક આપવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639134

 

વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે સરકાર દેશને મદદ કરી રહી છે; પ્લાસ્ટિક ઉદ્યોગની સુરક્ષા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરાશે: શ્રી માંડવિયા

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર પડેલી વિપરિત અસરોથી તેને સુરક્ષિત રાખવા માટે સરકાર પ્રવર્તમાન કાયદાઓની મર્યાદામાં રહીને શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરશે. ગઇકાલે વેબિનારને સંબોધતી વખતે શ્રી માંડવિયાએ આમ જણાવ્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગ પર્યાવરણ ટકાઉક્ષમ, ઇનોવેટીવ અને દુનિયામાં સ્પર્ધાત્મક બને તે માટે, “આપણે ભવિષ્યમાં આવનારા પડકારો સ્વીકારવા જ પડશે અને તેને પરિભાષિત કરવા પડશે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અંદાજ અનુસાર કોવિડ-19 મહામારી ચાલશે ત્યાં સુધી દર મહિને 89 મિલિયન મેડિકલ માસ્ક, 76 મિલિયન પરીક્ષણ હાથમોજાં અને 1.6 મિલિયન ગોગલ્સની દર મહિને આ બીમારીની પ્રતિક્રિયાની કામગીરીમાં જરૂર પડશે. આથી આ બાબત સૂચવે છે કે, ભારતને કોરોના વાયરસ મુક્ત કરવા માટે આ ઉદ્યોગે પડકારોમાંથી બેઠાં થવું પડશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આંતરિક અવરોધો અથવા સ્પર્ધાત્મક અસંતુલન લાવીને આંતરિક બજારને તોડવા માંગતા નથી પરંતુ સૌ આવો સાથે મળીને એક રાષ્ટ્ર અને એક શક્તિ બનીએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639106

 

બાયોટેકનોલોજી વિભાગ અને તેની સંશોધન સંસ્થાઓએ કોવિડ-19ની રસી, ઉપચારો અને નિદાન વિકસાવવાના કાર્યોમાં વેગ વધાર્યો

બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને તેની 16 સંશોધન સંસ્થાઓ કોવિડ-19ની કટોકટીની અસરો દૂર કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે અને સંભવિત કોવિડ-199 ઉકેલો પૂરા પાડવા માટે બહુવિધ સંશોધન અને વિકાસના કાર્યોમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા છે. DBT-AI (સ્વાયત્ત સંસ્થાઓ) આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્વદેશી નિદાન પરીક્ષણો વિકસાવવા તેમના સંશોધન પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. DBT-THSTI દ્વારા વિકાસવવામાં આવેલી ઓછી ખર્ચાળ કલરોમેટ્રિક PCR આધારિત પરીક્ષણ ટેકનોલોજી અને એપ્ટામર આધારિત SARS-CoV-2 એન્ટિજેન નિદાન ટેકનોલોજી જેનેઇ એન્ડ મોલબીઓ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડને હસ્તાંતરિત કરવામાં આવી છે. DBT-THSTI દ્વારા તૈયાર કરવામાં આવેલી ઇન-હાઉસ IgG ELISA ટેકનોલોજી સાઇટોન ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડને હસ્તાંતરિત કરવામાં આવી છે. DBT-RGCB દ્વારા દિલ્હી સ્થિત POCT સાથે મળીને ઓછી ખર્ચાળ વાયરલ ટ્રાન્સપોર્ટ માધ્યમ અને RNA એક્સટ્રેક્શન કિટ તૈયાર કરવામાં આવી છે જે વ્યાપારી ધોરણે ઉપયોગ માટે તૈયાર છે. આ બાયો સ્પેસિમેન્સની માહિતી આપવાથી કોવિડ-19 સંબંધિત કિટ્સ, ઉપચારો અને રસી તૈયાર કરવા માટે સંશોધનના પ્રયાસોમાં વધુ વેગ મળશે. DBT-THSTI દ્વારા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને શિક્ષણ સંસ્થાઓ પાસેથી મળેલા પ્રતિભાવોના આધારે 2500થી વધુ નમૂના એલિક્વોટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639142

 

28 રાજ્યોમાં 2.63 લાખ ગ્રામીણ સ્થાનિક સંગઠનોને 15 જુલાઇ 2020ના રોજ નાણાં મંત્રાલય દ્વારા રૂ. 15187.50 કરોડનું સહાયક અનુદાન આપવામાં આવ્યું છે

પંચાયતી રાજ મંત્રાલય અને પીવાલાયક પાણી તેમજ સફાઇ વિભાગ, જળ શક્તિ મંત્રાલય કરવા કરવામાં આવેલી ભલામણો અંતર્ગત દેશના 28 રાજ્યોમાં આવેલા 2.63 લાખ ગ્રામીણ સ્થાનિક સંગઠનો (RLB)ને નાણાં મંત્રાલય દ્વારા 15 જુલાઇ 2020ના રોજ સહાયક અનુદાન પેટે રૂપિયા 15187.50 કરોડ આપવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21 માટે RLB દ્વારા વિવિધ વિકાસના કાર્યો જેમકે પીવાના પાણીનો પૂરવઠો, વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનું રિસાઇકલિંગ, સફાઇ અને ODFની સ્થિતિની જાળવણી વગેરે રાષ્ટ્રીય પ્રાથમિકતા ધરાવતા કાર્યો હાથ ધરવાના આશયથી પંદરમા નાણાં પંચ (XV-FC) દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે આ સહાયક અનુદાન આપવામાં આવ્યું છે. આ માહિતી આપતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, RLBને આ ભંડોળની ફાળવણી જ્યારે તમામ RLB કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છે ત્યારે સૌથી યોગ્ય સમયે આપવામાં આવી છે. આ ભંડોળની ઉપલબ્ધતાના કારણે RLBની કાર્યદક્ષતામાં વધારો આવશે અને ગ્રામીણ લોકોને વધુ સારી પાયાની સુવિધાઓ આપી શકશે તેમજ કોવિડ-19 મહામારીના કારણે વતન પરત આવેલા વિસ્થાપિત શ્રમિકોને લાભદાયી રોજગારી પૂરી પાડવામાં અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સર્જનાત્મક રીતે વૃદ્ધિ કરવામાં મદદ મળી રહેશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639157

 

ભારતીય કૃષિ સંશોધન પરિષદે 92મા સ્થાપના દિવસની ઉજવણી કરી

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ગઇકાલે 92મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંગ તોમરે કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી જેના કારણે ICAR છેલ્લા નવ દાયકાથી દેશમાં કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતમાં જરૂરિયાત કરતા વધારે ખાદ્યાન્નનું ઉત્પાદન થાય છે જે વૈજ્ઞાનિકોના સંશોધન યોગદાન અને ખેડૂતોનું સખત મહેનતનું જ પરિણામ છે. તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન પાકનું વિક્રમી ઉત્પાદન કરવા બદલ દેશના ખેડૂત સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639132

 

કોવિડ-19 માટે શરૂ કરવામાં આવેલી પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો પૂર્વ રેલવે દ્વારા વર્ષે 14 ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે

પૂર્વ રેલવે (ER) દ્વારા અલગ અલગ તબક્કામાં અલગ અલગ રૂટ પર નિર્ધારિત સમયપત્રક અનુસાર પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવે છે. કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વપરાશ યોગ્ય ચીજવસ્તુઓ, ઝડપથી બગડી જાય તેવી ચીજો, તબીબી ઉપકરણો, દવાઓ વગેરેનું પરિવહન કરવા માટે આ ટ્રેનો દોડાવવામાં આવે છે જેથી દેશમાં વિવિધ ખૂણામાં લોકો સુધી આવશ્યક ચીજવસ્તુઓનું ઝડપથી પરિવહન સુનિશ્ચિત થઇ શકે. વર્તમાન સમયમાં, પૂર્વ રેલવેમાંથી આવતી પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો હાવડા અને ગુવાહાટી, સિલ્દાહ અને હાવડા અને અમૃતસર વચ્ચે દોડે છે. પૂર્વ રેલવેએ હવે હાવડા- ગુવાહાટી- હાવડા, સિલ્દાહ- ગુવાહાટી- સિલ્દાહ અને હાવડા- અમૃતસર- હાવડા પાર્સલ ટ્રેનો 14 ડિસેમ્બર 2020 સુધી તેમના નિર્ધારિત દિવસોએ ચલાવવાનો નિર્ણય લીધો છે જેથી આવશ્યક માલસમાનના જથ્થાનું ઝડપથી પરિવહન સુનિશ્ચિત થઇ શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639058

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

પંજાબઃ વર્તમાન કોવિડ-19 મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી નફાખોરી અટકાવવા માટે પંજાબ સરકારે હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી કોવિડની સારવાર માટે ચોક્કસ કિંમતો નિર્ધારિત કરી છે. ડૉ. કે. કે. તલવાર સમિતિ દ્વારા ખાનગી હોસ્પિટલ અને તબીબી કોલેજો માટે નિર્ધારિત કરવામાં આવેલા દરોમાં આઇસોલેશન બેડ, ICU સારવાર અને હોસ્પિટલના પ્રતિ દિન સારવાર ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોવિડની સારવાર માટે ખાનગી હોસ્પિટલો દ્વારા મનફાવે તેમ ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો પ્રાપ્ત થતાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

હરિયાણાઃ કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓના રક્ષણ અને સુરક્ષા માટે હરિયાણા સરકારે દિશા-નિર્દેશો બહાર પાડ્યાં છે. અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે, નિયમિત/ કરાર આધારિત/ દૈનિક ધોરણે રાજ્ય સરકારમાં કામ કરી રહેલા કર્મચારીઓ કે જેઓ 50% અથવા તેથી વધારે દિવ્યાંગતા ધરાવે છે અને જેઓ બંને આંખોથી જોઇ શકતા નથી તેમને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

મહારાષ્ટ્રઃ ગુરુવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોવિડ-19ના સૌથી વધારે 8,641 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 2,84,281 પર પહોંચી ગઇ છે. ગુરુવારે 5,527 લોકો સાજા થયા હતા અને 266 લોકોના મૃત્યુ પણ નીપજ્યાં હતા. એકતરફ જ્યારે રાજ્યમાં અત્યારે 1,14,648 સક્રિય કેસો છે ત્યારે આજદિન સુધી 1,58,140 લોકો સાજા થયા છે અને 11,194 લોકોના મૃત્યુ થયા છે. બૃહદ મુંબઇ વિસ્તારમાં 1,498 નવા કેસો નોંધાયા હતા, ઉપરાંત 707 લોકો સાજા થયા હતા અને 56 લોકોના મૃત્યુ થયા હતા. આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર મુંબઇમાં કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની સંખ્યા 97,751 છે, ત્યારે MMRના સક્રિય કેસોની સંખ્યા 23,694 છે. કુલ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 68,537 છે. અત્યાર સુધી મુંબઇમાં 5,520 લોકો મૃત્યુ પામ્યાં છે. સમગ્ર રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 55.63% નોંધાયો છે, ત્યારે મુંબઇ જિલ્લામાં સાજા થવાનો દર 70% નોંધાયો છે.

ગુજરાતઃ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 45,481 પોઝિટીવ કેસો નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. અત્યારે રાજ્યમાં 11,289 સક્રિય કેસો સારવાર હેઠળ છે, જ્યારે 32,103 દર્દીઓ આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે. ગુરુવારે નોંધાયેલા 10 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 2,089 થઇ ગયો છે. કેન્દ્રની ચાર સભ્યોની ટીમે આજે સુરત શહેરની મુલાકાત લીધી હતી, જે રાજ્યમાં નવા હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. ટીમમાં નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા, નીતિ આયોગના સભ્ય વિનોદ પૉલ, ICMRના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાનો સમાવેશ થાય છે. ગુરુવારે રાત્રે ટીમે સ્થાનિક સત્તાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આજે ટીમના સભ્યો તબીબો, નર્સો અને પેરા-મેડિકલ કર્મચારીઓ સાથે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજશે. તેમણે આરોગ્ય ટીમોને સારવાર સંબંધિત જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ટીમે સુરત શહેરના કતારગામ અને વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી, જે વિસ્તારો શહેરમાં કોવિડના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યાં છે. ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં વધી રહેલા કેસોને નિયંત્રિત કરવામાં પરીક્ષણ, સંપર્ક ટ્રેસિંગ અને યોગ્ય સારવાર મદદરૂપ બનશે.

રાજસ્થાનઃ રાજ્યમાં આજે સવારે 159 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. આથી રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના નોંધાયેલા કુલ કેસોની સંખ્યા વધીને 27,333 થઇ ગઇ છે. વધુમાં, ગુરુવારે રાત સુધીમાં નવા 737 પોઝિટીવ કેસો પણ નોંધાયા હતા. એકતરફ જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20,000નો આંકડો (20,028 દર્દીઓ) પાર કરી ગયો છે ત્યારે રાજ્યમાં 6,666 સક્રિય કેસો છે. આજે સૌથી વધારે કેસો બિકાનેરમાંથી 32 કેસો નોંધાયા હતા જ્યારે ત્યારબાદ નાગપુરમાંથી 26 કેસો અને જયપુરમાંથી 22 કેસો નોંધાયા હતા.

મધ્યપ્રદેશઃ ગુરુવારે મધ્યપ્રદેશમાં અત્યાર સુધી એક દિવસના સૌથી વધુ 735 નવા પોઝિટીવ કેસો નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 20,000નો આંકડો પાર કરી ગઇ છે. તાજેતરના અહેવાલ મુજબ 20,378 કેસો છે. જોકે, રાજ્યમાં કોવિડ-19ના સક્રિય કેસોનું ભારણ 5,562 છે, જ્યારે ગુરુવારે સાજા થયેલા 219 દર્દીઓની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14,127 પર પહોંચી ગઇ છે. ગુરુવારે વધુ 7 વ્યક્તિઓના મૃત્યુ સાથે રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક પણ 689 પર પહોંચી ગયો છે.

છત્તીસગઢઃ ગુરુવારે છત્તીસગઢમાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો 197 કેસોનો ઉછાળો નોંધાયો હતો. રાજ્યમાં હવે કુલ નોંધાયેલા કોવિડ-19 કેસોની સંખ્યા વધીને 4,754 થઇ ગઇ છે, જ્યારે સક્રિય કેસોનું ભારણ 1,282 છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાંથી 127 દર્દીઓને રજા આપવામાં આવી છે, જેની સાથે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,451 છે.

ગોવાઃ ગુરુવારે કોવિડ-19ના 157 નમૂનાઓનું પરિણામ પોઝિટીવ આવ્યું હતું. સાથે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 3,108 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અઠવાડિયે સક્રિય કેસોનું ભારણ 127 રહ્યું છે.

આસામઃ આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે નાગોઆનમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને કોવિડ-19ની સારવાર કરી રહેલા તબીબો અને નર્સો સાથે વાતચીત કરી હતી. તેમણે કોવિડના નિયંત્રણ માટેના પગલાંઓની જાણકારી મેળવવા માટે જિલ્લા કલેક્ટરો, SP અને અન્ય જિલ્લા સ્તરીય અધિકારીઓ સાથે પણ ચર્ચા યોજી હતી.

મણિપુરઃ એક પ્રધાન અને ચાર વ્યક્તિઓનો કોવિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવતાં મણિપુરના થૌબાલ જિલ્લાના મોઇજિંગ અવાંગ લેઇકાઇ ખાતે ડોર ટૂ ડોર રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મિઝોરમઃ મિઝોરમમાં કુલ 194 ચર્ચના પરિસરોનો ક્વૉરેન્ટાઇન સુવિધા કેન્દ્રો તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં મોન જિલ્લા ટાસ્ક ફોર્સે અન્ય રાજ્યોમાંથી પરત ફરી રહેલા વિસ્થાપિત કામગારો માટે રોજગારીનું સર્જન કરવા અને મોન જિલ્લાના અર્થતંત્રને પુનર્જિવિત કરવા માટે સમિતિને જાણકારી આપી છે. નાગાલેન્ડમાં પેરેન જિલ્લા ટાસ્ક ફોર્સે CMO ઓફિસ બિલ્ડિંગ, RSETI બિલ્ડિંગ અને અતિથિ ગૃહને કોવિડ સંભાળ કેન્દ્રો તરીકે નિર્ધારિત કર્યા છે, જ્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઓડિટોરિયમ હોલ અને વેટ કોલેજ હોસ્ટેલને આઇસોલેશન કેન્દ્રોમાં ફેરવવામાં આવ્યાં છે.

કેરળઃરાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ હેઠળ કોવિડ માટે અગ્રીમ શ્રેણીના સારવાર કેન્દ્રો (FLTC)ની કામગીરી સંબંધિત આદેશ બહાર પાડ્યો છે. સારવાર કેન્દ્રો આરોગ્ય વિભાગે કરેલી ભલામણો અનુસાર દરેક ક્ષેત્રોમાં સ્થાપવામાં આવશે. દરમિયાન, રાજ્યમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત વધુ બે દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે. બંને કિસ્સાઓમાં કોવિડના પરીક્ષણના પરિણામો વ્યક્તિના મૃત્યુ પછી આવ્યાં છે. બે પોલીસ કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યાં બાદ ક્રાઇમ બ્રાન્ચના વડામથકની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. દરમિયાન, રાજધાની શહેરમાં વાયરસ સંક્રમણના કેસો વધી રહ્યાં છે. વધુ પાંચ નવા સંક્રમિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લામાં તમામ દરિયાકાંઠાના રસ્તાઓ ઉપર સ્થાનિક સંક્રમણ રોકવા માટે નાકાબંધી ગોઠવવામાં આવી છે. ગઇકાલે રાજ્યમાં વિક્રમી સંખ્યામાં 722 નવા કોવિડ-19 કેસો નોંધવામાં આવ્યાં હતા. હાલમાં રાજ્યમાં 5,372 લોકો સારવાર હેઠળ છે. વિવિધ જિલ્લાઓમાં 1.83 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.

તામિલનાડુઃ છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મૃત્યુ સાથે પુડુચેરીમાં કોવિડ-19નો મૃત્યુઆંક વધીને 25 પર પહોંચી ગયો છે, સાથે કુલ કેસોની સંખ્યા 1,832 થઇ ગઇ છે. અત્યારે 793 લોકો સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી 684 પુડુચેરીમાં, 74 કરાઇકલમાં અને 35 યાનમમાં છે. IIT-Mમાં તૈયાર કરવામાં આવેલા એક સ્ટાર્ટ-અપે 'મેડિકેબ' તરીકે ઓળખાતી 15 પથારી ધરાવતા પ્રી-ફેબ્રિકેટેડ એકમ શરૂ કર્યું છે, જેમાં ICU ઉપરાંત ડૉક્ટર, આઇસોલેશન અને તબીબી તપાસ માટે અલગ-અલગ કક્ષો રાખવામાં આવ્યાં છે. ગુરુવારે ચેન્નઇ સહિત ઉત્તર જિલ્લાઓમાં કોવિડ-19ના નવા 4,549 કેસો પૈકી અડધાથી વધુ કેસો નોંધાયા હતા. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 1,56,369 છે, જેમાંથી 46,714 કેસો સક્રિય છે, 2,236 લોકોના મૃત્યુ નોંધાયા છે. જ્યારે ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 15,038 છે.

કર્ણાટકઃ ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને આપત્તિ વ્યવસ્થાપન કાયદો લાગુ કરવા અને કોવિડની સારવારનો ઇનકાર કરનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગઇકાલે નોંધાયેલા 4,169 નવા કેસોની સાથે કર્ણાટકમાં કોવિડ-19ના કુલ કેસો 50,000ના આંકડાને પાર કરી ગયા છે. રાજ્યમાં અત્યારે 51,422 કુલ કેસો છે. બેંગલોર શહેરમાંથી 2,344 કેસો નોંધાયા હતા. ગઇકાલ સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 51,422 હતી, જેમાંથી 30,655 સક્રિય કેસો છે અને 1,032 લોકોના મૃત્યુ નોંધાઇ ચૂક્યાં છે.

આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે જાહેર સ્થળો, કાર્યસ્થળો અને પ્રવાસ દરમિયાન ચહેરા ઉપર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવતો આદેશ બહાર પાડ્યો છે, આદેશ આજથી અમલમાં આવશે. તિરુપતિ મ્યુનિસિપલ કમિશનરે આગામી આદેશ સુધી વિવિધ વિશ્વવિદ્યાલયોના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. GVMC (ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન) વડામથક ખાતે કામ કરી રહેલા પંદર લોકો અત્યાર સુધી સંક્રમિત થયા છે અને કેટલાક વિભાગોને કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યાં છે, તમામ કર્માચારીઓનું કોવિડ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોવિડ-19ના કેસોમાં સતત થઇ રહેલી વૃદ્ધિના કારણે ગુંતૂર જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લામાં આવતીકાલથી એક અઠવાડિયા માટેનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 2,602 નવા કેસો નોંધાયા છે જ્યારે 837 લોકો સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે અને 42 લોકોના કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા 40,646 છે, સક્રિય કેસોની સંખ્યા 19,814 છે અને 534 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.

તેલંગણાઃ નિષ્ણાતોના જણાવ્યાં મુજબ આગામી 15 દિવસોમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો થવાની અપેક્ષા છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વધારે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવા છતાં તેલંગણામાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પોઝિટીવિટીનો દર 20%થી ઘટીને 10% થઇ ગયો છે, ખાસ કરીને ત્યારે જ્યારે પ્રતિ દિન 10,000 પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે અને એન્ટિજેન ટેસ્ટ પણ હાથ ધરવામાં આવે છે. ગઇકાલે 1,676 નવા કેસો નોંધાયા હતાં અને 10 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 41,018 છે, જેમાંથી 13,328 કેસો સક્રિય છે, 396 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 27,285 લોકોને રજા આપવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


(Release ID: 1639466) Visitor Counter : 393